બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A bridge built at the cost of crores was washed away in Sabarkantha

સાબરકાંઠા / ભ્રષ્ટાચારની પોલ ખુલી..!, કરોડોના ખર્ચે બનેલો બ્રિજ ઉદ્ઘાટન પહેલાં જ ધોવાયો, તંત્ર કોર્ડન કરી સંતોષ માન્યો

Dinesh

Last Updated: 12:09 AM, 18 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાબરકાંઠા નેશનલ હાઇવે પર કરોડો રૂપિયાના ખર્ચે બનેલો બ્રિજ ધોવાતા અનેક સવાલો ઉઠી રહ્યા છે તેમજ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે

  • સાબરકાંઠામાં કરોડોના ખર્ચે બનેલો બ્રિજ ધોવાયો
  • બ્રિજ ધોવાઈ જતા સ્થાનિકોમાં રોષ 
  • વડાલીના હાથરવામાં દિવાલ ધરાશાયી


બિપરજોય વાવાઝોડાની આડમાં એક ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. તંત્ર અને બ્રિજ કોન્ટ્રાક્ટરની મિલીભગતને કારણે સાબરકાંઠા જિલ્લામાં ઉદ્ઘાટન પહેલાં એક બ્રિજ ધોવાયો છે. નેશનલ હાઇવે પર બનેલો આ બ્રિજ ધોવાતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલો બ્રિજ ધોવાઈ જતા સ્થાનિકોમાં રોષ છે. સાબરડેરી નજીક આવેલા આ બ્રિજનો એકભાગ સામાન્ય વરસાદમાં તૂટી પડતા તંત્ર દ્વારા કોર્ડન કરવામાં આવ્યું છે. 

ઠેર ઠેર પાણી ભરાયા
સાબરકાંઠાના હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘ તાંડવના દ્રશ્યો જોવા મળ્યા હતા. ધનપુરા, ખેડ, બોલોન્દ્ર, હિંમતપુર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જ્યારે હિંમતનગર, ઇડર, વડાલી, વિજયનગર, પોશીના તાલુકામાં પણ ભારે વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા હતા.

ભારે પવન સાથે વરસાદ
સાબરકાંઠાના વડાલીના હાથરવા ગામમાં જૂના મકાનની એક દિવાલ ધરાશાયી થઈ છે. ભારે પવન સાથે વરસાદ વરસતા જૂનું મકાન ધરાશાયી થયું છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. તો બીજી તરફ સાબરકાંઠાના વિજયનગર ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 12 કલાકથી ભારે પવન સાથે વરસાદ યથાવત્ છે. બાલેટા, આંતરસૂબા, દઢવાવ, પાલ સહિતના પંથકમાં વરસાદ છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ