બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A cyclone will arise in the Arabian Sea! Ambalal Patel predicted thunderstorms and tornadoes

હવામાન અપડેટ / અરબ સાગરમાં ઊભું થશે ચક્રવાત! અંબાલાલ પટેલે કરી આંધી અને વંટોળની આગાહી, જુઓ કયા વિસ્તારો માટે ઍલર્ટ

Priyakant

Last Updated: 03:35 PM, 11 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ambalal Patel Forecast News: અંબાલાલ પટેલની આગાહી મુજબ 12મેથી રાજ્યમાં 44 ડિગ્રી સુધી તાપમાન પહોચશે, આ તારીખથી રાજ્યમાં ફરી એકવાર પડશે વરસાદ

  • હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વધુ એક મોટી આગાહી
  • 12 મે થી રાજ્યમાં ગરમીમાં વધારો થશે, 44 ડિગ્રી સુધી તાપમાન પહોચશે
  • 15 મેથી આંધી અને વંટોળનુ પ્રમાણ વધશે
  • કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્યગુજરાતમાં આંધી, વંટોળ જોવા મળશે
  • 22 થી 24 મે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ થશે

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વધુ એક મોટી આગાહી સામે આવી છે. વાત જાણે એમ છે કે, અંબાલાલ પટેલે કહ્યું છે કે, રાજ્યમાં હજુ પણ ગરમીનો પ્રકોપ વધશે. અંબાલાલ પટેલની આગાહી મુજબ 12મેથી રાજ્યમાં 44 ડિગ્રી સુધી તાપમાન પહોચશે. આ સાથે તેમણે કહ્યું કે, આજથી આંધી અને વંટોળનુ પ્રમાણ વધશે. મહત્વનું છે કે, હવામાન વિભાગે પણ રાજ્યમાં ગરમીની સાથે હીટવેવની આગાહી કરી છે. 

રાજ્યમાં કમોસમી માવઠા બાદ હવે ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, 12 મેથી રાજ્યમાં ગરમીમાં વધારો થશે. આ સાથે તેમણે કહ્યું કે, ગુજરાતના કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્યગુજરાતમાં આંધી-વંટોળ જોવા મળશે. આ સાથે 18 તારીખ સુધી ગુજરાતમાં ભારે ગરમી અનુભવાશે. 

ફરી કમોસમી વરસાદની આગાહી 
ગુજરાતમાં આ વર્ષે ઉનાળામાં પણ સતત માવઠું પડતાં ખેડૂતોને નુકશાન થયું હતું. આ તરફ હવે અંગ દઝાડતી ગરમી વચ્ચે ફરી એકવાર અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ 22 થી 24 મે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ થશે. આ સાથે 28 મે થી 10 જૂન અરબ સાગરમાં ચક્રાવાત ઉભુ થશે તેવું ઉમેર્યું હતું. અંબાલાલ પટેલે કહ્યું કે, ગુજરાતમાં શરૂઆતનુ ચોમાસુ સારુ રહેશે.

રાજ્યના અનેક શહેરમાં ગરમીનો પારો વધી રહ્યો છે. અમદાવાદમાં પણ 3 દિવસ ઓરેન્જ એલર્ટની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 11 અને 12 મેના રોજ શહેરમાં ત્વચાને દઝાડતી ગરમીનો પ્રકોપ વધીને 43 ડિગ્રીએ પહોંચવાનો છે. અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવતા સોલા સિવિલ હોસ્પિટલ ખાતે હિટ સ્ટ્રોક વોર્ડ બનાવવામાં આવ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ