બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરા / A 4-year-old girl was crushed by a door-to-door garbage truck driver in Vadodara

ગંભીર બેદરકારી / વડોદરામાં ડોર ટુ ડોર કચરાના ગાડી ચાલકે સ્પીડમાં રિવર્સ લેતા 4 વર્ષની બાળકીને કચડી કાઢી, નિપજ્યું મોત

Malay

Last Updated: 09:04 AM, 7 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara News: વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં મહાનગરપાલિકાના કચરા ભરવાના વાહને 4 વર્ષની માસુમનો લીધો ભોગ, કારેલીબાગ પોલીસે હાથ ધરી તપાસ.

  • વડોદરામાં મનપાના ડ્રાઈવરની ઘોર બેદરકારી 
  • ડોર ટુ ડોર કચરાની ગાડીના ચાલકે બાળકીને કચડી 
  • બેદરકારી પૂર્વક વાહન ચલાવી 4 વર્ષની બાળકીને કચડી 

વડોદરામાં ફૂલ સ્પીડે અને ગફલતભરી રીતે વાહન હંકારી અવાર નવાર અકસ્માત સર્જાતો હોય છે. જેમાં કેટલાય નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે છે. ત્યારે વડોદરામાંથી વધુ એક આવો બનાવ સામે આવ્યો છે. વડોદરા મહાનગરપાલિકાના કાળમુખા વાહને માસુમ બાળકીનો જીવ લીધો છે. વડોદરામાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ડોર ટુ ડોર કચરાની ગાડીના ચાલકે 4 વર્ષની બાળકીને કચડી નાખી છે. આ દુર્ઘટનામાં સારવાર દરમિયાન માસુમ બાળકીનું મૃત્યુ નીપજ્યું છે. જે બાદ પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. પોતાની લાડલીને અકસ્માતમાં ગુમાવવાથી પરિવારજનો રોષે ભરાયા છે.

પરિવારજનોમાં શોક

ડોર ટુ ડોર કચરાની ગાડીના ચાલકે બાળકીને કચડી
મળતી માહિતી અનુસાર, વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા જલારામનગર-2 પાસે ડોર ટુ ડોર કચરાની ગાડીના ચાલકે બેદરકારી પૂર્વક વાહન ચલાવી 4 વર્ષની બાળકી  નેન્સી દેવીરાજને કચડી નાખી હતી. સોસાયટીમાં કચરો લેવા આવેલી ગાડીના ચાલકે તકેદારી ન રાખી સ્પીડમાં રિવર્સ લેતા બાળકીને કચડી નાખી હતી. જે બાદ ઘટના સ્થળે રાહદારીઓનું ટોળું એકઠું થઈ ગયું હતું. 


 
ગાડી ચાલકની વહેલી તકે ધરપકડ કરવા લોકોની માંગ
સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા કારેલીબાગ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઈજાગ્રસ્ત બાળકીને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન બાળકીનું મૃત્યુ નિપજ્યું છે. આ દુર્ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ડોર ટુ ડોર કચરાની ગાડીના ચાલકની વહેલી તકે ધરપકડ કરવા માંગ કરવામાં આવી રહી છે.

સળગતા સવાલો
- ક્યાં સુધી આવી બેદરકારી ચલાવી લેવાશે?
- તંત્ર કોઈ કડક પગલાં લેશે કેમ?
- ચાલક વિરૂદ્ધ કાર્યવાહી થશે કે કેમ?
- ઘટનાની જવાબદારી પાલિકા લેશે કે કેમ?
- વોર્ડ અધિકારી સામે પગલા લેવાશે કેમ?
- ચાલકો ક્યાં સુધી બેફામ રીતે વાહન ચલાવતા રહેશે?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ