બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / 50 lakh rupees fraud with Surat family

કાર્યવાહી / ખોદકામમાં સોનું મળ્યું છે કહીને નકલી પધરાવી દીધું...: સુરતના પરિવાર સાથે 50 લાખ રૂપિયાની છેતરપિંડી

Vishal Khamar

Last Updated: 04:10 PM, 25 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં સસ્તા ભાવની લાલચમાં વલસાડનો પરિવાર છેતરાય છે. પરિવારને સોનાન દાગીના મળ્યા હોવાનું જણાવી રૂપિયા 50 લાખ લઈ નકલી દાગીના પધરાવી દેતા પરિવારજનોએ પલસાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

વલસાડ ખાતે રહેતા ઉર્વીશભાઈ પ્રકાશભાઈ દેસાઈને ગઠીયાઓએ સસ્તામાં સોનું આપવાની લાલચ આપી બોલાવ્યા હતા.  ત્યારે ઉર્વીશભાઈ દેસાઈ સોનીની ગીની અને સસ્તો સોનાનો હાર ખરીદવાની લ્હાયમાં પલસાણા તાલુકાના કારેલી ગામે પહોંચ્યા હતા. જ્યાં એક ટોળકીએ ખોદકામ દરમ્યાન મળેલ સોનું આપવાની ગઠીયાએ લાલચ આપી હતી. જે સોનાના દાગીનાં લેવા માટે પરિવારને બોલાવ્યો હતો. જે બાદ પરિવાર સાથે 50 લાખ રૂપિયા લઈ નકલી લાગીના પધરાવી દીધા હતા. 

પોલીસે ગુનો નોંધી એક આરોપીની ધરપકડ કરી
ઉર્વીશભાઈ દેસાઈ દ્વારા સોનાની ચકાસણી કરતા ઠગ ટોળકી ડુપ્લિકેટ સોનું પધરાવ્યું હોવાની જાણ પરિવારજનોને થતા પરિવારજનો દ્વારા ઠગ ટોળકીનાં પ્રહલાદ ઝંડાવાળા વિરૂદ્ધ પલસાણા પોલીસ મથકે ગુનો નોંધી પ્રહલાદ ઝંડાવાળાની ધરપકડ કરી હતી. 

વધુ વાંચોઃ બરાબર જે ઠેકાણે દ્વારકા ડૂબી હતી તે ઠેકાણે ઉતર્યાં PM મોદી, દ્વારકાધીશને અર્પણ કરી પ્યારી ચીજ

પોલીસ દ્વારા મુખ્યસુત્રધારને પકડવાની તજવીજ હાથ ધરી
પોલીસ દ્વારા આ સમગ્ર મામલે પ્રદલાદ ઝંડાવાળાની પૂછપરછ કરતા તેણે આ સમગ્ર છેંતપીંડી પાછળ વડોદરાનાં કલ્યાણ નગર ખાતે રહેતો પ્રભુ ગુલશનભાઈ સોલંકી હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે પોલીસ દ્વારા મુખ્ય આરોપીને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ