બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / A complaint was registered against AAP state president Isudan Gadhvi over a controversial tweet

કાર્યવાહી / PMના નાણાંકીય ખર્ચ મુદ્દે ટ્વિટ કરવું ઇસુદાન ગઢવીને પડ્યું ભારે, ફરિયાદ દાખલ, સંઘવીએ કહ્યું 'ગુમરાહ કરવા...'

Malay

Last Updated: 01:02 PM, 1 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Complaint against Isudan Gadhvi: PM મોદીના નાણાંકીય ખર્ચ મામલે વિવાદાસ્પદ ટ્વિટને લઈને AAP પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી સામે સાયબર ક્રાઇમે ફરિયાદ નોંધી છે.

 

  • AAP પ્રદેશ પ્રમુખ સામે ફરિયાદ
  • વિવાદાસ્પદ ટ્વિટને લઈને ફરિયાદ નોંધાઈ
  • સાયબર ક્રાઇમે તપાસ હાથ ધરી

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી સામે વિવાદસ્પદ ટ્વિટને લઈને ફરિયાદ નોંધાઈ છે. ટ્વિટ પર જુઠ્ઠાણું ફેલાવવા મુદ્દે એક નાગરિકની ફરિયાદના આધારે ઇસુદાન ગઢવી સામે સાયબર ક્રાઈમે FIR નોંધીને તપાસ હાથ ધરી છે. મન કી બાત કાર્યક્રમના ખર્ચ મુદ્દે નાગરિકોને ગેરમાર્ગે દોરવાનો ફરિયાદમાં આરોપ છે.

ગુમરાહ કરવાની અરજીમાં તપાસ થઈ રહી છે: હર્ષ સંઘવી
AAP નેતા ઈસુદાન ગઢવી વિરુદ્ધ થયેલી ફરિયાદ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે, સામાન્ય રીતે ગુજરાતના  650 પોલીસ સ્ટેશનો છે. નાગારિકો જ્યારે લાગતું હોય કે કંઈક ખોટું થઈ રહ્યું છે, ત્યારે અરજી કરવાની છૂટ હોય છે. તે અરજીને ધ્યાને રાખીને જે કંઈ  ગુના બનતા હોય તેના ઉપર કામગીરી થતી હોય છે. આ એમાંની એક પ્રકારની કાર્યવાહી છે.  તેમણે જણાવ્યું કે, લોકોનેન ગુમરાહ કરવાની અરજીમાં તપાસ થઈ રહી છે. પહેલા બોલી પછી ડિલીટ કરવુંએ AAPનો સ્વભાવ છે.

હર્ષ સંઘવી (ગૃહમંત્રી, ગુજરાત)

 
શું છે સમગ્ર મામલો?
AAP પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ મન કી બાતના એક કાર્યક્રમમાં 8 કરોડ 3 લાખ ખર્ચ થતો હોવાનું ટ્વિટ કર્યુ હતું. બે દિવસ અગાઉ કરેલા આ ટ્વિટને ગઈકાલે ઇસુદાન ગઢવીના ટ્વિટર હેન્ડલ પરથી હટાવી દેવામાં આવ્યું હતું. 

ઇસુદાન ગઢવી (AAP ગુજરાત પ્રદેશ પ્રમુખ)

ઇસુદાન ગઢવીએ કર્યું હતું ટ્વિટ
આ ટ્વિટમાં તેમણે લખ્યું હતું કે, ''મન કી બાતનો એક દિવસનો ખર્ચ 8.3 કરોડ છે. બોલો! 100 એપિસોડના 830 કરોડ તો મન કી બાત કરવામાં આપણા ટેક્સના ફૂંકી માર્યા! હવે તો હદ થાય છે. ભાજપના કાર્યકરોએ જાગીને આ અંગે વિરોધ કરવાની જરૂર છે.”

PIB ફેક્ટ ચેકે દાવાની કરી હતી તપાસ
ઇસુદાન ગઢવી દ્વારા કરવામાં આવેલા ટ્વિટ બાદ PIB ફેક્ટ ચેકે આ મામલે તપાસ કરી હતી. આ તપાસમાં દાવો ભ્રામક સાબિત થયો હતો. આ મેસેજ વાયરલ થયા બાદ પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વિટ કરીને લખ્યું, આ દાવો ભ્રામક છે.  8.3 કરોડ રૂપિયાએ મન કી બાત માટે અત્યાર સુધીની જાહેરાતોનો કુલ આંકડો છે, એક એપિસોડ માટેનો નહીં.  

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ