બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 74.24 percent water storage in major 207 dams of Gujarat due to rain

ચોમાસું 2023 / ગુજરાતના 95 જળાશયો હાઈ એલર્ટ પર, કુલ 66 ઓવરફ્લો, જાણો કયામાં કેટલા ટકા જળસ્તરનો વધારો

Malay

Last Updated: 12:14 PM, 14 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Monsoon 2023: ગુજરાતમાં સિઝનનો કુલ 80.69 ટકા નોંધાયો વરસાદ, 207 જળાશયોમાં 74.24 ટકા પાણીનો સંગ્રહ.

  • રાજ્યના જળાશયોમાં સપ્રમાણ જળસ્તર
  • 95 જળાશયોમાં 90 ટકાથી વધુ પાણી
  • 207 ડેમમાં 74.24 ટકા જળસંગ્રહ 
  • સરદાર સરોવર ડેમમાં 77.47 ટકા ભરાયો

ગુજરાતમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 80.69 ટકા નોંધાયો છે, વરસાદને કારણે રાજ્યના મુખ્ય 207 જળ પરિયોજનાઓમાં 74.24 ટકા જળસંગ્રહ થયો છે. જેમાં રાજ્યના 95 જળાશયોમાં 90 ટકાથી વધુ પાણીની આવક નોંધાઈ છે. 

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં 88 ડેમ હાઇઅલર્ટ પર | gujarat  heavy rain alert dam highalert

સિઝનનો 80.69 ટકા નોંધાયો વરસાદ
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ, રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 80.69 ટકા નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ સરેરાશ વરસાદ 136.06 ટકા, સૌરાષ્ટ્રમાં 109.72 ટકા, ઉત્તર ગુજરાતમાં 67.25 ટકા, દક્ષિણ ગુજરાતમાં 71.67 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 64.98 ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.

સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 83.86 ટકા જળસંગ્રહ
રાજ્યની મહત્વની 207 જળ પરિયોજનાઓમાં 74.24 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 2,58,797 એમ.સી.એફ.ટી. જળસંગ્રહ છે, જે કુલ જળસંગ્રહ શક્તિના 77.47 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 73.25 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 49.48 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 75.06 ટકા, કચ્છ ઝોનના 20 જળાશયોમાં 65.68 ટકા તથા સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 83.86 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. 

4 દિવસ પહેલા ખાલીખમ પડેલો આજી ડેમ, વરસાદ પડતા છલોછલ થવાને આરે, તંત્રએ  આપ્યું એલર્ટ| Why caution was given in low lying areas of Aaji Dam-2 ?
ફાઈલ ફોટો

95 જળાશયો હાઈ એલર્ટ પર 
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં થઈ રહેલા સાર્વત્રિક વરસાદના પરિણામે 100 ટકાથી વધુ જળસંગ્રહ થયેલા 64 જળાશયો તથા 90 ટકાથી 100 ટકા જળસંગ્રહ થયેલા 31 જળાશયો મળી કુલ 95 જળાશયો હાઈ એલર્ટ પર છે. જ્યારે 80 ટકાથી 90 ટકા જળસંગ્રહ ધરાવતા 25 જળાશયો એલર્ટ પર અને 70 ટકાથી 80 ટકા જળસંગ્રહ ધરાવતા 14 જળાશયોને સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ