બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / A case of complaint of violation of declaration by forming illegal association in Mansa

અમદાવાદ / ગોપાલ ઈટાલિયાને મોટો ઝટકો: ગેરકાયદે મંડળી કેસમાં ફરિયાદ રદ્દ કરવા ગુજ. હાઈકોર્ટની મનાઈ, મામલતદાર છે ફરિયાદી

Dinesh

Last Updated: 09:29 PM, 18 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગોપાલ ઈટાલિયા સામે માણસામાં ગેરકાયદેસર મંડળી રચી જાહેરનામા ભંગની ફરિયાદનો મામલો, ઈટાલિયા સામેના કેસમાં મામલતદાર ફરિયાદી છે

  • માણસામાં ગેરકાયદેસર મંડળી રચી જાહેરનામા ભંગની ફરિયાદનો મામલો 
  • ગોપાલ ઈટાલિયાને વચગાળાની રાહત આપવાનો હાઈકોર્ટનો ઈન્કાર
  • ફરિયાદ રદ્દ કરવા મામલે ફરિયાદી પક્ષને સાંભળવા જરૂરી: HC


ગોપાલ ઈટાલિયા સામે માણસામાં ગેરકાયદેસર મંડળી રચી જાહેરનામા ભંગની ફરિયાદ મામલે કોર્ટે વચગાળાની રાહત આપવા મામલે ઈન્કાર કર્યો છે. હાઈકોર્ટે કહ્યું કે, ફરિયાદ રદ્દ કરવા મામલે ફરિયાદી પક્ષને સાંભળવા જરૂરી છે. આપને જણાવીએ કે, ગોપાલ ઈટાલિયાએ ફરિયાદ રદ્દ કરવા હાઈકોર્ટમાં અરજી કરી છે 

 
માણસા કેસમાં ફરિયાદ રદ્દ કરવા હાઈકોર્ટમાં અરજી
આપને જણાવીએ કે, ગોપાલા ઈટાલિયાએ માણસા કેસમાં ફરિયાદ રદ્દ કરવા હાઈકોર્ટમાં અરજી કરી છે. જે વચગાળાની રાહત આપવાનો હાઈકોર્ટનો ઈન્કાર કર્યો છે. ફરિયાદ રદ્દ કરવા મામલે ફરિયાદી પક્ષને સાંભળવા જરૂરી  તેવું HCએ તારણ નીકાળ્યું છે. આપને જણાવી દઈએ કે, આ કેસમાં ઈટાલિયા સામેના કેસમાં મામલતદાર ફરિયાદી છે.

અંગ્રેજીના બદલે ગુજરાતી ભાષામાં ગુજરાત હાઈકોર્ટની કાર્યવાહી કરવા PM મોદીને  પત્ર | Letter to PM Modi to conduct Gujarat <a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/high-court' title='High Court'>High Court</a> proceedings in  Gujarati language instead of English |

કોણ છે ગોપાલ ઇટાલિયા 
ગોપાલ ઈટાલિયા મૂળ ભાવનગરના ટીંબી ગામના છે. તેમનો જન્મ 1989માં 21 જુલાઈના રોજ બોટાદમાં થયો હતો. તેમણે LLB સુધીનો અભ્યાસ કરેલો છે. તેમણે 2012માં ગૃહખાતામાં પોલીસની નોકરી મેળવી હતી બાદમાં તે નોકરી છોડી મહેસુલ વિભાગમાં ક્લાર્કની નોકરી મેળવી હતી જો કે, બાદમાં તે પણ છોડી દીધી હતી. પાટીદાર અનામત આંદોલન દરમિયાન ગોપાલ ઈટાલિયા હાર્દિક પટેલના નજીકના માણસ ગણાતા હતા. 2017માં તેમણે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર જૂતું ફેંક્યું હતું. 2020માં ઈટાલિયાની અસલી રાજકીય કારકીર્દિની શરૂઆત થઈ હતી અને તેઓ આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ ઉપાધ્યક્ષ બન્યા ત્યારબાદ તેઓ પક્ષના પ્રદેશ પ્રમુખ બન્યા હતા. ત્યારબાદ તેઓ આમ આદમી પાર્ટીમાં જોઈન્ટ સેક્રટરી બન્યા છે. 

2015માં પાટીદાર આરક્ષણમાં મહત્વની ભૂમિકા
આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશના પૂર્વ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા ગુજરાતનાં પ્રભાવશાળી પાટીદાર સમુદાયથી આવે છે. ગોપાલ ઇટાલિયાએ 2015માં પાટીદાર આરક્ષણની માંગને લઇને આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. આ પહેલાં તેઓ સરકારી સેવામાં લિપિક હતાં અને 2017માં ગુજરાતનાં તત્કાલિન ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર બૂટ ફેકવાને લીધે ચર્ચામાં આવ્યાં હતાં, આ ઘટના બાદ તેમની નોકરી હાથમાંથી નિકળી ગઇ હતી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ