બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / A businessman allegedly killed his wife in Uttar Pradesh

કાર્યવાહી / ઈન્સ્ટાગ્રામ પર પત્નીનો 'લાખો' સાથે સંબંધ, પતિએ કારમાં બાળકો સામે ખૌફનાક રીતે મારી, મર્ડર બાદ 'શાંતિ' મળી"

Kishor

Last Updated: 12:48 AM, 15 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Uttar Pradesh murder case : ઉત્તર પ્રદેશમાં હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં બિઝનેસમેને તેમની પત્નીનું ગળું દબાવી કથિત રીતે મોતને ઘાટ ઉતારી દીધી હોવાનું સામે આવ્યું છે.

  • ઉત્તર પ્રદેશમાં પત્નીને મોતને ઘાટ ઉતારી દેતો પતિ
  • હત્યા પાછળ આડકતરી રીતે સોશિયલ મીડિયા જવાબદાર
  • પતિ પત્નીના ઝઘડાનો કરુણ અંત

ઉત્તર પ્રદેશમાં એક બિઝનેસમેને તેમની પત્નીને કથિત રીતે મોતને ઘાટ ઉતારી દીધી હોવાનું સામે આવ્યું છે. જેની પાછળ આડકતરી રીતે સોશિયલ મીડિયા જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. કારણ કે પત્નીને instagram પર ખૂબ ફોલોઅર્સ હતા અને પતિની ગેરહાજરીમાં પત્નીને મળવા આવતા હોવા સહિતની શંકા જતા પતિએ પત્નીનું ઢીમ ઢાળી દીધું હતું. 13 ઓગસ્ટ ના રોજ બને વાહનમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન ઝઘડો થઈ ગયો હતો. જોતજોતામાં માથાકૂટે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા પતિએ કથિત રીતે પત્નીનું ગળું દબાવી તેમને પરલોક પહોંચાડી દીધી હતી.કલાકો સુધી મૃતદેહને કારમાં બંધ રાખ્યો હતો. 

A businessman allegedly killed his wife in Uttar Pradesh

2008માં પ્રેમિકા મોનિકા સાથે લવ મેરેજ કર્યા હતા

આ દરમિયાન પુત્ર અને પુત્રી પણ કારમાં સાથે હોવાથી પોલીસ પેટ્રોલિંગમાં આવી ત્યારે પુત્ર અને પુત્રીએ પિતાની હરકત અંગે પોલીસને જણાવ્યું હતું. બાદમાં હત્યા પ્રકરણ ઉઘાડું પડતા પોલીસે આરોપીને દબોચી લઇ તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર આરોપી રાહુલ મિશ્રા ટૂર એન્ડ ટ્રાવેલ એજન્સીનો માલિક છે. જેને 2008માં પ્રેમિકા મોનિકા સાથે લવ મેરેજ કર્યા હતા. તેની પત્ની મોનિકા ગુપ્તા ગૃહિણી હતી. હાલ તેઓ 12 વર્ષની પુત્રી અને પાંચ વર્ષના પુત્ર સાથેલખનૌના પારા વિસ્તારમાં રહેતા હતા. હાલ પોલીસે આરોપી પતિને પકડી લીધો છે.

ઇન્સ્ટાગ્રામને કારણે વિવાદ
પોલીસના અનુમાન અનુસાર એવું લાગે છે કે મોનિકા ગુપ્તાના ઇન્સ્ટાગ્રામ પર મોટી સંખ્યામાં ફોલોઅર્સ હોવાને કારણે આરોપી પતિને શંકા હતી કે પત્નીના કેટલાક સોશિયલ મીડિયા ફોલોઅર્સ તેની ગેરહાજરીમાં પણ તેની મુલાકાત લેતા હતા. આ બાબતે બંને વચ્ચે ઘણી વખત દલીલો થતી હતી. બાદમાં કંકાસનો કરુણ અંત આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ