બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 9 Gujaratis who left for America have disappeared since last 2 months

ચોંકાવનારો બનાવ / અમેરિકા જવા નીકળેલા 9 ગુજરાતીઓનો છેલ્લાં 2 મહિનાથી કોઈ પત્તો જ નહીં, 70 લાખની ડીલ ભારે પડી

Malay

Last Updated: 02:58 PM, 13 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકા જવા નીકળેલા 9 ગુજરાતીઓ છેલ્લા 2 મહિનાથી ગાયબ થઈ ગયા છે. જેના કારણે પરિવારજનો ચિંતામાં મુકાયા છે. હાલ પ્રાંતિજ પોલીસે 2 લેભાગુ એજન્ટોની ધરપકડ કરી છે.

  • અમેરિકાની લાલચે વધુ 9 ગુજરાતીઓ ગાયબ 
  • અમેરિકા જવા નીકળેલા 9 ગુજરાતીઓ 2 મહિનાથી ગુમ
  • 2 એજન્ટોના પાપે 7 યુવકો અને 2 યુવતીઓ લાપતા 
  • પ્રાંતિજ પોલીસે 2 લેભાગુ એજન્ટોની કરી ધરપકડ 

વિદેશમાં જવાની ઘેલછા ધરાવનારા યુવકો વિદેશમાં નોકરી, ડૉલરમાં પગાર, રહેવા-જમવાની અદ્યતન સુવિધા અને મોજ-જલસા મળે એવો કંઈક મત ધરાવતા હોય છે, જો કે દર વખતે હકીકત આવી જ હોય, તે જરૂરી નથી. કેટલાક એજન્ટોએ આપેલી પૈસા કમાવવાની લાલચમાં અનેક યુવાનો ફસાય છે અને અત્યાચારનો ભોગ બને છે. તાજેતરમાં અમદાવાદના નરોડાના દંપતી સાથે ખરાબ અનુભવ થયા બાદ આજે ફરી આવો જ બનાવ સામે આવ્યો છે. એજન્ટ દ્વારા અમેરિકા જવા નીકળેલા 9 ગુજરાતીઓ 2 મહિનાથી ગાયબ થઈ ગયા છે. પોલીસે દ્વારા યુવકોના પરિવારજનોની ફરિયાદના આધારે મહેસાણા અને ગાંધીનગરના બે એજન્ટોની સામે ફરિયાદ નોંધી તેઓની ધરપકડ કરી છે. 

2 એજન્ટોના પાપે 9 લોકો લાપતા 
અમેરિકાની લાલચે ગુજરાતના વધુ 9 લોકો ગાયબ થઈ ગયા છે. અમેરિકા જવાના મોહમાં પ્રાંતિજના વાઘપુર સહિત ગુજરાતના કુલ 7 યુવકો અને 2 યુવતીઓ લાપતા થઈ ગઈ છે. છેલ્લા 2 મહિનાથી આ તમામનો કોઈ પત્તો નથી. જેના કારણે પરિવારજનો ભારે અસમંજસમાં મુકાયા છે. 

પ્રાંતિજ પોલીસે 2 લેભાગુ એજન્ટોની કરી ધરપકડ 
જે બાદ આ તમામના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ગાંધીનગરના મહેન્દ્રભાઇ પટેલ ઉર્ફે એમ.ડી. પટેલ અને મહેસાણાના મુગનાના રહેવાસી દિવ્યેશ પટેલ નામના એજન્ટો સામે ફરિયાદ નોંધાવતા પ્રાંતિજ પોલીસે બંનેને ઝડપી પાડ્યા છે. જ્યારે અન્ય એજન્ટો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ એજન્ટોએ યુવકો સાથે 70 લાખમાં ડીલ કરી પહેલા 20 લાખ લઈ લેવાયા હોવાનું સામે આવ્યું છે. યુવકો-યુવતીઓનો છેલ્લા 2 મહિનાથી કોઈ સંપર્ક ન થતાં પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા છે. હાલ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ કરવામાં આવી છે. 

અમેરિકા જવા નીકળેલા 9 લોકોનો કોઈ પત્તો નહીં
- પ્રાંતિજના વાઘપુરના ભરત દેસાઈ
- ગાંધીનગરના કલોલના અંકિત કાંતિભાઈ પટેલ
- મહેસાણાના આબલીયાસણના કિરણકુમાર તુલસીભાઈ પટેલ
- ગાંધીનગરના સરઢવના અવનીબેન જીતેન્દ્રકુમાર પટેલ
- મહેસાણાના હેડુવાના સુધીરકુમાર હસમુખભાઈ પટેલ
- નડિયાદના ઉત્તરસંડાના પ્રતિકભાઈ હેમંતભાઈ પટેલ
- મહેસાણાના સિપોરના નીખીલકુમાર પ્રહલાદભાઈ પટેલ
- મહેસાણાના આબલીયાસણના ચંપાબેન ફતેસિંહ વસાવા
- ગાંધીનગરના નારદીપુરના ધ્રુવરાજસિંહ બલવંતસિંહ વાઘેલા


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ