બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / A complaint of embezzlement was registered at Atmiya University in Rajkot

વિવાદ / રાજકોટમાં ભૂતિયા ખાતા ખોલાવી 33 કરોડની ઉચાપત, ત્યાગવલ્લભદાસ સ્વામી સહિત 3 લોકો સામે ફરિયાદ, જાણો વિગત

Dinesh

Last Updated: 09:50 PM, 10 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં આત્મીય યુનિવર્સિટીમાં ઉચાપત મામલે ડમી કંપની ઉભી કરીને કરોડો રૂપિયાની હેરાફેરી કરી હોવાની ત્યાગવલ્લભદાસ સ્વામી સહિત કુલ 4 લોકો સામે ફરિયાદથી ચકચાર મચી પામી છે.

  • આત્મીય યુનિવર્સિટીમાં ઉચાપતની ફરિયાદ 
  • પવિત્ર જાનીએ ચાર લોકો સામે નોંધાવી ફરિયાદ
  • ત્યાગવલ્લભદાસ સ્વામી સહિત 3 લોકો સામે આક્ષેપ


રાજકોટમાં આત્મીય યુનિવર્સિટીમાં ઉચાપતની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટના બાદ રાજકોટ શહેરમાં ચકચાર મચી પામી છે. કુલ 33 કરોડની ઉચાપત મામલે આણંદની પવિત્ર જાનીએ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પવિત્ર જાનીએ કુલ ચાર લોકો ત્યાગવલ્લભદાસ સ્વામી, ધર્મેશ જીવાણી, વૈશાખી જીવાણી અને નિલેશ મકવાણા સામે ફરિયાદ નોંધાવી છે. આ તમામ લોકો પર સર્વોદય કેળવણી મંડળ ટ્રસ્ટની સંસ્થામાં કુલ 33 કરોડના ઉચાપતનો આક્ષેપ છે.

ભૂતિયા ખાતા ખોલાવી રકમ ટ્રાન્સફર કર્યાનો દાવો
સર્વોદય કેળવણી ટ્રસ્ટ હેઠળ આત્મીય યુનિવર્સિટી ચલાવવામાં આવે છે.. હરિધામ સોખડાના સ્વામી હરિપ્રસાદ દાસજીના નિધન બાદ કૃત્ય થયાનો આક્ષેપ પવિત્ર જાનીએ લગાવ્યા છે. બેન્કમાં કર્મચારીઓના ભૂતિયા ખાતા ખોલાવી રકમ ટ્રાન્સફર કર્યાના આરોપસર ફરિયાદ દાખલ કરાઈ તો ત્યાગવલ્લભ સ્વામીએ આ વાતને ખોટી ગણાવી છે.

પોલીસે ફરિયાદી નોંધી તપાસ શરૂ કરી
ડમી કંપની ઉભી કરીને કરોડો રૂપિયાની હેરાફેરી અંગે હાલ ત્યાગવલ્લભદાસ સ્વામી સહિત કુલ 4 લોકો સામે ફરિયાદથી ચકચાર મચી પામી છે. ત્યારે ફરિયાદી પવિત્ર જાની પણ આ સંસ્થામાં જ કાર્યરત હતી. ફરિયાદી પવિત્ર જાનીએ હરિપ્રસાદ સ્વામીના તાબામાં સંન્યાસ લીધો હતો. ફરિયાદી 28 વર્ષ સુધી હરિપ્રસાદ સ્વામીના પર્સનલ આસિસ્ટન્ટ તરીકે રહ્યા હતા પરંતુ હાલ પોલીસે ફરિયાદી નોંધી તપાસ શરૂ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ