બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ગુજરાત / A case of simultaneous raids in state prisons

ગાંધીનગર / જેલ વ્યવસ્થા અને નિયમોમાં ચૂક દાખવનારા અધિકારીઓનું આવી બન્યું, ગૃહ વિભાગને સોંપાયો રિપોર્ટ, ગમે તે ઘડીએ છૂટશે એક્શન ઓર્ડર

Dinesh

Last Updated: 07:01 PM, 11 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યની 17 જેલમાં હાથ ધરવામાં આવેલા મેગા સર્ચ ઓપરેશન મામલે ગંભીર બાબતોનો સમગ્રલક્ષી રિપોર્ટ ગૃહ વિભાગને સોંપાયો છે

  • રાજ્યની જેલોમાં એક સાથે કરાયેલા દરોડાનો મામલો
  • રેડ દરમિયાન ધ્યાને આવેલ ગંભીર બાબતોનો રિપોર્ટ તૈયાર
  • ગંભીર બાબતોનો સમગ્રલક્ષી રિપોર્ટ ગૃહ વિભાગને સોંપાયો


રાજ્યમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ સચિવોની બેઠક બાદ અચાનક જ રાજ્યની સાબરમતી જેલ સહિત 17 જેલમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. એકા-એક રાજ્યની તમામ જેલમાં સાગમટે દરોડા પડ્યા હતા. મોડી સાંજે હાથ ધરવામાં આવેલ સર્ચ ઓપરેશન સવાર સુધી ચાલ્યું હતું. જેમાં 1700 કર્મચારીઓ જોડાયા હતા. રાજ્યની 17 જેલમાં પોલીસના સર્ચ ઓપરેશન અનેક જેલમાંથી અનેક પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી હતી. રેડ દરમિયાન ધ્યાને આવેલ ગંભીર બાબતોનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે

રેડ દરમિયાન નજરે પડેલી ખામીઓનો રિપોર્ટમા ઉલ્લેખ
રાજ્યની જેલોમાં એક સાથે કરાયેલા દરોડો દરમિયાન ધ્યાને આવેલ ગંભીર બાબતોનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. ગંભીર બાબતોનો સમગ્રલક્ષી રિપોર્ટ ગૃહ વિભાગને સોંપાયો છે. રેડ દરમિયાન નજરે પડેલી ખામીઓનો રિપોર્ટમા ઉલ્લેખ કરાયો છે તેમજ જેલ વ્યવસ્થા અને નિયમોમાં ચૂક દાખવનાર અધિકારિયો સામે તવાઈ થશે.  દરોડા દરમિયાન નજરે પડેલી ચૂક મુદ્દે જવાબદારો સામે થશે કાર્યવાહી કરાવામાં આવ્શે અને બદલીઓથી લઈને ખાતાકીય તપાસ સુધીના પગલાઓ લેવાની તૈયારી છે.

39 ઘાતક સમાન તેમજ 3 જગ્યાએ માદક પદાર્થો પણ મળી આવ્યા હતા
રાજ્યની 17 જેલમાં પોલીસના સર્ચ ઓપરેશન દરમિયાન 16 મોબાઇલ, 10 ઈલેકટ્રીક ચીજવસ્તુ મળી આવી હતી તેમજ 39 ઘાતક સમાન તેમજ 3 જગ્યાએ માદક પદાર્થો પણ મળી આવ્યાની વિગતો મળી હતી. રાજ્યની 17 જેલોમાં 1700 જેટલા પોલીસ જવાનો તપાસમાં જોડાયા હતાં. જેલોમાં કરેલ મેગા સર્ચ ઓપરેશન રાતભર ચાલ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, સર્ચ ઓપરેશન CMએ CM ડેશબોર્ડ ખાતેથી નિરીક્ષણ કર્યું હતું તેમજ ત્રિનેત્ર ખાતેથી ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા લાઈવ મોનીટરીંગ કરાયું હતું. તપાસ દરમિયાન સુરતની જેલમાં બબાલ થઈ હતી. પોલીસની રેડમાં વિલંબ થાય એટલા માટે સુરતની જેલમાં કેદીઓએ આગ લગાવી હોવાની પણ વિગતો પાપ્ત થઈ હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ