A Doctor Found Herbal Medicine Of Corona Virus at Tibet
કોરોના વાયરસ /
અહીં મળે છે કોરોના વાયરસથી બચવાની દેશી દવા, ખાસ રીતે કરે છે ઉપચાર
Team VTV10:17 AM, 07 Feb 20
| Updated: 10:18 AM, 07 Feb 20
ચીનમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે. ત્યારે ભારતમાં પણ તેની અસર જોવા મળી રહી છે. કોરોના વાયરસના કારણે ચીનથી આવતા લોકોમાં ડર જોવા મળે છે. ત્યારે ધર્મશાલામાં તિબ્બતી ક્લિનીકની બહાર લોકો દ્વારા કોરોના વાયરસથી બચવા માટે હર્બલ પારંપરિત તિબ્બતી દવા લેવામાં આવે છે.
ધર્મશાળામાં બનાવાય છે કોરોનાથી બચવાની ગોળી
તિબ્બતી ક્લિનીકમાં મળે છે આ દેશી દવાની ગોળી
કાળા કાપડમાં બાંધીને પહેરાય છે ગોળી
કોરોનાથી બચવા તૈયાર કરાઈ દેશી દવાની ગોળી
કોરોના વાયરસથી બચવાની દવા લેવા માટે વહેલી સવારથી ક્લિનિકની બહાર લોકોની લાઈન લાગતી જોવા મળે છે. આ દવાના શોધનાર ડૉક્ટર તેનજિન યેશીએ પ્રતિક્રિયા આપી છે કે, ચીનમાં કોરોનાએ કહેર મચાવ્યો છે. આ વાયરસ ખુબ જ ઝડપથી વિશ્વના અનેક દેશમાં ફેલાઈ રહ્યો છે. તિબ્બતી ક્લિનીકમાં લોકોને વાયરસ ન ફેલાય તે માટે દેશી દવાની એક ગોળી આપવામાં આવે છે.
ગોળીને ગળવાની નથી પણ ગળામાં પહેરવાની છે
આ દવા તિબ્બતી ક્લિનિકમાં સરળતાથી મળી રહે છે.. આ દવાની ગોળીને ખાવાની જરૂર નથી. આ દવાની ગોળીને માત્ર ગળામાં દોરી સાથે બાંધીને પહેરવામાં આવે છે. એક કાળા કાપડમાં પાંચ અલગ અલગ દોરા દ્વારા એક ગોળી બનાવવામાં આવે છે. ત્યાર બાદ આ ગોળીને કાળા દોરામાં બંધ કરવામાં આવે છે. આ ગોળીની મદદથી લોકોને કોરોના વાયરસથી બચવામાં મદદ મળે છે.