બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / 6 home remedies can remove gas in a minute

હેલ્થ ટિપ્સ / ચપટી વગાડતા જ ગેસની સમસ્યાથી છૂટકારો અપાવી દેશે આ 6 ઘરેલુ ઉપાય

Bijal Vyas

Last Updated: 02:43 PM, 21 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગેસ એક એવી સમસ્યા છે કે જે વ્યક્તિને કહી પણ નથી શક્તો અને સહન કરવુ પણ મુશ્કેલ બને છે. તો આવો આજે ગેસની સમસ્યાના ઘરેલુ ઉપચાર વિશે..

  • ગેસની સમસ્યામાં હર્બલ ટીનું સેવન કરો
  • સમસ્યામાં એપ્પલ સાઇડર વિનેગર પણ કારગર છે
  • ગેસની સમસ્યા માટે જીરાનું પાણી પણ સારો વિકલ્પ છે

Home Remedies can Remove GAS:અત્યારેના અનિયમિત ભોજનનો સમય અને ફાસ્ટફૂડના કારણે ગેસની સમસ્યા થવી સામાન્ય બની ગઇ છે. ઘણા લોકો ગેસની સમસ્યાથી પરેશાન રહે છે. ગેસ એક એવી સમસ્યા છે કે જે વ્યક્તિને કહી પણ નથી શક્તો અને સહન કરવુ પણ મુશ્કેલ બને છે. તો આવો આજે ગેસની સમસ્યા માટે અસરકારક ઘરેલુ ઉપચાર વિશે જાણીએ. જેના સેવનથી તમને ગેસ અને અપચાની સમસ્યામાં રાહત મળશે. 

ગેસની સમસ્યામાં રાહત આપશે આ ઘરેલુ વસ્તુ
1.હિંગ

ગેસને દૂર કરવામાં હિંગ ખૂબ અસરકારક માનવામાં આવે છે. જો તમારા શરીરમાં ભોજન બાદ ગેસ બને છે તો તમે ગરમ પાણીમાં થોડી હિંગ નાંખીને પીવો. તેનાથી  તમને આરામ મળશે. 

ગરમ પાણીમાં ચપટી હિંગ મિક્સ કરીને પીવો આ પીણું, મેદસ્વિતા અને પેટની સમસ્યા  થશે દૂર | Health Benefits Of Drinking Hing Or Asafetida Water Everyday

2. એપ્પલ સાઇડર વિનેગર
ગેસની સમસ્યામાં એપ્પલ સાઇડર વિનેગર પણ કારગર છે. એક ગ્લાસ પાણીમાં એક મોટી ચમચી એપલ સાઇડર વિનેગર મિક્સ કરીને પીવો. તેનાથી પાચનમાં સહાયતા મળશે અને ગેસની સમસ્યા દૂર થશે. 

3. અજમો
ગેસ અને અપચાની સમસ્યામાં રસોડામાં રહેલો અજમાનો ઉપયોગ કરો. તમે અજમાનું પાણી ખાલી પેટ પીવો. તેનાથી ગેસની સમસ્યામાં આરામ મળશે.

4. હર્બલ ચા
અમુક હર્બલ ચાની સહાયતા પણ ગેસની સમસ્યાને દૂર કરી શકાય છે. તમે સૂંઠવાળી ચા, આદુવાળી ચા, ગ્રીન ટી પીને કબજિયાત અને ગેસ જેવી સમસ્યામાં રાહત મેળવી શકો છો. 

5. જીરુ
ગેસની સમસ્યા માટે જીરાનું પાણી પણ સારો વિકલ્પ છે. જે ખોરાકને પાચન કરવામાં મદદ કર છે. એક મોટી ચમચી જીરુ લો, બે કપ પાણીમાં 10થી 15 મિનિટ સુધી ગરમ કરો અને પછી ઠંડુ કરીને આ પાણીને પીવો. 

આદુ એક ફાયદા અનેક! આદુના પાણીથી થતાં ફાયદા જાણીને આજથી જ શરૂ કરશો ઉપયોગ |  know the benefits of ginger water

6. આદુ
ગેસની સમસ્યામાં રાહત મેળવવા માટે તમે આદુનો પણ ઉપયોગ કરી શકો છો. એક ચમચી આદુને છીણી લો, તેને જમ્યા બાદ એક ચમચી લીંબુના રસમાં મિક્સ કરીને તેનુ સેવન કરો. 

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ