બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / A Brazilian army commander who visited the country saw India's firepower

પાવર ઑફ ઇન્ડિયા / દેશના પ્રવાસે આવેલા બ્રાઝિલિયન સૈન્ય કમાન્ડરે જોયો ભારતનો ફાયર પાવર, સેનાનું પ્રદર્શન જોઇ દંગ રહી ગયા

Priyakant

Last Updated: 10:31 AM, 31 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Army Show Of Strength In Pokhran News: બ્રાઝિલના આર્મી કમાન્ડર જનરલ ટોમસ મિગુએલ માઈન રિબેરો પાઈવા 28 ઓગસ્ટથી ભારતની પાંચ દિવસની મુલાકાતે

  • જેસલમેરના પોખરણમાં સેનાનું શક્તિ પ્રદર્શન
  • બ્રાઝિલિયન સૈન્ય કમાન્ડરે જોયો ભારતનો ફાયર પાવર
  • પોખરણ ફીલ્ડ ફાયરિંગ રેન્જમાં એક કરતા વધુ પરાક્રમ બતાવ્યા

બ્રાઝિલના કમાન્ડર જનરલ ટોમસ મિગુએલ માઈન રિબેરો હાલ ભારતના પ્રવાસે છે. આ દરમિયાન ભારતીય સેનાના શસ્ત્રો જોઈને તેઓ દંગ રહી ગયા હતા. વાત જાણે એમ છે કે, તેમની હાજરીમાં જ પોખરણ ખાતે ધ્રુવ હેલિકોપ્ટર અને સરથ BMP બંદૂકે 40 મિનિટના દાવપેચમાં દુશ્મનોના દાંત ખાડા કર્યા હતા. બુધવારે સવારે લગભગ 10 વાગ્યે ભારતીય સેનાએ જેસલમેરના પોકરણ ફીલ્ડ ફાયરિંગ રેન્જમાં એક કરતા વધુ પરાક્રમ બતાવ્યા.
 
ભારતીય સેનાના વખાણ કર્યા
બ્રાઝિલના આર્મી કમાન્ડર જનરલ ટોમસ મિગુએલ માઈન રિબેરો પાઈવા 28 ઓગસ્ટથી ભારતની પાંચ દિવસની મુલાકાતે છે. કમાન્ડરે જેસલમેરમાં પોખરણ ફીલ્ડ ફાયરિંગ રેન્જમાં ભારતીય સેનાની બહાદુરી જોઈ હતી. પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જ પર પહોંચવા પર જનરલ ઓફિસરનું સ્વાગત ડેઝર્ટ કોર્પ્સના જનરલ ઓફિસર કમાન્ડિંગ લેફ્ટનન્ટ જનરલ મોહિત મલ્હોત્રા દ્વારા કરવામાં આવ્યું હતું.

ભારતીય સેનાએ પોતાની તાકાતનો કરાવ્યો પરિચય 
ભારતીય સેનાએ બ્રાઝિલના આર્મી કમાન્ડરને તેની લડાઈ કૌશલ્ય અને તેના પોતાના દેશમાં બનેલા સ્વદેશી શસ્ત્રો સાથે તેની તાકાત અને ક્ષમતાનો પરિચય કરાવ્યો. આ દરમિયાન મિકેનાઇઝ્ડ પાયદળ, આર્ટિલરી, આર્મી એર ડિફેન્સ, એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સંયુક્ત શસ્ત્ર ફાયરિંગ કવાયતમાં સામેલ હતા. જનરલ થોમસે સેનાની સંવાદિતા અને સંકલન માટે પ્રશંસા કરી હતી. બ્રાઝિલના આર્મી કમાન્ડરે વિવિધ પ્રદેશો અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં કામ કરવા માટે ભારતીય સેનાની કઠોરતાની પ્રશંસા કરી હતી.

આકાશ મિસાઈલે લક્ષ્યને સચોટ રીતે માર્યું
લગભગ 40 મિનિટના ફાયર પાવર ડેમોસ્ટ્રેશનમાં આકાશ મિસાઈલે લક્ષ્યને સફળતાપૂર્વક માર્યું હતું. જેમાં અર્જુન ટેન્કે પોતાની તાકાત બતાવીને દુશ્મનના ઠેકાણાઓને નષ્ટ કરી દીધા હતા. આ સાથે દેશમાં બનેલી સરથ BMP ગન ટેન્કનું પણ સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ALH હેલિકોપ્ટર ધ્રુવે મિસાઈલ ફાયર કરીને દુશ્મનની જગ્યાઓને નષ્ટ કરી દીધી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ