બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / 500 rupee note with star is rumored to be fake

VTV Fact Check / શું સ્ટાર દોરેલું હોય તેવી 500ની નોટ હોય છે નકલી? ખુદના બૅન્કના અધિકારીઓએ જુઓ શું કર્યો ખુલાસો

Dinesh

Last Updated: 04:00 PM, 5 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત પીપલ્સ કો-ઓપરેટિવ બેંકના એમ.ડી જતિન નાયકે જણાવ્યું કે, લોકોને કંઈપણ પેનિક થવાની જરૂર નથી, સ્ટારવાળી નોટને લઈ જરા પણ ડરવાની જરૂર નથી તેનું મૂલ્ય જેટલું છે એટલું જ છે

  • સ્ટારવાળી 500 રૂ.ની નોટ નકલી હોવાની અફવા
  • સમગ્ર ઘટના અંગે VTV NEWSની પડતાલ 
  • બેંક અધિકારીઓએ મેસેજ ખોટો ગણાવ્યો


દેશભરમાં હાલ 500 રૂપિયાની એક ખાસ નોટને લઇને વિવાદ થયો છે. 500 રૂપિયાની કેટલીક નોટોમાં સ્ટારના નિશાનને લઇને આ નોટો નકલી હોવાની અફવા ઉડી રહી છે. જેને લઇને સોશિયલ મીડિયામાં ચર્ચા શરૂ થઇ છે. 500 રૂપિયાની સ્ટાર ધરાવતી નોટ નકલી હોવાની અફવાને લઇને દેશમાં અનેક જગ્યાઓએ લોકોએ સ્ટાર ધરાવતી નોટો સ્વિકારવાનું બંધ કરી દીધું છે. ત્યારે 500 રૂપિયાની સ્ટાર સાથેની નોટ અંગે VTV ન્યૂઝે સમગ્ર ઘટના અંગે પડતાલ કરી. VTV ન્યૂઝે આ અંગે બેંકના અધિકારીઓ સાથે વાતચીત કરી છે. અધિકારીઓએ વાયરલ મેસેજને ખોટો ગણાવ્યો છે. મહત્વનું છે કે સ્ટાર સાથેની નોટને લઇને રિઝર્વ બેંકે પણ ખુલાસો કરી આ નોટો અસલી હોવાની સ્પષ્ટતા કરી છે.

બૅન્કના અધિકારીએ શું કહ્યું ?
સુરત પીપલ્સ કો-ઓપરેટિવ બેંકના એમ.ડી જતિન નાયકે જણાવ્યું કે, લોકોને કંઈપણ પેનિક થવાની જરૂર નથી. તેમણે ઉમેર્યું કે, RBIએ પણ તેની વેબસાઈટ પર પણ નોટીફિકેશન મુકીને પણ જાણ કરી છે. તેમણે કહ્યું કે, સ્ટારવાળી નોટને લઈ જરા પણ ડરવાની જરૂર નથી તેનું મૂલ્ય જેટલું છે એટલું જ છે. તેમણે કહ્યું કે, સોશિયલ મીડિયામાં આવતી ઘણી બધી બાબતો સત્યથી વેગળી હોય છે માટે પહેલા વાંચવાની, સાંભળવાની અને તેની સત્ય બાબત તપાસવાની જરૂર હોય છે. 

સુરત પીપલ્સ કો-ઓપરેટિવ બેંકના એમ.ડી

'PIB ફેક્ટ ચેક'
'PIB ફેક્ટ ચેક'એ ફેક મેસેજ શેર કરતા લખ્યું- શું તમારી પાસે સ્ટાર (*) વાળી નોટ છે? શું આ નકલી નથી? ગભરાશો નહીં!! આવી નોટો નકલી હોવાનો મેસેજ ફેક છે. આરબીઆઈએ ડિસેમ્બર 2016 થી નવી રૂ. 500 ની બેંક નોટોમાં સ્ટાર સિમ્બોલ (*) રજૂ કર્યું. PIB ફેક્ટ ચેક એ 'પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો'નું ફેક્ટ ચેકિંગ યુનિટ છે.

વાયરલ મેસેજમાં શું દાવો કરવામાં આવ્યો?
500 રૂપિયાની નોટની તસવીર સાથેનો એક મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજમાં લખ્યું છે- છેલ્લા 2-3 દિવસથી (*) સિમ્બોલવાળી આ 500ની નોટો બજારમાં દોડવા લાગી છે. આવી નોટ ગઈકાલે ઈન્ડસઈન્ડ બેંકમાંથી પરત કરવામાં આવી હતી. આ નકલી નોટ છે. આજે પણ એક મિત્રને એક ગ્રાહક પાસેથી આવી 2-3 નોટ મળી હતી, પરંતુ ધ્યાન ન હોવાને કારણે તેણે તરત જ પરત કરી દીધી હતી. ગ્રાહકે એમ પણ કહ્યું કે આ નોટ સવારે કોઈએ આપી હતી. તમે પણ ધ્યાન રાખો બજારમાં નકલી નોટો લઈને ફરનારાઓની સંખ્યામાં વધારો થયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ