બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / A complaint was lodged against a man in Palanpur for stealing jewelery worth Rs 45 crore from a hospital that shocked even the police.

ગજબ થયો / પાલનપુરમાં હોસ્પિટલમાંથી 45 કરોડના આભૂષણની ચોરી મામલે એવા વ્યક્તિઓ વિરૂદ્ધ ફરિયાદ થઇ કે પોલીસ પણ ચોંકી ગઇ

Mehul

Last Updated: 05:03 PM, 31 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાલનપૂરની લીલાવતી હોસ્પિટલનાં લોકરમાંથી 45 કરોડની કિમતના આભૂષણો ચોરાયાની ઘટના સામે આવતા જ હાહાકાર. મુંબઈ-વિદેશમાં રહેતા ઉદ્યોગપતિઓ સહીત 14 સામે ફરિયાદ

  • પાલનપૂરમાં 45 કરોડના જર-ઝવેરાતની ચોરી 
  • હોસ્પીટલના લોકરમાંથી તફડાવી ગયાની  ફરિયાદ 
  • મુંબઈ-વિદેશમાં રહેતા 14 ઉઘોગપતિઓ સામે ફરિયાદ 

 

બનાસકાંઠાના પાલનપૂરમાં કરોડો રૂપિયાના આભૂષણો ચોરાઈ જવાની ફરિયાદ થતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.પોલીસે જાણીતા ઉદ્યોગપતિઓ સામે ફરિયાદ નોંધતા પણ ચકચાર મચી ગઈ છે. સ્થાનિક એવી લીલાવતી હોસ્પિટલનાં લોકરમાંથી આ કરોડો રૂપિયાની કિમતના આભૂષણ ચોરાયા છે.

45 કરોડના આભૂષણ 

ઘટનાની વિગત પ્રમાણે.અહીની  લીલાવતી હોસ્પીટલના લોકરમાં રહેલા કીમતી આભૂષણોની ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. અને ઘરેણા  પણ બેશકીમતી. કઈ-લાખ,પાંચ લાખની મતા નહિ  પણ  પૂરા 45 કરોડની કિમતના આભૂષણો ચોરાયાની ઘટના સામે આવતા જ હાહાકાર મચી જવા પામ્યો છે. ફરિયાદ પ્રમાણે લીલાવતી હોસ્પીટલનું રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું એ દરમિયાન લોકરમાંથી 45 કરોડના કીમતી આભૂષણોની ચોરી અંગે પ્રશાંત મહેતાએ ફરિયાદ નોંધાવી છે. પાલનપુર પોલીસે 14 લોકો સામે ગુનો  નોંધ્યો છે.જે 14 જણાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે તેઓ જાણીતા ઉદ્યોગપતિ છે અને કેટલાક મુંબઈ અને વિદેશમાં સ્થાયી છે.

ફરિયાદ હાઈકોર્ટમાં-પત્રકાર પરિષદ બોલાવી 

પાલનપૂરના મણીભુવનમાં પારિવારિક વારસાઈના ટ્રસ્ટના 45 કરોડ રૂપિયાના હીરા ઝવેરાતની કથિત ચોરી બની બેઠેલા ટ્રસ્ટીઓએ કરી હોવાથી તેમની સામે ફરિયાદ નોંધવા બનાસકાંઠા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જોકે, પોલીસ ફરિયાદ ન નોંધતી હોવાની ફરિયાદ હાઈકોર્ટના દ્વારે પહોંચી હતી. જેની સુનાવણી હજી પેન્ડિંગ છે. આ દરમિયાન ટ્રસ્ટી પ્રશાંત મહેતાએ  એક પત્રકાર પરિષદમાં રહ્સ્યોધાટન કર્યું હતું 

સેફ ડીપોઝીટ વોલ્ટ તોડીને લઇ ગયા 

પ્રશાંત મહેતાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, પાલનપૂરના મણીભુવનના ભોંયરામાં સેફ વોલ્ટના ટ્રસ્ટના અંદાજિત રૂપિયા 45 કરોડના ઝવેરાત મૂકવામાં આવ્યા હતા. આ સેફની ચાવી કસ્ટોડિયન તરીકે તેમના પિતા પાસે હતી. દરમિયાન તેમના જ સગા તથા અન્ય ટ્રસ્ટી એવા કેટલાક લોકોએ  રિનોવેશનના નામે સેફ વોલ્ટ તોડીને તમામ ઝવેરાત મુંબઈ લઈ ગયા હતા. આ અંગે પોતાને,અંદાજે સવા મહિના પહેલા  જાણ થતા ખુદ પાલનપૂર પહોચી ગયા હતા. અહીં પહોચીને તેમણે હોસ્પિટલના કર્મચારીઓ સાથે વાત ચિત કરી વિગત જાણવા પ્રયાસ કર્યા બાદ પોલીસનો સંપર્ક કર્યો હતો.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ