બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કચ્છમાં પૂર્વ કચ્છ ACB ટ્રેપમાં વધુ એક લાંચ લેતો કર્મચારી ઝડપાયો

logo

IPL 2024 Qualifier 1 KKR vs SRH: SRHએ જીત્યો ટોસ, KKR સામે પ્રથમ બેટિંગ, પ્રથમ દાવમાં બનાવ્યા 159 રન

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે પૂરક પરિક્ષાના ફોર્મ ભરવા માટેની 1 દિવસની સમય મર્યાદા વધારાઈ

logo

ભાવનગરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી જતા 4ના મોત

logo

દિલ્હીઃ દારૂ કૌભાંડ મામલે 'આપ'ના નેતા મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવાઈ

logo

જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ગોળીબાર

logo

સ્માર્ટ વીજ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

logo

રાજકોટમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનનું મોત

logo

સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે બનાવી SITની ટીમ

logo

અમદાવાદ: 23 જૂનથી શરૂ થશે પીજી નીટની પરીક્ષા, પરીક્ષામાં લાગુ કરાશે નવી પદ્ધતિ

VTV / ગુજરાત / અમદાવાદ / 56 Gujaratis who returned from Sudan were welcomed in Ahmedabad with rose flowers

મિલન / 'મોદી સરકારનો આભાર અમને મોત મુખમાંથી ઉગાર્યા..' સુદાનથી પરત ફરેલા 56 ગુજરાતીઓનું અમદાવાદમાં ગુલાબનું ફૂલ આપીને સ્વાગત, હર્ષ સંઘવીએ કર્યો વાર્તાલાપ

Malay

Last Updated: 08:08 AM, 28 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુદાનમાં ફસાયેલા 56 ગુજરાતીઓને પરત લવાયા છે. સુદાનમાં ફસાયેલા લોકોનું પોતાના પરિવાર સાથે મિલન થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તમામનું સ્વાગત કર્યું હતું

 

  • સુદાનમાં ફસાયેલા ગુજરાતીઓને પરત લવાયા 
  • પોતાના પરિજનો સાથે કરાવ્યું મિલન 
  • પોતાના સ્વજનોને પરત આવતા જોઇ ભાવુક દ્રશ્યો સર્જાયા 
  • ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તમામનું કર્યુ સ્વાગત 


યુદ્ધગ્રસ્ત સુદાનમાંથી ભારતે તેના નાગરિકોને બહાર કાઢીને સ્વદેશ લાવવા માટે 'ઓપરેશન કાવેરી' શરું કરી દીધું છે. જે હેઠળ સુદાનથી સાઉદી અરબના જેદ્દાહમાં ભારતીયોને લાવવામાં આવી રહ્યાં છે અને ત્યાંથી સ્પેશિયલ ફ્લાઈટ દ્વારા નવી દિલ્હી પહોંચાડવાની વ્યવસ્થા કરાઈ રહી છે. અત્યાર સુધીમાં લગભગ 1 હજારથી વધુ ભારતીયોને સુદાનથી પરત લાવવામાં આવ્યા છે. સુદાનમાં ફસાયેલા ગુજરાતીઓને પરત લાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર ભારત સરકારના વિદેશ મંત્રાલય સાથે સતત સંપર્કમાં છે. ત્યારે ગઈકાલે 56 ગુજરાતીઓને સુદાનથી પરત લાવવામાં આવ્યા છે. 

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તમામનું કર્યું સ્વાગત
સુદાનમાં ફસાયેલા ગુજરાતીઓને અમદાવાદ પરત લવાયા છે. તેઓએ વતનમાં આવતાં જ જીવમાં જીવ આવ્યો હોય એવો હાશકારો અનુભવ્યો હતો. સુદાનમાં ફસાયેલા લોકોનું પોતાના પરિવાર સાથે મિલન થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. ગઈકાલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુદાનથી પરત આવેલા ગુજરાતીઓનું સ્વાગત કર્યું હતું. તેમણે ગુલાબનું ફૂલ આપીને તમામને આવકાર્યા હતા. આ દરમિયાન હેમખેમ રીતે સુદાનથી પરત આવેલા ગુજરાતીઓએ સરકારનો આભાર માન્યો હતો. 

72 લોકોએ ભારત આવવા માટે કરી છે અરજી 
આ તકે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આપણે દરેક લોકો હાલ જાણીએ છીએ કે સુદાનમાં અત્યારે અર્ધ લશ્કરી દળો અને સૈન્યની વચ્ચે જે પ્રકારે હિંસા ફાટી નીકળેલી છે. અગલ અલગ દેશના ઘણા લોકો ત્યાં ફસાયેલા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે મંત્રીઓ અને અધિકારીઓની ટીમ ત્યા રવાના કરવામાં આવી છે. ઇન્ડિયન નેવી, એરફોર્સ અને અધિકારીઓએ મળીને સુદાનમાં ફસાયેલા નાગરિકોને પરત લાવવાની યોજના બનાવી છે. ગુજરાતના કુલ અત્યાર સુધીમાં 72 લોકોએ ભારત પરત આવવાની અરજી કરી છે. તેમાંથી ગઈકાલે 56 ગુજરાતીઓને ભારત પહોંચાડવામાં આવ્યા છે. ગુજરાત સરકાર દ્વારા આ તમામને સહી સલામત રીતે પોતાના ઘર સુધી પહોંચાડવાની જવાબદારી હાથ ધરાઈ છે.  

મોદી સરકારનો ખૂબ ખૂબ આભારઃ સુદાનથી પરત આવેલ ગુજરાતી
સુદાનથી પરત આવેલા વિપિનભાઈ હરીલાલ મહેતાએ જણાવ્યું હતું કે, અમે સુદાનમાં એ જગ્યાએ ફસાયેલા હતા, જ્યાં પરિસ્થિતિ ખૂબ જ ગંભીર હતી. અમને ત્યારે એમ હતું કે, હવે અમે અહીંથી નીકળી શકશું જ નહીં. પરંતુ જ્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ઓપરેશન કાવેરી શરૂ થયું ત્યારે અમને ખાતરી થઈ કે હવે અમે હેમખેમ અહીંથી નીકળી જઈશું. ત્યાં પરિસ્થિતિ હજું એમને એમ જ છે, કોઈ સુધારો નથી થયો.  અમને પરત લાવવા બદલ મોદી સરકારનો ખૂબ ખૂબ આભાર.
 

વિપિનભાઈ હરીલાલ મહેતા

અમદાવાદ કલેકટર કચેરીમાં કંટ્રોલ રૂમ તૈયાર કરાયો
સુદાનમાં ફસાયેલા ભારતીયો માટે અમદાવાદ કલેકટર કચેરીમાં કંટ્રોલ રૂમ તૈયાર કરાયો છે. સુદાનમાં ફસાયેલા નાગરિકો માટે કેન્દ્ર સરકારનું ઓપરેશન કાવેરી શરૂ કર્યું છે. અત્યાર સુધી 1 હજારથી વધુ ફસાયેલા લોકોને દેશમાં પરત લવાયા છે. વધુમાં ફસાયેલા ભારતીયોના પરિવાર કંટ્રોલ રૂમમાં કૉલ કરીને માહિતી મેળવી શકાશે. સુદાનથી પરત આવવા માગતા ભારતીયો માટે હેલ્પલાઈન શરૂ કરવામાં આવ્યો છે.

રાજકોટ માટે 0281-2471573 નંબર જાહેર કરાયો
કંટ્રોલ રૂમમાં 079-27560511 નંબર પર કૉલ કરીને માહિતી મેળવી શકાશે. તેમજ સુદાનમાં રાજકોટના નાગરિકો માટે ફોન નંબર જાહેર કરાયો છે. જેમાં 0281-2471573 નંબર જાહેર કરાયો રાજકોટના કોઈ નાગરિક સુદાનમાં ફસાયેલા હોય તો સંપર્ક કરી શકે છે.

ભારત સરકારે હાથ ધર્યું છે ઓપરેશન કાવેરી
સુદાનમાં અર્ધ લશ્કરી દળો અને સૈન્ય વચ્ચે હાલ ચાલી રહેલા આંતરિક યુદ્ધના લીધે ત્યાં વસતા અન્ય દેશોના લોકો પણ ફસાઇ ગયા છે.  આંતરિક યુદ્ધગ્રસ્ત સુદાનમાં ફસાયેલા ભારતીય નાગરીકોને સ્વદેશ પરત લાવવા માટે ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા ઓપરેશન “કાવેરી” હાથ ધરવામાં આવ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ