બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / વડોદરા / 50 crore garbage scam in Vadodara Municipal Corporation by BJP corporator Allegation

પોલમપોલ / વડોદરામાં કચરો લેવાના કામમાં બાબુઓનું 50 કરોડનું કૌભાંડ! કૉર્પોરેટરે GPSની મદદથી પકડી પાડી ગેરરીતિ

Dhruv

Last Updated: 03:36 PM, 19 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરા મહાનગર પાલિકામાં મસમોટુ કચરા કૌભાંડ થયું હોવાનો ભાજપના જ કોર્પોરેટર આશિષ જોશીએ આક્ષેપ લગાવ્યો છે.

  • વડોદરા મનપામાં મસમોટું કૌભાંડ થયાનો આક્ષેપ
  • ભાજપના જ કોર્પોરેટર દ્વારા કૌભાંડ કર્યાનો આક્ષેપ
  • કોર્પોરેટરે GSP થકી તમામ ડેટા એકત્ર કરી કૌભાંડ બહાર પાડ્યું

વડોદરામાં ડોર ટુ ડોર કચરાની ગાડીઓની છેલ્લા ત્રણથી ચાર મહિનાની માહિતી મેળવ્યા બાદ મનપામાં ભાજપના જ કોર્પોરેટર આશિષ જોશી દ્વારા મસમોટું કૌભાંડ કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કોન્ટ્રાક્ટરે અધિકારીઓ સાથે મળી કૌભાંડ કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

પોઇન્ટ મીસ કરવા છતાં પેમેન્ટ ચૂકવી દેતા પાલિકાને 40 લાખનું નુકસાન

CDC નામના કોન્ટ્રાક્ટર સામે કોર્પોરેટર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. મે મહિનામાં 65 ગાડીઓએ 6 હજાર 700 જેટલા પોઇન્ટ મીસ કરવા છતાં કોન્ટ્રાક્ટરને પેમેન્ટ ચૂકવી દેવામાં આવ્યું છે. પોઇન્ટ મીસ કરવા છતાં પેમેન્ટ ચૂકવી પાલિકાને 40 લાખનું નુકસાન કરવામાં આવ્યું છે. કોર્પોરેટરે કચરાની ગાડીઓમાં રાખવામાં આવેલા GSP સિસ્ટમથી તમામ ડેટા એકત્ર કરી કૌભાંડ બહાર પાડ્યું  છે.

સમગ્ર કૌભાંડના આક્ષેપ બાદ મનપા કમિશનરનો ડેટા સુરક્ષિત રાખવાનો આદેશ

સમગ્ર કૌભાંડના આક્ષેપ બાદ મનપા કમિશનરે ડેટા સુરક્ષિત રાખવા માટેનો આદેશ કર્યો છે. રવિવાર સુધી મનપાના CCC કમાન્ડ સેન્ટરમાં ડેટા દેખાતા હતા. પરંતુ રવિવાર બાદ માત્ર 3થી 4 મહિનાના ડેટા જ દેખાઇ રહ્યાં છે. કોર્પોરેટરે ડેટા સાથે મેયર અને મનપા કમિશનરે ફરિયાદ કરી રૂ. 7.20 કરોડની પેનલ્ટી વ્યાજ સાથે વસૂલવાની માંગ કરી છે. સાથે કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવા માટેની પણ માંગ કરી છે.

સળગતા સવાલો

જો કે, અહીંયા કેટલાંક સળગતા સવાલો પણ ઉભા થાય છે જેવાં કે, વડોદરા મહાનગરપાલિકામાં 50 કરોડનું કચરા કૌભાંડ કરનારા સામે શું કાર્યવાહી કરાશે? આખરે કેમ પેનલ્ટી લગાવવાની જગ્યાએ પેમેન્ટ કરાયું? શું અહીં કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરાશે? શું પેનલ્ટીની રકમ વ્યાજ સહિત વસૂલ કરાશે? 7.20 કરોડની પેનલ્ટીની વસૂલાત કરાશે કે કેમ? આવાં કૌભાંડો કરવાની અધિકારીઓને હિંમત આવે છે ક્યાંથી? શું શાસકોના છાવરવાના કારણે અધિકારીઓ આવા કૌભાંડ કરી રહ્યાં છે?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ