બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A 13-year-old boy and a bathing uncle strangled the nephew

કાંકરેજ / શબવાહિની બની બનાસ, 13 વર્ષનાં કિશોર અને ન્હાવા પડેલા કાકા ભત્રીજાને તાણી ગઈ, કુલ 10 લોકો ડૂબ્યા

Priyakant

Last Updated: 12:33 PM, 28 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગઇકાલે બનાસનદીના પાણીના પ્રવાહમાં તણાયેલા બાળકનો આજે મૃતદેહ મળી આવ્યો, કાંકરેજના ઉંબરીમાં નદીમાં પડેલા કાકા-ભત્રીજાની લાશ મળી છેલ્લા બે દિવસમાં 10 લોકો બનાસ નદીમાં ડૂબ્યા

  • કાંકરેજના જમણાપાદર ગામેથી 13 વર્ષીય કિશોરનો મૃતદેહ મળ્યો
  • શાળાએથી છૂટ્યા બાદ નદી જોવા જતા તણાયો હતો
  • કાંકરેજના ઉંબરીમાં નદીમાં પડેલા કાકા-ભત્રીજાની લાશ મળી 
  • અત્યાર સુધી બનાસ નદીમાં 10 લોકો ડૂબ્યા

રાજ્યના ઉત્તર ગુજરાતમાં મોડે મોડે પણ ભારે વરસાદ વરસ્યો હતો. આ સાથે ઉપરવાસમાં પણ ભારે વરસાદ પડતાં બનાસનદીમાં નવા નીર આવ્યા છે. તેવામાં ફરી એકવાર એક દુખદ સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ગઇકાલે બનાસનદીના પાણીના પ્રવાહમાં તણાયેલા બાળકનો આજે મૃતદેહ મળી આવ્યો છે. મહત્વનું છે કે, આ અગાઉ પણ છેલ્લા બે દિવસમાં 10 લોકો બનાસ નદીમાં ડૂબ્યા હોવાનું સામે આવ્યું છે. 

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના જમણાપાદર ગામેથી બાળકનો મૃતદેહ મળ્યો છે. ગઈ કાલે શાળાથી છૂટ્યા બાદ નદી જોવા જતા એક બાળક તણાયો હોઇ સ્થાનિકો અને તરવૈયાઓ દ્વારા શોધખોળ કરાઇ હતી. જોકે બાળકનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આ તરફ આજે સવારના સમયે બનાસનદીના પટ માંથી 13 વર્ષીય બાળકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ તરફ ઘટનાની જાણ થતાં મૃતકના પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા છે. 

ભેખડ ઘસી જતા પાણીના પ્રવાહમાં તણાયો બાળક

બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદને પગલે બનાસનદીમાં પાણી આવ્યા છે. આ તરફ ગઇકાલે ગઈ કાલે શાળાથી છૂટ્યા બાદ નદી જોવા જતા એક બાળક ભેખડ ઘસી જતા પાણીના પ્રવાહમાં બાળક તણાયો હતો. જે બાદમાં ગઈકાલથી શોધખોળ બાદ આજે નદીમાં તેનો મૃતદેહ તરતો મળ્યો છે. મહત્વનું છે કે, અત્યાર સુધી 10 લોકો બનાસ નદીમાં ડૂબ્યા હોવાનું સામે આવ્યું છે. આ તરફ સમગ્ર ઘટનાને લઈ પોલીસે ઘટના સ્થળે તપાસ હાથ ધરી છે. 

નદીમાં પડેલા કાકા-ભત્રીજાની લાશ મળી

આજે સવારે  કાંકરેજના જમણાપાદર ગામેથી બાળકનો મૃતદેહ મળવાની સાથે કાંકરેજના ઉંબરીમાં નદીમાં પડેલા કાકા-ભત્રીજાની લાશ મળી છે. વિગતો મુજબ નદીમાં ન્હાવા પડેલા કાકા-ભત્રીજા ડૂબ્યા હતા. જે બાદમાં સ્થાનિક તરવૈયાની મદદથી શોધખોળ થઈ રહી હતી. તેવામાં હવે તેમની લાશ મળી આવી છે. જેને લઈ પોલીસે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

છેલ્લા બે દિવસમાં 10 જેટલા લોકો પાણીમાં તણાયા 

ઉત્તર ગુજરાતમાં બરાબરનો વરસાદી માહોલ જામ્યો હોઇ બનાસકાંઠામાં મેઘો ધોધમાર વરસ્યો છે. તેવામાં બનાસ નદી અને દાંતીવાડા ડેમમાં પાણીની આવક થવા પામી છે. ત્યારે આ બનાસ નદીમાં પાણી જોઇને ન્હાવા પડેલા લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. છેલ્લા બે દિવસમાં 10 જેટલા લોકો પાણીમાં તણાઇ ગયા બાદ 8 લોકોના મોત થયાનું સામે આવ્યું છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ