બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A complaint was registered against 4 people for beating up a couple in Kada village of Mehsana

મહેસાણા / એકબીજાના ખભે હાથ મૂકી ઊભું હતું કપલ, 'અમારા ગામમાં આવું નથી ચાલતું' કહીને માર્યો માર, કપડાં ફાડ્યા-ચેન ખોવાઈ

Malay

Last Updated: 02:07 PM, 11 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહેસાણાના કડા ગામે એક બીજાના ખભે હાથ મૂકીને ઉભેલા દંપતીને માર મારવામાં આવતા 4 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. હાલ વિસનગર તાલુકા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

  • વિસનગરના કડામાં દંપતીને મારવામાં આવ્યો માર
  • એક બીજાના ખંભે હાથ રાખવાથી માર્યો માર
  • માર મારવાના કેસમાં 4 લોકો વિરુદ્ધ ફરિયાદ

મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કડા ગામમાં દંપતીને માર મારવાની ઘટના સામે આવી છે. જેમાં યુવકના માથામાં 3 ટાંકા આવ્યા છે. આ મારા મારવાના કેસમાં 4 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. 

દંપતીને માર્યો માર
મળતી માહિતી અનુસાર, વિસનગરના કડા ગામમાં દંપતી એક બીજાના ખંભે હાથ મુકીને ઉભેલા હતા. આ દરમિયાન 4 જેટલા શખ્સો ત્યાં આવ્યા હતા અને અમારા ગામમાં આવી રીતે કેમ ઉભા છો એવું કહીને માર માર્યો હતો. આ ચારેયે યુવકને લાકડી-ધોકા વડે માર માર્યો હતો, જ્યારે યુવતીને પણ આ ચારેયે માર માર્યો હતો. એક શખ્સે યુવતીનું ટી-શર્ટ પકડીને કોલર ખેંચતા કપડા ફાટી ગયા હતા. 

યુવકના માથામાં આવ્યા 3 ટાંકા 
જે બાદ દંપતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં યુવકને માથામાં 3 ટાંકા આવ્યા હતા. આ મારામારીની ઘટનામાં યુવતીની સોનાની ચેન ખોવાઈ હતી. હાલ દંપતીએ આ મામલે કડા ગામના 4 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. વિસનગર તાલુકા પોલીસે ચાવડા કુણાલસિંહ, ચાવડા સંદીપસિંહ સહિત 4 લોકો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ