બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / 7460 crore MoU between Gujarat government and real estate developers

વિકાસના કરાર / ગુજરાત સરકાર અને રિયલ એસ્ટેટ ડેવલપર્સ વચ્ચે 7,460 કરોડના MoU, હજારોની સંખ્યામાં ખુલશે રોજગારના અવસરો, જાણો સુવિધા હશે"

Kishor

Last Updated: 04:46 PM, 25 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪નાં પૂર્વાર્ધ રૂપે સ્માર્ટ એન્ડ સસ્ટેઇનેબલ સિટી ડેવલપમેન્ટ અંતર્ગત શહેરી વિકાસ વિભાગ અને ૮ જેટલા રિયલ એસ્ટેટ ડેવલપર્સ વચ્ચે MoU થયા છે.

  • વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪નાં માટે  શહેરી વિકાસ ક્ષેત્રે એમ ઓ યુ
  • શહેરી વિકાસ વિભાગ અને ૮ જેટલા રિયલ એસ્ટેટ ડેવલપર્સ વચ્ચે MoU થયા
  •  રૂ. ૭,૪૬૦ કરોડનું રોકાણ - ૪,૭૫૦ થી વધુ રોજગાર અવસરો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આગામી જાન્યુઆરી-૨૦૨૪ માં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૧૦ મી સીરીઝનાં પ્રારંભ પૂર્વે જ વિવિધ ઉદ્યોગ જુથો સાથે MoUનો ઉપક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં વેગવંતો બન્યો છે. રાજ્ય સરકારે પ્રતિ સપ્તાહ આવા MoU વિવિધ ઉદ્યોગો સાથે કરવાનો જે સિલસિલો શરૂ કર્યો છે તેમાં અત્યાર સુધીમાં ૩૯ MoU રૂ. ૧૮,૪૮૬ કરોડના સંભવિત રોકાણો માટેના થયા છે.

સીએમ ભૂપેન્દ્ર પટેલે આજે રાજકોટના પ્રવાસે, મનપામાં બેઠક ઉપરાંત વિવિધ  વિકાસના કાર્યોનું કરશે લોકાર્પણ | cm bhupendra patel is in rajkot today

રૂ. ૭૪૫૯.૬૮ કરોડના MoU

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં આ શૃંખલામાં આગળ વધતા રાજ્યમાં  સ્માર્ટ એન્ડ સસ્ટેઇનેબલ સિટી ડેવલપમેન્ટ અંતર્ગત શહેરી વિકાસ વિભાગે પણ વાઇબ્રન્ટ સમિટ પૂર્વાર્ધ રૂપે રિયલ એસ્ટેટ ડેવલપર્સ સાથે મહત્વપૂર્ણ MoU આ સપ્તાહે યોજયેલી કડીમાં કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ૮ જેટલા ડેવલપર્સ દ્વારા રાજ્યના અમદાવાદ, વડોદરા અને સુરત મહાનગરમાં કોમર્શિયલ પ્રોજેક્ટસ, કોમર્શિયલ એન્‍ડ રેસીડેન્સીયલ પ્રોજેક્ટસ માટે કુલ રૂ. ૭૪૫૯.૬૮ કરોડના MoU શહેરી વિકાસ વિભાગ સાથે કરવામાં આવ્યા છે.

રિયલ એસ્ટેટ ડેવલપર્સ વચ્ચે

આ પ્રોજેક્ટસ  પર સત્વરે કામ શરૂ થશે અને સંભવત ૨૦૨૬ થી ૨૦૨૮ સુધીમાં પૂર્ણ થશે એટલું જ નહિ તેમાં અંદાજે ૪,૭૫૦ જેટલા લોકોને રોજગાર અવસર મળવાની સંભાવના છે. ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટની ઉત્તરોત્તર સફળતાને પગલે અનેક મોટા રોકાણો તથા ઔદ્યોગિક પ્રોજેક્ટસ આવ્યા છે. પરિણામે રાજ્યના મહાનગરોમાં વર્લ્ડક્લાસ સુવિધાઓ વિકસે તથા અન્ય કોમર્શિયલ અને રેસીડેન્સીયલ ફેસેલીટીઝ પણ સમયની માંગ અનુરૂપ અદ્યતન બને તેવી અપેક્ષાની આપૂર્તિ માટે મ્યુનિસિપલ સંસ્થાઓ અને રિયલ એસ્ટેટ ડેવલપર્સ વચ્ચે થયેલા આ MoU નિર્ણાયક બની રહેશે.

સસ્ટેઇનેબલ અર્બન ડેવલપમેન્ટથી મોટા પાયે રોજગારીનું સર્જન
તદઅનુસાર, મોટી ઈમારતો અને લાર્જ સ્કેલ હાઉસીંગ પ્રોજેક્ટસના નિર્માણ ક્ષેત્રે અનુભવી ડેવલપર્સ અને બાંધકામ ઉદ્યોગની તજજ્ઞતાનો લાભ રાજ્ય સરકારને મળશે. સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, હાઉસીંગ સેક્ટર સહિતના સસ્ટેઇનેબલ અર્બન ડેવલપમેન્ટથી મોટા પાયે રોજગારીનું સર્જન પણ આવા પ્રોજેક્ટસ કાર્યરત થતાં થઈ શકશે.

૪૧૦ કરોડના રોકાણો માટેના MoU
નોંધનીય છે કે રાજ્યના પાંચ મુખ્ય શહેરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગરમાં સ્કાયરાઇઝ બિલ્ડીંગ્સ, ૧૦૦ મીટરથી વધુ ઊંચાઈ ધરાવતી ઇમારતોના નિર્માણ માટે બાંધકામ નિયમોમાં ૨૦૨૦માં વિશેષ જોગવાઈઓ દાખલ કરેલી છે. પરિણામેં આ મહાનગરોમાં જમીનોના મહત્તમ ઉપયોગ સાથે સંપૂર્ણ કોર્પોરેટ બિલ્ડિંગ્સ અને ઉંચા કોમર્શિયલ પ્રોજેક્ટસ શરૂ થવા જઈ રહ્યા છે.આ સંદર્ભમાં જે MoU થયા છે તેમાં, અમદાવાદ મહાનગરમાં ૪ પ્રોજેક્ટસમાં રૂ. ૬,૬૦૧ કરોડના સંભવિત રોકાણો આવશે.એટલું જ નહીં, સુરતમાં રૂ. ૪૫૦ કરોડના અને વડોદરામાં રૂ. ૪૧૦ કરોડના રોકાણો માટેના MoU કરવામાં આવ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ