બ્રેકિંગ ન્યુઝ
VTV / 9th flight carrying 186 more Indians left for India from Jeddah
Priyakant
Last Updated: 08:18 AM, 1 May 2023
ADVERTISEMENT
ઓપરેશન કાવેરી હેઠળ સુદાનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવાની પ્રક્રિયા રવિવારે પણ ચાલુ રહી હતી. વાત જાણે એમ છે કે, સુદાનમાં ચાલી રહેલા સંઘર્ષની વચ્ચે ફસાયેલા ભારતીયોને પહેલા સાઉદી અરેબિયાના જેદ્દાહ શહેરમાં લાવવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ ત્યાં 100 લોકોને તેમના વતન પરત કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત રવિવારે 269 લોકોના બીજા જૂથને બે તબક્કામાં સુરક્ષિત લાવવામાં આવ્યા હતા. C-130 ભારતીય વાયુસેનાનું વિમાન 40 ભારતીયો સાથે ભારત પહોંચ્યું હતું. સુદાનમાં ફસાયેલા 3000 ભારતીયોને ઓપરેશન કાવેરી હેઠળ સુરક્ષિત રીતે જેદ્દાહ પરત લાવવામાં આવ્યા છે.
સમાચાર એજન્સી ANI અનુસાર વિદેશ મંત્રીએ ટ્વીટ કર્યું કે, ભારતીય વાયુસેનાની C-130 ફ્લાઈટ મુસાફરો સાથે નવી દિલ્હીમાં લેન્ડ થઈ છે. આ ફ્લાઈટથી અત્યાર સુધીમાં લગભગ 2300 લોકો ભારત પહોંચી ચૂક્યા છે. 8મી ફ્લાઇટમાં આ સંખ્યા 2300 સુધી પહોંચી હતી. જોકે આ પછી વધુ ત્રણ ફ્લાઇટ્સ અનુક્રમે 229, 288 અને 135 મુસાફરોને બહાર લાવ્યા હતા.
ADVERTISEMENT
IAF C-130J flight carrying 16th batch of evacuees takes off from Port Sudan.
— Arindam Bagchi (@MEAIndia) April 30, 2023
122 passengers onboard this flight are en route to Jeddah.
Nearly 3000 persons have now left Sudan under #OperationKaveri. pic.twitter.com/BLJ6rsvGj2
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ શું કહ્યું ?
મોડી રાત્રે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વીટ કરીને માહિતી આપી હતી કે સુદાનમાંથી અત્યાર સુધીમાં 3000 ભારતીયોને બહાર કાઢવામાં આવ્યા છે. બાગચીએ ટ્વીટ કર્યું કે, વાયુસેનાના C-130J વિમાને નાગરિકોની 16મી બેચ સાથે પોર્ટ સુદાન શહેર માટે ઉડાન ભરી છે. આ વિમાનમાં 122 લોકો છે, જેમને જેદ્દાહ લઈ જવામાં આવી રહ્યા છે. ઓપરેશન કાવેરી હેઠળ સુદાનમાંથી અત્યાર સુધીમાં લગભગ 3000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તેમણે ટ્વીટમાં આગળ કહ્યું, 'સુદાનમાંથી બહાર કાઢવામાં આવેલા અમારા વરિષ્ઠ નાગરિકો માટે આદર અને સન્માન.
જેદ્દાહથી ભારતની 9મી ફ્લાઈટ ટેકઓફ થઈ
બાગચીએ એ પણ માહિતી આપી હતી કે, જેદ્દાહથી ભારતની 9મી ફ્લાઈટ ટેકઓફ થઈ ગઈ છે. આ ફ્લાઈટમાં 186 ભારતીય નાગરિકો છે, જેઓ કોચી આવવાના છે. નોંધનીય છે કે, સુદાનમાં યુદ્ધ શરૂ થયા બાદ મોટી સંખ્યામાં ભારતીયો ત્યાં ફસાયા હતા. તેમને દૂર કરવા માટે ભારત સરકારે ઓપરેશન કાવેરી શરૂ કર્યું. સુદાનમાં સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચેના સંઘર્ષને કારણે સુદાન હિંસાનો સામનો કરી રહ્યું છે. આર્મી કમાન્ડર જનરલ અબ્દેલ ફત્તાહ અલ-બુરહાન અને રેપિડ રિસ્પોન્સ ફોર્સ (RSF)ના વડા જનરલ મોહમ્મદ હમદાન દગાલોને વફાદાર સૈનિકો વચ્ચે લડાઈ ફાટી નીકળી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.