બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A cow's life was saved due to the courage of a farmer in Gir Somnath

હિંમતને દાદ / VIDEO: ગાયને બચાવવા માટે સિંહણની સામે થઈ ગયો ગીરનો ખેડૂત, વીડિયો જોઈને રૂંવાડા ઊભા થઈ જશે

Malay

Last Updated: 12:39 PM, 1 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gir Somnath News: ગીર સોમનાથ જિલ્લાના આલીદર ગામમાં સિંહણ ગાયનો શિકાર કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ ખેડૂતની હિંમતના કારણે સિંહણના પ્લાન પર પાણી ફરી વળે છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

 

  • સિંહણ ગાયનો શિકાર કરવાનો કરે છે પ્રયાસ
  • ખેડૂતની હિંમતના કારણે સિંહણનો પ્લાન નિષ્ફળ
  • વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ

અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં મોટી સંખ્યામાં સિંહ વસવાટ કરી રહ્યા છે. ત્યારે સિંહોની રહેણાંક વિસ્તારમાં અવરજવરના બનાવોમાં પણ વધારો થયો છે. જેના વીડિયો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રહે છે. ત્યારે હાલ વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં એક સિંહણ ગાયનો શિકાર કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ ખેડૂતની હિંમતના કારણે સિંહણના પ્લાન પર પાણી ફરી વળે છે. જેથી લોકો ખેડૂતની હિંમતના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. આ વીડિયો ગીર સોમનાથ જિલ્લાના આલીદર ગામનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

ખેડૂતની હિંમતના કારણે બચ્યો ગાયનો જીવ
વીડિયોમાં જોઈ શકાય છે કે, ગાય પર હુમલો કર્યા બાદ સિંહણે ગાયને પકડી લીધી છે. આ વીડિયોમાં ગાય સિંહણથી બચાવાનો પ્રયાસ કરતી જોવા મળી રહી છે. આ દરમિયાન ખેડૂત અહીં દોડી આવે છે અને સિંહણને ભગાડવા માટે બૂમો પાડે છે. આ દરમિયાન ખેડૂતના હાથમાં પથ્થર ઉપાડતાની સાથે જ સિંહણ ગાયને છોડીને નાસી છૂટે છે. ખેડૂતની હિંમતના કારણે ગાયનો જીવ બચી જાય છે. આ વીડિયોને કોઈ સ્થાનિકો દ્વારા કારમાંથી શૂટ કરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે.   

ખેડૂતની બહાદુરીના ચારેકોર થઈ રહ્યા છે વખાણ
આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં લોકો ખેડૂતની બહાદુરીના વખાણ કરી રહ્યા છે. લોકો વીડિયો પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું 'આ ખેડૂતોની શક્તિ છે'. તો અન્ય એક યુઝરે લખ્યું 'શેર હૈ ભારત કે કિસાન'. તો એક યુઝરે લખ્યું, 'ભગવાન લાંબી ઉંમર દે. જય  મહાવીર'.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ