બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / 59 killed in explosion near gold mine

દુર્ઘટના / ચારેકોર લાશોના કુરચે-કુરચા ઉડ્યા! બુર્કિના ફાસોમાં ખાણ નજીક વિસ્ફોટ, 59 લોકોના મોત

Kavan

Last Updated: 04:28 PM, 22 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આફ્રિકન દેશ બુર્કિના ફાસોના દક્ષિણ-પશ્ચિમમાં એક પ્રચંડ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 59 લોકોના મોત થયા છે.

  • આફ્રિકન દેશ બુર્કિના ફાસોમાં મોટી દૂર્ઘટના 
  • સોનાની ખાણ નજીક બ્લાસ્ટ થતાં 59 લોકોના મૃત્યુ
  • ખનના રસાયણોને કારણે થયો હોવાનું પ્રાથમિક તારણ 

તો આ સાથે જ આ મોટી હોનારતમાં આશરે 100 થી વધુ લોકો ઘાયલ થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ વિસ્ફોટ ગબોમ્બલોરા ગામમાં સોનાની ખાણ પાસે થયો હતો.

ખનના રસાયણોને કારણે થયો હોવો જોઈએ વિસ્ફોટ 

'RTB'ના સમાચાર અનુસાર, પ્રાદેશિક અધિકારીઓએ ગબોમ્બલોરા ગામમાં વિસ્ફોટની માહિતી આપી હતી. તેમણે કહ્યું કે વિસ્ફોટ બાદ ઘણા લોકો ઘાયલ થયા છે. એવું માનવામાં આવે છે કે ખાણકામ માટે ઉપયોગમાં લેવાતા રસાયણોને કારણે વિસ્ફોટ થયો હશે.

બપોરે 2 વાગ્યા આસપાસ બની હતી દૂર્ઘટના 

ઉલ્લેખનીય છે કે, વિસ્ફોટ દરમિયાન તાજના સાક્ષી એક કર્મચારીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આ વિસ્ફોટ એટલો ભીષણ હતો કે ચારેકોર લાશ નજરે પડી રહી હતી. આ ભયાનક નજારો હતો. આ ઘટના સ્થાનીક સમય પ્રમાણે બપોરે 2 વાગ્યાની આસપાસ બની હતી. 

દેશમાં બળવો થયો છે

આપને જણાવી દઈએ કે બુર્કિના ફાસોમાં અશાંતિનું વાતાવરણ છે. બંધારણીય વ્યવસ્થા પુનઃસ્થાપિત ન થાય ત્યાં સુધી આફ્રિકન સંઘે દેશને સ્થગિત કરી દીધો છે. યુનિયન દ્વારા બુર્કિના ફાસોને ત્યાં બળવા પછી સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બળવાખોર સૈનિકોએ અહીં લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા પ્રમુખ રોચ માર્ક ક્રિશ્ચિયન કેબોરને જેહાદી હિંસા રોકવામાં અસમર્થતા દર્શાવીને તેમની હકાલપટ્ટી કરી હતી.

લશ્કરી નેતા બન્યા નવા પ્રમુખ 

બળવા પછી, લશ્કરી નેતા લેફ્ટનન્ટ કર્નલ પોલ હેનરી સેન્ડોગો દામિબાને આ દેશના રાષ્ટ્રપતિ જાહેર કરવામાં આવ્યા હતા. સત્તા મેળવ્યા બાદ દામીબાએ નવા આર્મી ચીફની પણ નિમણૂક કરી. તે જ સમયે, દેશને તેમના સંબોધનમાં, નવા રાષ્ટ્રપતિએ જો પરિસ્થિતિ યોગ્ય હોય તો બુર્કિના ફાસોમાં બંધારણીય શાસન પુનઃસ્થાપિત કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. દેશના પૂર્વ રાષ્ટ્રપતિ હાલમાં રાજધાનીમાં નજરકેદ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ