બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / A case of Cruelty with two children in Siddharthnagar Uttar Pradesh

ઉત્તર પ્રદેશ / સિદ્ધાર્થનગરમાં માસુમો સાથે પિશાચી કૃત્ય: ચોરીના શકમાં પ્રાઈવેટ પાર્ટમાં નાખ્યું મરચું, પેશાબ પીવડાવ્યો, પછી લગાવ્યું પેટ્રોલનું ઈંજેક્શન

Kishor

Last Updated: 06:24 PM, 6 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગરમાં બે બાળકો સાથે હૈયું હચમચાવી નાખે તેવી ક્રૂરતા કરવામાં આવતા હાહાકાર મચી ગયો છે.

  • ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગરમાં ચોંકાવનારો કિસ્સો
  • બે બાળકો સાથે ક્રૂરતા કરતા ચકચાર
  • બાળકના પ્રાઇવેટ પાર્ટમા મરચું નાખ્યું હતું

ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગરમાં બે બાળકો સાથે અત્યાચારનો હચમચાવી નાખતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પાથરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એક ચિકન ફાર્મમાં બે બાળકો ઘુસ્યા હતા.આ અંગે જાણ થતા સ્થાનિકોએ બાળકોને પકડી પાડયા હતા. બાદમાં સજાના ભાગરૂપે બાળકો સાથે ક્રૂરતા કરવામાં આવી હતી.

બાળકના પ્રાઇવેટ પાર્ટમા મરચું નાખ્યું હતું

જાણવા મળી રહ્યું છે કે બાળકોને કથિત રીતે પેટ્રોલનું ઈંજેક્શન અપાયા બાદ પેશાબ પણ પીવડાવવામાં આવ્યો હતો. આટલું ઓછું હોય તેમ નિર્દય શખ્સોએ બાળકના પ્રાઇવેટ પાર્ટમા મરચું નાખ્યું હતું. જે અંગેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ક્રૂરતાનો મામલો બહાર આવતા સનસનાટી મચી જવા પામી છે. બીજી બાજુ પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને 6 લોકોની અટકાયત કરી હાલ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

બાળકોને ચા પીવડાવવાના બહાને દુકાને બોલાવ્યા

સમગ્ર મામલે સ્થાનિક લોકોએ એવું જણાવ્યું હતું કે ચિકન ફાર્મમાંથી 2000 રૂપિયાની ચોરી થઈ હતી. બાદમાં શંકાને પગલે બે માનસિક રીતે નબળા બાળકોને ચા પીવડાવવાના બહાને દુકાને બોલાવ્યા હતા. જ્યા પૂછપરછ બાદ દુકાનમાં અન્ય સાથીદારેએ આ રુહકાંપ ઘટનાને અંજામ આપ્યો હતો. બાદમાં આઠ લોકોએ એક બોટલમાં પેશાબ કરી બાળકોને બળજબરી પીવડાવ્યું હતું. બાળકોના હાથ પગ બાંધી શરીરમાં પેટ્રોલના ઈંજેક્શન ઝીંક્યા હતા. તો કપડા ઉતાર્યા બાદ મરચાની કટકી પ્રાઈવેટ પાર્ટમાં ભરી દેવામાં આવી હતી. જેને લઈને હાહાકાર મચી ગયો છે.

બાળકોના માતા પિતાની ફરિયાદને આધારે પોલીસે ઉમેદ, મોહમ્મદ આકીબ, અબ્દુલ સઈદ, રફીઉલ્લાહ, શેરાલી અને દીપકની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે મુખ્ય આરોપી સઈદ અને શાપુ હજુ ફરાર છે. આરોપીઓ વિરુદ્ધ દુષ્કર્મ, પોક્સો અને અન્ય કલમો હેઠળ કેસ નોંધ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ