બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / A 14-foot-tall python sighed in front of a 10-year-old child

બહાદૂરી / VIDEO: સોરઠની ધીંગી ધરાના બાળ આશિષે એવી તો બાથ ભીડી કે 14 ફૂટ લાંબો અજગર હાંફી ગયો

Mehul

Last Updated: 06:13 PM, 18 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જુનાગઢના માળીયા હાટિનામાં માત્ર 10 વર્ષના બાળકે 14 ફૂટ લાંબા અજગર સાથે બાથ ભીડી,હંફાવી દીધો. બાળકના અદભૂત પરાક્રમ બાદ, વન વિભાગે અજગરને ઝડપી લીધો

  • સોરઠની ધીંગી ધરા પર અનોખું પરાક્રમ 
  • 10 વર્ષના બાળકે 14 ફૂટના અજગરને હંફાવ્યો 
  • ખેતરમાં રમતા બાળક પર અજગરે કર્યો હૂમલો 

સૌરાષ્ટ્રમાં માત્ર 14 વર્ષીય બાળાએ પોતાની બહાદૂરી અને ખુમારીથી ગીર કેસરીને ઉભી પૂંછડીએ ભગાડ્યા ઘટના વિરલ હતી.એથી મોટી ઘટના ઘટી, આ સત્યક્થાને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ શબ્દ દેહ આપી રચેલી અમર રચના એટલે 'ચારણ કન્યા'. આજે પણ આ રચના માત્ર ગિરીકંદરામાં જ સુખ્યાત છે તેવું નથી પણ,દરિયા પારના દેશોમાં પણ જ્યારે આ ગવાય છે ત્યારે, શબ્દ ચિત્ર ઉપસી આવે છે.આ વાત એટલા માટે યાદ કરાવીએ છીએ કે, જુનાગઢના માળીયા હાટિનામાં માત્ર 10 વર્ષના બાળકે જે અદભૂત પરાક્રમ અને શૌર્ય દાખવ્યું છે તે 'ચારણ કન્યા'રચનાથી કઈ કામ નથી. 

14 ફૂટના અજગરને આવી રીતે હંફાવ્યો 

વાત છે જૂનાગઢના માળીયા હાટિનાના ખોબા જેવડા જલંધર ગામની. માત્ર 10 વર્ષની વયનો આશિષ ખેતરમાં રમતો હતો ત્યારે, 14 ફૂટના વિશાળકાય અજગરે તેના પર હૂમલો કર્યો. શરૂઆતમાં તો હેબતાઈ ગયેલા બાળક આશિષે અચાનક ઝનૂનતાપૂર્વક વિશાળકાય અજગરનો પ્રતિકાર મુક્કો મારીને કરવાનું શરુ કર્યું. વળતા પ્રહારથી ડઘાઈ ગયેલા અજગરે, આશિષને થીડી રાહત આપી, તો આશિષે ખેતરમાં પડેલા પથ્થરથી  પ્રહાર કરવાનું શરુ કર્યું. દરમિયાન,અજગરે આશિષનો પગ મોંઢામાં લઇ શીકાર કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. તો બાળક આશિષે અજગરના મોંઢા પર હાથથી મુક્કા મારી પગ છોડાવવામાં સફળતા મેળવી હતી.

વન વિભાગે અજગરને કર્યો ઝબ્બે 

આ દરમિયાન ખેતરમાં રહેલા પિતા વરજાંગ કરમટા દોડી આવ્યા અને વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગનાં કર્મચારીઓએ આવી પહોચી અજ્ર્ગારને ઝડપી લીધો હતો. બહાદૂર બાળક આશિષ જૂનાગઢ જિલ્લા પંચાયતના સભ્ય મધુબેન કરમટાનો પુત્ર છે . આ અપ્રતિમ સાહસ દાખવી બાળક આશિષે ફરી એક વાર 'ચારણ કન્યા'જેવા શોર્યને યાદ કરાવ્યું છે   

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ