Shah Rukh Khan Film Jawan: વૃદ્ધ મહિલા પોતાના પરિવારની સાથે શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન' જોવા આવી હતી. તેમણે વીડિયોમાં જણાવ્યું છે કે તેમને ફિલ્મ ખૂબ જ પસંદ આવી છે. તેના પર શાહરૂખ ખાને રિએક્શન આપ્યું છે.
વૃદ્ધ મહિલાને પસંદ આવી ફિલ્મ 'જવાન'
ફિલ્મ જોયા બાદ મહિલાનું રિએક્શન વાયરલ
વીડિયો જોઈ શાહરૂખ ખાને આપ્યો આવો જવાબ
બોલિવુડ એક્ટર શાહરૂખ ખાને એક 85 વર્ષની દાદીના વીડિયોને રીટ્વીટ કર્યો છે. જેમાં વૃદ્ધ મહિલા બોલે છે કે તે શાહરૂખની બધી ફિલ્મો જુએ છે. તેમને જવાબ ફિલ્મ ખૂબ પસંદ આવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક શખ્સે આ વીડિયોને શેર કર્યો છે.
Shukriya to Dadi… lots of love to her and hope I can continue to make her smile with my films!!! https://t.co/2pyz7Y4Q04
તેના કેપ્શનમાં તેમણે શાહરૂખ ખાનને ટેગ કરતા લખ્યું, "મારી 85 વર્ષની દાદી તમારી સૌથી મોટી ફેન છે. તેમણે એ સુનિશ્ચિત કર્યું કે અમે તેમને ફિલ્મ બતાવવા લઈ જઈએ. તેમને જવાન ખૂબ જ પસંદ આવી અને તમે પણ ખૂબ જ પસંદ છો."
વૃદ્ધ મહિલાનો વીડિયો વાયરલ
વીડિયોમાં વૃદ્ધ દાદી કેમેરાની સામે સ્માઈલ કરતા કહે છે, "જવાન જોવા આવી છું. તમને મને સાથે લાવવી જ ન હતી. પરંતુ મેં કહ્યું હતું કે હું આવીશ. શાહરૂખ ખાનની ફિલ્મ મને ખૂબ પસંદ છે. અમે બધા ફિલ્મ જોઈએ છીએ. સારી લાગી ફિલ્મ." આ વીડિયો બનાવતા તેમને કોઈ પ્રશ્ન પુછી રહ્યું હતું.
શાહરૂખ ખાને આ વીડિયોને રીટ્વીટ કરતા કેપ્શનમાં લખ્યું, "દાદીને ધન્યવાદ. તેમને ખૂબ પ્રેમ અને આશા છે કે હું મારી ફિલ્મથી તેમને સ્માઈલ કરાવતો રહું."