બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / 5 things including a mouse in a dream luck is destined to shine

સ્વપ્નશાસ્ત્રનો અર્થ / સપનામાં જોવા મળે ઉંદર સહિત આ 5 વસ્તુઓ, તો સમજી જજો કિસ્મત ચમકવાની નક્કી, ઘનના ઢગલા થશે

Manisha Jogi

Last Updated: 08:13 PM, 13 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્વપ્નશાસ્ત્ર અનુસાર સપના ભવિષ્યમાં ઘટિત થનાર ઘટનાઓ બાબતે સંકેત આપે છે. સપનામાં આ વસ્તુઓ જોવા મળે તો તમારે સમજી જવું જોઈએ કે, તમારું ભાગ્ય ખુલી જશે.

  • સપના ભવિષ્યમાં થનાર ઘટનાનો આપે છે સંકેત.
  • સપનામાં આ વસ્તુઓ દેખાય તો ખુલી જશે ભાગ્ય.
  • સપના શુભ અને અશુભ ઘટના બાબતે આપે છે જાણકારી.

ઊંઘ્યા પછી વ્યક્તિ એક અલગ જ દુનિયામાં જાય છે.  સ્વપ્નશાસ્ત્ર અનુસાર મનુષ્યને સપનામાં જે પણ દેખાય છે, તે ભવિષ્યમાં ઘટિત થનાર ઘટનાઓ બાબતે સંકેત આપે છે. આ સપના શુભ અને અશુભ હોઈ શકે છે. સ્વપ્ન શાસ્ત્રો અનુસાર, કહેવામાં આવે છે કે, સવારે 3 થી 5 વાગ્યાની વચ્ચે જોયેલા સપના સાચા થાય છે.  જો તમને પણ સપનામાં ઉંદરની સાથે સાથે આ વસ્તુઓ જોવા મળે તો તમારે સમજી જવું જોઈએ કે, તમારું ભાગ્ય ખુલી જશે. આ બાબતે દિલ્હી નિવાસી જ્યોતિષ આચાર્ય પંડિત આલોક પંડ્યાએ વિગતવાર જાણકારી આપી છે. 

સોનાના ઘરેણા જોવા મળવા:

સ્વપ્નશાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિને સપનામાં સોનાના ઘરેણા અથવા સોનાની કોઈ વસ્તુ જોવા મળે તો તેને શુભ સપનું માનવામાં આવે છે. આ સપનાનો અર્થ છે કે, ઘરમાં માઁ લક્ષ્મીનું આગમન થશે. 

નૃત્ય કરતી યુવતી દેખાય:

સ્વપ્નશાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિને સપનામાં નૃત્ય કરતી યુવતી અથવા મહિલા જોવા મળે તો તે સપનાને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સપનાનો અર્થ છે કે, આકસ્મિક ધન લાભ થશે. 

ઉંદર દેખાય:

સ્વપ્નશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે, જો કોઈ વ્યક્તિને સપનામાં ઉંદર દેખાય તો તેને શુભ માનવામાં આવે છે. સપનામાં ઉંદર દેખાય તો તે ભગવાન ગણેશ અને માઁ લક્ષ્મીના આગમનનો સંકેત આપે છે. આ સપનાથી આર્થિક લાભ પણ થઈ શકે છે. 

રંગબેરંગી ફૂલ દેખાવા:

સ્વપ્નશાસ્ત્ર અનુસાર જે જાતકોને સપનામાં લાલ, પીળા અથવા રંગબેરંગી ફૂલ દેખાય તો તે સપનાને શુભ સંકેત માનવામાં આવે છે. આ સપનાનો અર્થ છે કે, આકસ્મિક ધન લાભ થશે. 

મધમાખી દેખાવી:

સ્વપ્નશાસ્ત્ર અનુસાર જો સપનામાં મધમાખી જોવા મળે તો તે સપનાને શુભ સપનું માનવામાં આવે છે. સપનામાં મધમાખી દેખાય તો આર્થિક પરેશાની દૂર થવાનો અને ધન આગમનના નવા સ્ત્રોતનો સંકેત આપે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ