બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / 7 employees perished in the fire of Surat Ether Chemical Company

દુર્ઘટના / સુરત એથર કેમિકલ કંપનીની આગમાં 7 કર્મચારીઓ ભડથું, કાટમાળમાં મળ્યા મૃતદેહો, સંચાલકો અને પોલીસનો છુપો ખેલ છતો!

Priyakant

Last Updated: 11:23 AM, 30 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat GIDC Fire Latest News: સુરત સચિન GIDCની એથર કંપનીમાં લાગેલી આગમાં 27 કર્મચારી દાઝ્યા, સંચાલકો, પોલીસે 7 કર્મચારી ગુમ હોવાની વાત છુપાવી અને હવે કાટમાળ ખસેડવાની કામગીરી દરમિયાન મળ્યા 7 મૃતદેહ

  • સુરત સચિન GIDCની એથર કંપનીમાં લાગી હતી આગ
  • કંપનીમાંથી 7 કર્મચારીના મળ્યા મૃતદેહ
  • કાટમાળ ખસેડવાની કામગીરી દરમિયાન મળ્યા મૃતદેહ
  • સંચાલકો, પોલીસે 7 કર્મચારી ગુમ હોવાની વાત છુપાવી

Surat GIDC Fire News : સુરતમાં સચિન GIDCની એથર કેમિકલ કંપનીમાં આગ લાગવાની ઘટનામાં મોટા સમાચાર સામે આવ્યા છે. ગઈકાલે એથર કંપનીમાં લાગેલા આગ બાદ હવે કંપનીમાંથી 7 કર્મચારીના મૃતદેહ મળ્યા હતા. મહત્વનું છે કે, ગઈકાલે કંપનીમાં લાગેલ આગમાં 27 કર્મચારી દાઝ્યા હતા. જેમાં 7 કર્મચારી ગુમ થયા બાદ હવે તેમના મૃતદેહ મળી આવ્યા છે. અહીં એ પણ સામે આવ્યું છે કે, કંપનીના સંચાલકો, પોલીસે 7 કર્મચારીઓ ગુમ હોવાની વાત છુપાવી હતી. 

સુરતની સચિન GIDCમાં આવેલ એથર કેમિકલ કંપનીમાં ગઈકાલે વિકરાળ આગ લાગી હતી. કાલે શરૂઆતમાં 20થી વધુ લોકો દાઝ્યા હોવાનું સામે આવ્યું હતું. આ દરમિયાન 7 કર્મચારીઓ ગુમ થયા હતા. જોકે કંપનીના સંચાલકો, પોલીસે કર્મચારીઓ ગુમ થયા હોવાની વાતને છુપાવી હોવાનું પણ સામે આવ્યું છે. આ તરફ હવે મોડીરાત્રે કાટમાળ ખસેડવાની કામગીરી દરમિયાન 7 કર્મચારીના મૃતદેહ મળ્યા છે. આ સાથે આ આગની ઘટનામાં 27 કર્મચારી દાઝ્યા હોવાનું પણ ખૂલ્યું છે. 

ગઈકાલે લાગી હતી આગ   
સુરતની સચિન GIDCમાં આવેલ એક ફેક્ટરીમાં ગઈકાલે આગ લાગી હતી. વિગતો મુજબ સુરતની સચિન GIDCની એથર કંપનીમાં આગ લાગી હતી. પ્રાથમિક વિગતો મુજબ સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ થતાં આગ લાગી હતી. આ તરફ બ્લાસ્ટની ઘટનામાં 20થી વધુ કારીગર દાઝ્યા હોવાનું સામે આવતા તમામ ઈજાગ્રસ્ત કારીગરોને સારવાર અર્થે ખસેડાયા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ