બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / 8 killed in lift collapse in Greater Noida yesterday, 5 killed in house collapse in Lucknow today

દુ:ખદ ઘટના / UPમાં 2 જ દિવસમાં બે મોટી દુર્ઘટના: ગઇકાલે ગ્રેટર નોઇડામાં લિફ્ટ તૂટતા 8ના મોત, આજે લખનઉમાં મકાન પડતા 5ના મોત

Priyakant

Last Updated: 12:10 PM, 16 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Uttar Pradesh News: ઉત્તરપ્રદેશમાં 2 જ દિવસમાં બે અલગ-અલગ દુર્ઘટનામાં કુલ 13 લોકોના મોત,  લિફ્ટ તૂટતા 8 મજૂરના મોત તો મકાન ધરાશાઈ થતાં 5ના મોત

  • ઉત્તરપ્રદેશમાં 2 જ દિવસમાં બે મોટી દુર્ઘટના 
  • અલગ-અલગ દુર્ઘટનામાં કુલ 13 લોકોના મોત 
  • ગ્રેટર નોઇડામાં લિફ્ટ તૂટતા 8ના મોત
  • લખનઉમાં મકાન ધરાશાઈ થતાં 5ના મોત

ઉત્તરપ્રદેશમાં 2 જ દિવસમાં બે મોટી દુર્ઘટના સામે આવી છે. આ બંને અલગ-અલગ દુર્ઘટનામાં કુલ 13 લોકોના મોત થયા છે. પ્રાથમિક વિગતો મુજબ ગઇકાલે ગ્રેટર નોઇડામાં લિફ્ટ તૂટતાં પહેલા 4 મજૂરોના મોત થયા બાદમાં આજે શનિવારે વધુ 4 વ્યક્તિના સારવાર દરમિયાન મોત થયા હતા. આ તરફ આજે લખનઉના આલમબાગમાં જૂની રેલવે કોલોનીમાં એક મકાન ધરાશાયી થયું હતું. અકસ્માતમાં એક જ પરિવારના 5 લોકોના મોત થયા હતા. મૃતકોમાં ત્રણ બાળકોનો પણ સમાવેશ થાય છે.  

લિફ્ટ તૂટી પડતાં 8 મજૂરોનાં મોત 
ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડા વેસ્ટમાં શુક્રવારે એક નિર્માણાધીન રહેણાંક સોસાયટીની લિફ્ટ તૂટી પડતાં આઠ મજૂરોનાં મોત થયાં છે. આ ઘટનામાં શુક્રવારે ચાર લોકોના મોત થયા હતા. શનિવારે વધુ ચાર મજૂરોના મોત થયા હતા. આ અકસ્માતમાં 5 લોકો ઘાયલ થયા છે, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જેમાંથી 4 મજૂરો શનિવારે જીવનની લડાઈ હારી ગયા હતા. અન્ય એક મજૂરની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

શું કહ્યું પોલીસે ? 
પોલીસે શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ ઘટના સવારે 8.30 વાગ્યે 'આમ્રપાલી ડ્રીમ વેલી' સોસાયટીના નિર્માણાધીન સ્થળ પર બની હતી. લાંબા સમયથી પડતર આ પ્રોજેક્ટ સરકારી કંપની નેશનલ બિલ્ડીંગ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન (NBCC) દ્વારા પૂર્ણ કરવામાં આવી રહ્યો છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર કામદારો ગ્રાઉન્ડ ફ્લોર પરથી લિફ્ટ મારફતે જઈ રહ્યા હતા ત્યારે લિફ્ટ 14મા માળેથી પડી હતી. ગૌતમ બુદ્ધ નગરના જિલ્લા મેજિસ્ટ્રેટ મનીષ વર્માએ કહ્યું કે, આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે અને જે પણ દોષિત હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

લિફ્ટ તૂટવાની ઘટનામાં મૃતકોની ઓળખ બિહારના બલરામપુર વિસ્તારના રહેવાસી ઈશ્તાક અલી (23), બાંકા બિહારના અરુણ મંડલ (40), બિહારના કટિહારના રહેવાસી વિપોટ મંડલ (45) અને અમરોહા જિલ્લાના આરિસ ખાન (22) તરીકે થઈ છે.  પોલીસ કમિશનર લક્ષ્મી સિંહ અને ગ્રેટર નોઈડા ઓથોરિટીના સીઈઓ એનજી રવિ કુમાર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ સ્થળ પર નિરીક્ષણ માટે પહોંચ્યા હતા. પોલીસે ઘટના સ્થળની નજીક બાંધકામ હેઠળની ઈમારતોમાં રહેતા કામદારોને જગ્યા ખાલી કરવા જણાવ્યું છે. 
 
લખનઉમાં આલમબાગમાં મકાન ધરાશાયી
ઉત્તર પ્રદેશના લખનઉમાં શનિવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીં આલમબાગમાં જૂની રેલવે કોલોનીમાં એક મકાન ધરાશાયી થયું હતું. અકસ્માતમાં એક જ પરિવારના 5 લોકોના મોત થયા હતા. મૃતકોમાં ત્રણ બાળકોનો પણ સમાવેશ થાય છે. અકસ્માત બાદ ઘટના સ્થળે અફરા-તફરી મચી ગઈ હતી. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે મૃતકોની ઓળખ સતીશ ચંદ્ર (40), સરોજિની દેવી (35), હર્ષિત (13), હર્ષિતા (10) અને અંશ (5) તરીકે કરી છે.

કામદારોના પરિવારોને 25 લાખ રૂપિયાનું વળતર 
ગ્રેટર નોઈડા વેસ્ટમાં સ્થિત નિર્માણાધીન આમ્રપાલી ડ્રીમ વેલી સોસાયટીમાં લિફ્ટ તૂટી પડવાની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા કામદારોના પરિવારોને 25 લાખ રૂપિયાનું વળતર મળશે. તેમજ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોની સારવારનો સંપૂર્ણ ખર્ચ NBC દ્વારા ઉઠાવવામાં આવશે. આ અકસ્માતમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ સિવાય પાંચ લોકો ઘાયલ પણ થયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ