બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / A 26-year-old lustful teacher in Surat called a student to meet her in the middle of the night.

નરાધમ શિક્ષક / સુરતમાં 26 વર્ષના લંપટ શિક્ષકે અડધી રાતે વિદ્યાર્થિનીને મળવા બોલાવી કરી ગંદી હરકત, રસ્તા પરથી મળી આવેલ તરૂણીએ આપવીતી કહેતા પરિવાર સ્તબધ

Vishal Khamar

Last Updated: 10:51 AM, 4 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુરૂએ વિદ્યાર્થીઓમાં સંસ્કારોનું સિંચન કરે છે. પરંતું સુરતમાં ગુરૂ શિષ્યનાં સબંધને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં નરાધમ શિક્ષક દ્વારા યુવતિને મોડી રાત્રે ઘરે મળવા બોલાવી અડપલા કર્યા હતા. ત્યારે હાલ તો પોલીસે નરાધમ શિક્ષકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  • સુરતનાં વરાછામાં ગુરુ-શિષ્યનાં સબંધને શર્મસાર કરતો બનાવ
  • નરાધમ શિક્ષક મહેશ ગોંડલિયાએ વિદ્યાર્થીની સાથે કર્યા અડપલા
  • તરૂણીએ સમગ્ર હકીકત પરિવારને જણાવતા શિક્ષકનો ફૂટ્યો ભાંડો
  • કાપોદ્રા પોલીસે લંપટ શિક્ષકની કરી ધરપકડ

 રાજ્યમાં દિન પ્રતિદિન મહિલાઓ તેમજ યુવતીઓ પર અત્યાચાનાં કિસ્સાઓ વધી રહ્યા છે. તો અમુક મહિલાઓ કે યુવતીઓ પોલીસ મથકે ફરિયાદ કરતી હોય છે. જ્યારે અમુક મહિલાઓ તેમજ યુવતીઓ સમાજમાં આબરૂ જવાની બીકે ફરિયાદ કરવાનું ટાળતી હોય છે. સુરતમાં ગુરૂ-શિષ્યનાં સબંધને શર્મસાર કરતી એક ઘટનાં બનવા પામી છે.  જેમાં એક લંપટ શિક્ષક દ્વારા વિદ્યાર્થીની સાથે અડપલા કરતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

નરાધમ શિક્ષમ મહેશ ગોંડલિયાએ વિદ્યાર્થીની સાથે અડપલા કર્યા
સમગ્ર બનાવની વિગત એવી છે કે, સુરતનાં વરાછામાં રહેતા નરાધમ શિક્ષકની કાળી કરતૂત બહાર આવવા પામી છે. જેમાં નરાધમ શિક્ષમ મહેશ ગોંડલિયાએ વિદ્યાર્થીની સાથે અડપલા કર્યા હતા. લંપટ શિક્ષક મહેશ ગોંડલિયાએ વિદ્યાર્થીનીને રાત્રે મળવા બોલાવી હતી. ત્યારે મોડી રાત્રી સુધી તરૂણી ઘરે ન પહોંચતા પરિવારે શોધખોળ શરૂ કરી હતી.

તરૂણીએ સમગ્ર હકીકત પરિવારજનોને જણાવતા પરિવારજનો ચોંકી ઉઠ્યા
તરૂણી મોડી રાત સુધી ઘરે ન આવતા પરિવારજનો દ્વારા તરૂણીની શોધખોળ હાથ ધરી હતી. જે બાદ તરૂણી મોડી રાત્રે ઘરે આવી જતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતું ઘરે પહોંચ્યા બાદ તરૂણીને પરિવારજનો દ્વારા રાત્રે મોડું થવા બાબતે પૂછપરછ કરતા તરૂણીએ સમગ્ર હકીકત પરિવારજનોને જણાવતા પરિવારજનોનાં પગ નીચેથી જમીન ખસી ગઈ હતી.  ત્યારે તરૂણીએ પરિવારજનો સામે લંપટ શિક્ષકનો ભાંડો ફોડ્યો હતો. જેમાં છેલ્લા દોઢ મહિનાથી લંપટ શિક્ષક મહેશ ગોંડલિયા તરૂણીને હેરાન કરતો હોવાનો ખુલાસો તરૂણીએ કર્યો હતો. જે બાદ સમગ્ર મામલો કાપોદ્રા પોલીસ મથકે પહોંચ્યો હતો. જે બાદ કાપોદ્રા પોલીસે લંપટ શિક્ષક મહેશ ગોંડલિયાની ધરપકડકરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ