બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / 6 members of Solanki family swallow poison together, one member hangs himself: Suicide note reads, 'People behaved as I did...'

તપાસનાં આદેશ / સોલંકી પરિવારના 6 લોકોએ એકસાથે ઝેર ગટગટાવ્યું, એક સભ્યએ ગળેફાંસો ખાધો: સ્યુસાઇડ નોટમાં લખ્યું હતું, 'મેં જેવુ વર્તન કર્યું તેવું લોકોએ...'

Vishal Khamar

Last Updated: 06:59 PM, 28 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં સામૂહિક આપઘાત મામલે સુરત પોલીસ કમિશ્નર દ્વારા ઘટનાં સ્થળની મુલાકાતે પહોચ્યા હતા. ત્યારે ઘટનાં સ્થળેથી સ્યુસાઈડ નોટ મળી છે. જેમાં મેં લોકો સાથે જેવું વર્તન કર્યું છે તેવું વર્તન લોકોએ મારી સાથે કર્યું નથી. તેવો સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કરાયો છે.

  • સુરતમાં એક જ પરિવારનાં સાત સભ્યોનો સામૂહિક આપઘાત
  • સુરત પોલીસ કમિશ્નર અજય તોમરે ઘટનાં સ્થળની મુલાકાલ લીધી
  • સ્યુસાઈડ નોટ મળી છે તેમાં કોઈના નામનો ઉલ્લેખ નથી:- CP

સુરત શહેરના પાલનપુર પાટિયા વિસ્તારમાં આવેલા સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટમાં એક પરિવારના સાત સભ્યોએ સામૂહિક આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. આ ઘટનાની જાણ થતા પોલીસ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને ઘટના સ્થળની તપાસ દરમિયાન પોલીસને નોંધ પણ મળી આવી હતી. જેમાં પરિવારના સભ્યોના સામૂહિક આઘાતનું કારણ આર્થિક સંકણામણ હોવાનું સામે આવી રહ્યું છે. પરિવારના સભ્ય મનીષ સોલંકીએ ગળેફાંસો ખાઈને તેમજ અન્ય સભ્યોએ ઝેરી દવા પીને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. 

ઘટનાને્ પગલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
ઘટનાાને પગલે DCP સહિતના પોલીસ અધિકારીઓ પણ સામુહિક આપઘાતની ઘટનાને લઇ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને આ ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતા તેઓ પણ ચોકી ઉઠ્યા હતા. કારણ કે, હસતા ખેલતા સોલંકી પરિવારનો માળો એક રાતમાં વિખેરાઈ ગયો છે.  સોલંકી પરિવારમાં રહેતા મનીષ સોલંકી, તેમના પત્ની રીટા સોલંકી, દીકરી કાવ્યા સોલંકી, બીજી દીકરી દીક્ષા સોલંકી, દીકરો કુશલ સોલંકી, પિતા કનુભાઈ સોલંકી અને માતા શોભનાબેન સોલંકી આપઘાત કર્યો હોવાનું સામે આવી રહ્યું છે.  મહત્વની વાત છે કે મનીષ ઉર્ફે શાંતિલાલ સોલંકી ફર્નિચરના વ્યવસાય સાથે સંકળાયેલા છે. સોલંકી પરિવારના આપઘાતની ઘટનાને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને સુરત માટે એક આ દુઃખદ અને હચ મચાવનારી ઘટના કહી શકાય.

ઘટનાને પગલે લોકોનાં ટોળે ટોળા ઉમટ્યા

સ્યુસાઈડ નોટ મળી છે તેમાં કોઈના નામનો ઉલ્લેખ નથી: CP
સુરતમાં સોલંકી પરિવાર દ્વારા સામુહિક આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. પાલનપુર વિસ્તારમાં આવેલા સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતા પરિવારે આપઘાત કર્યો હતો. આ ઘટના બાદ સુરત પોલીસ કમિશ્નર દ્વારા પણ ઘટનાં સ્થળની મુલાકાતે પહોંચ્યા હતા. આ મામલે સુરત પોલીસ કમિશ્નર અજય તોમરે જણાવ્યું હતું કે, આ મામલે તમામ એજન્સી દ્વારા તપાસ કરવામાં આવશે. સ્યુસાઈડ નોટ મળી છે તેમાં કોઈના નામનો ઉલ્લેખ નથી. મૃતક મનીષ સોલંકી સારા નાગરિક તરીકેની છાપ ધરાવતા હતા. તમામ એંગલથી ઘટનાની તપાસ કરવામાં આવશે.  સ્યુસાઈટ નોટમાં મેં લોકો સાથે જેવું વર્તન કર્યું છે તેવું વર્તન લોકોએ મારી સાથે કર્યું નથી. સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કરાયો છે. આ મામલે ક્રાઈમ બ્રાન્ચ સહિત તમામ એજન્સીઓને તપાસનાં આદેશ અપાયા છે.  

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ