બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A 19-year-old girl was attacked with a sharp weapon in Jamnagar

ક્રાઇમ / વધુ એક ગ્રીષ્મા કાંડ થતા-થતા રહી ગયો: સુરત બાદ હવે જામનગરમાં પાગલ પ્રેમીએ યુવતીને માર્યા છરીના ઘા

Malay

Last Updated: 01:42 PM, 15 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જામનગરના રામેશ્વર નગરમાં યુવતી પર પ્રેમ પ્રકરણમાં યુવકે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા યુવતીને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

  • 19 વર્ષીય યુવતી પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો
  • પાડોશમાં જ રહેતા યુવકે કર્યો હુમલો
  • પ્રેમ પ્રકરણમાં હુમલો કર્યો હોવાનો ખુલાસો

ગુજરાતમાં  મહિલા-દિકરીઓ સુરક્ષિત હોવાની વાતો કરવામાં આવે છે પરંતુ વાસ્તવિકતા તો તદ્દત વિપરિત જ છે.  રાજ્યમાં કોણ જાણે શું થઇ રહ્યું છે. દરરોજ દિવસે છેડતીના બનાવો સામે આવી રહ્યા છે. ચકચારી ગ્રીષ્મા હત્યા કેસ હજી તો ભુલાયો નથી ત્યાં જ વધુ એક આવી જ ઘટના બનતા રહી ગઇ. જામનગરમાં ધરાર પ્રેમી બનવા માંગતા રોમિયોએ ટ્યૂશનથી ઘરે જતી યુવતી પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા સનસનાટી મચી ગઈ હતી. યુવતીના માથાના ભાગે પાંચ ટાંકા આવ્યા છે. હાલ પોલીસ દ્વારા હુમલો કરનારા યુવકની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

19 વર્ષીય યુવતી પર હુમલો
મળતી માહિતી અનુસાર, જામનગરના રામેશ્વરનગર વિસ્તારમાં આવેલી કે.પી શાહની વાડી પાસે ગઈકાલે સાંજે એક 19 વર્ષીય યુવતી તેની બહેનપણી સાથે એક્ટિવા પર ટ્યૂશનથી ઘરે જઈ રહી હતી. આ દરમિયાન તેની પડોશમાં રહેતા અજય સરવૈયા નામના યુવકે તેના એક્ટિવાને ઊભું રખાવ્યું હતું. જે બાદ તેણે યુવતીને પ્રેમ સંબંધ બાંધવા માટે પૂછ્યું હતું. જોકે, યુવતીએ ઈનકાર કરતા શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો. 

પાડોશમાં જ રહેતા યુવકે છરી વડે કર્યો હુમલો
તેણે પોતાની પાસે રહેલી છરી વડે યુવતી પર હુમલો કર્યો હતો અને બાદમાં ફરાર થઈ ગયો હતો. આ બનાવને પગલે લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. જે બાદ યુવતીને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પર હાજર તબીબો દ્વારા તેની સારવાર કરવામાં આવી હતી. તેના માથામાં પાંચ ટાંકા આવ્યા છે.

પોલીસે યુવકની શોધખોળ શરૂ કરી
આ બનાવની જાણ થતાં પોલીસની ટીમ પણ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. જે બાદ યુવતીએ પોલીસને સમગ્ર હકીકત પોલીસને જણાવી હતી. આ બનાવ અંગે યુવતીએ આરોપી અજય સરવૈયા સામે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે આરોપીને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. 

અમદાવાદમાં પ્રેમમાં પાગલ પ્રેમીએ કર્યો હતો હુમલો
અત્રે ઉલ્લેખનીય છે કે, ગયા મહિને પણ આવો જ બનાવ સામે આવ્યો હતો. અમદાવાદમાં એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ પરણિત યુવતીના ઘર ઘૂસીને હત્યાનો પ્રયાસ કર્યો. કોલેજ સમયમાં યુવતીએ પ્રેમનો પ્રપોઝ ન સ્વીકારતા પ્રેમીએ દોઢ વર્ષ બાદ ખૂની બદલો લીધો હતો. જે બાદ ચાંદખેડા પોલીસે આરોપી પ્રેમીની ધરપકડ કરીને આ હુમલા પાછળ અદાવત હતી કે અન્ય કારણ તેની પૂછપરછ શરૂ કરી હતી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ