બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / A couple travelled more than 116 countries made Guinness World Record

કેવું પડે બાકી / OMG! વિશ્વાસ નહીં આવે, એક કપલ કાર લઈને ફર્યું 100થી વધુ દેશ, બનાવ્યો અનોખો વર્લ્ડ રેકોર્ડ, સ્ટોરી રસપ્રદ

Vaidehi

Last Updated: 07:56 PM, 24 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ કપલ કારથી 116 દેશો ફરી આવ્યાં! ગિનીઝ વર્લ્ડમાં રેકોર્ડ બનાવ્યાં બાદ કપલે યાત્રાની તમામ માહિતી આપી.

  • કારમાં આ કપલ ફરી આવ્યું 116 દેશ
  • ગિનીઝ વર્લ્ડમાં બનાવ્યો નવો રેકોર્ડ
  • 1999ની સાલમાં શરૂ કરી હતી યાત્રા

દુનિયામાં એવા અનેક લોકો હોય છે જે ફરવાનાં શોખીન હોય છે. વિકેન્ડ હોય કે વેકેશન, લોકો ફરવા માટે નીકળી પડતાં હોય છે. એવા જ એક કપલે હાલમાં એક ચોંકાવનારો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ કપલે કારમાં 100થી વધારે દેશોનો પ્રવાસ કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે.

116 દેશો ફરી આવ્યાં
આ કપલનું નામ છે જેમ્સ રોજર્સ અને પેઈજ પાર્ક. આ બંને પતિ-પત્ની છે અને 40-50 નહીં પરંતુ 116 દેશો ફરી આવ્યાં છે. વધુ ચોંકાવનારી વાત તો એ છે કે 116 દેશો ફરવા માટે આ કપલે કારનો ઉપયોગ કર્યો હતો. આ ઉપલબ્ધિ બદલ તેમનું નામ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઈ ગયું છે. તેમણે પોતાની આ વર્લ્ડ ટૂર વર્ષો પહેલાં શરૂ કરી હતી.

આઈસલેંડથી શરૂ કરી યાત્રા
ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ અનુસાર તેમણે પોતાની યાત્રાની શરૂઆત 1 જાન્યુઆરી 1999નાં આઈસલેંડથી કરી હતી. ત્યારે તેમની પાસે એક કાર હતી જે મર્સિડીઝ બેંઝ જેવી દેખાતી હતી. હરવા-ફરવાનાં શોખીન આ કપલને અચાનક એક દિવસ વિચાર આવ્યો કે કારથી દુનિયા ફરવી જોઈએ અને આ કપલ નિકળી પડ્યું પોતાની યાત્રા પર!

guinness world records

બાઈકથી પણ ફર્યાં છે
આ પતિ-પત્નિએ દુનિયાનાં ખૂણે-ખૂણાં જોયાં છે. જેમ્સ કહે છે કે તેમણે રેકોર્ડ બનાવવા માટે આ યાત્રા શરૂ નહોતી કરી. ફરવાનાં શોખીન જેમ્સે પહેલાં પણ દુનિયાનાં દેશો બાઈકથી ફર્યાં હતાં પરંતુ આ વખતે તેમને પત્ની સાથે મોકો મળ્યો હતો. જેમ્સે જણાવ્યું કે તેઓ પોતાની યાત્રા દરમિયાન અનેક યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં પણ ગયાં, બર્ફીલા તૂફાનોનો પણ સામનો કર્યો અને જર્જરિત થઈ ગયેલા રસ્તાઓનો પણ અનુભવ લીધો.

3 વર્ષથી સતત યાત્રા કરી
ચોંકાવનારી વાત એ છે કે આ કપલે 3 વર્ષ સુધી બ્રેક લીધાં વિના યાત્રા કરી હતી. આ વિશ્વભ્રમણમાં કપલનાં લાખો રૂપિયા ખર્ચ થયાં હશે પરંતુ જેમ્સને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તેમને નથી ખબર કે તેમણે કેટલા પૈસા ખર્ચ કર્યાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ