બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / A couple from Ahmedabad was freed from Iran with the help of RAW, IB and Interpol

BIG NEWS / RAW-IBએ ઓપરેશન ચલાવી પટેલ દંપતીને છોડાવ્યા, પાકિસ્તાની એજન્ટનું પણ કનેક્શન ખૂલ્યું: US જવાની લાલચમાં થયા હતા કીડનેપ

Malay

Last Updated: 05:17 PM, 21 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: RAW, IB અને ઈન્ટરપોલની મદદથી ઈરાનથી અમદાવાદના દંપતીને મુક્ત કરાવવામાં આવ્યું છે. તો ક્રાઈમ બ્રાન્ચે દંપતીને વિદેશ મોકલનારા એજન્ટની પણ ધરપકડ કરી લીધી છે.

 

  • અમદાવાદના દંપતીને બંધક બનાવવા મામલે કાર્યવાહી
  • ગુજરાત પોલીસે બંધક દંપતીને મુક્ત કરાવ્યું
  • પાકિસ્તાની એજન્ટે તહેરાનની હોટેલમાં બનાવ્યા હતા બંધક 

ઈરાનમાં અમદાવાદના દંપતીને બંધક બનાવવા મામલે એક મોટા અપડેટ આવ્યા છે. ઈરાનમાં અપહરણ કરાયેલા ગુજરાતી દંપતીને RAW, IB અને ઈન્ટરપોલની મદદ મુક્ત કરાવવામાં ગુજરાત સરકારને અભૂતપૂર્વ સફળતા મળી છે. દંપતીના અપહરણના સમાચાર મળ્યા બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઈરાન ખાતેના ભારતીય દૂતાવાસનો સંપર્ક કર્યો હતો. સાથે જ તેમણે  RAW, IB અને ઈન્ટરપોલ પાસે પણ મદદ માંગી હતી. જે બાદ અપહરણકર્તાની ચુંગાલમાંથી દંપતીને મુક્ત કરાવ્યું હતું.

પરિવારજનોએ ક્રાઈમ બ્રાન્ચ અને હર્ષ સંઘવીનો માન્યો આભાર
જે બાદ પીડિતના પરિવારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓનો આભાર માન્યો છે. મહત્વનું છે કે, પાકિસ્તાની એજન્ટે તહેરાનની હોટલમાં અમદાવાદના દંપતીને બંધક બનાવ્યું હતું. બંધક બનાવી એજન્ટે દંપતી પર અત્યાચાર કર્યો હતો. અત્યાચારનો વીડિયો સામે આવ્યા બાદ દંપતીને મુક્ત કરાવાયું છે.

એજન્ટની પણ ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પંકજ પટેલ અને નીશા પટેલને વિદેશ મોકલનારા એજન્ટની ધરપકડ કરી છે. એજન્ટની ધરપકડ બાદ તેની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પૂછપરછમાં સામે આવ્યું છે કે, નવા નરોડા ખાતે રહેતા સંકેત પટેલના ભાઈ-ભાભીએ ગાંધીનગર સરગાસણ ખાતેના એક એજન્ટ દ્વારા 1.15 કરોડમાં અમેરિકા જવાનું નક્કી કર્યું હતું. ગાંધીનગરના એજન્ટે હૈદરાબાદના એજન્ટને દંપતીને અમેરિકા મોકલવાનું કામ સોંપ્યું હતું. તેમને પહેલા હૈદરાબાદ લઈ જવામાં આવ્યાં હતાં. ત્યાંથી બીજો એજન્ટ તેમને વાયા દુબઈ, ઈરાન થઈને અમેરિકા મોકલશે એવી ડીલ થઈ હતી. જોકે, અમેરિકા જવાના બદલે ઈરાનમાં તેમનું અપહરણ થયું હતું. પાકિસ્તાની એજન્ટે તહેરાનની હોટલમાં દંપતીને બંધક બનાવ્યું હતું. બંધક બનાવી એજન્ટે દંપતી પર અત્યાચાર કર્યો હતો. જે બાદ ત્યાંથી યુવકનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેની પીઠ પર કિડનેપર્સે બ્લેડના અસંખ્ય ઘા ઝીંકીને રૂપિયા માંગ્યા હતા.

 

શું છે સમગ્ર મામલો?
સાત સમંદર પાર વસવાટ કરી ડોલરમાં રૂપિયા કમાવવાના ઓરતા મોટાભાગના યુવાનોને જાગ્યા છે ત્યારે વિદેશ પહોંચવાના નામે કેટલીકવાર છેતરપિંડીનો ભોગ પણ બનવું પડતું હોય છે. તો કેટલીકવાર વિદેશ જવાનો મોહ કે લાલચ મૃત્યુ તરફ દોરી જાય છે. તાજેતરમાં જ વિદેશ જવાની ઘેલછામાં મહેસાણાના ડિંગુચા ગામનો પરિવાર મૃત્યુને ભેટ્યો હતો. ત્યારે અમદાવાદના દંપતી સાથે રુંવાડા ઉભા કરી દે તેવો બનાવ બન્યો હતો. અમેરિકા જવાના મોહમાં અમદાવાદના દંપતીનું ઈરાનમાં કિડનેપ થયું હતું. 

એજન્ટે દંપતીને USA મોકલવાને બદલે ઈરાન મોકલી દીધું હતું. જે બાદ ત્યાંથી યુવકનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેની પીઠ પર કિડનેપર્સે બ્લેડના અસંખ્ય ઘા ઝીંકીને રૂપિયા માંગ્યા હતા. વીડિયોમાં યુવક લોહીથી લથપથ હાલતમાં જોવા મળી રહ્યો હતો.આ મામલે અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી. પોલીસે અરજીના આધારે તપાસ શરૂ કરી હતી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ