બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / 5 people drowned in the sea of Sunwali in Surat

દુઃખદ / સુરતના સુંવાલીના દરિયામાં ન્હાવા પડેલા 5 યુવકો ડૂબ્યા, 2ના મોત, એકને બચાવી લેવાયો, 2ની શોધખોળ શરૂ

Khyati

Last Updated: 10:39 AM, 30 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના સુંવાલીના દરિયા કાંઠે રવિવારના દિવસે મચી અફરાતફરી, દરિયામાં ન્હાવા પડેલા 5 લોકો ડૂબ્યા, 2ના મોત

  • સુરતના સુંવાલી દરિયામાં 5 લોકો ડૂબ્યા
  • વિકાસ સાલ્વે નામના યુવકનો જીવ બચાવી લેવાયો
  • 2 લોકોના મળી આવ્યા મૃતદેહ, 2 યુવકો લાપતા 

હાલમાં ઉનાળુ વેકેશન ચાલી રહ્યુ છે.  લોકો કાળઝાળ ગરમીમાં ઠંડક મેળવવા માટે દરિયા કાંઠે જવાનું પસંદ કરી રહ્યા છે. અત્યારે તમે જુઓ તો જ્યાં પણ દરિયો હોય ત્યાં મોટી સંખ્યામાં લોકો અચૂક જોવા મળે જ છે. પરંતુ દરિયાના પાણીમાં મોજ મસ્તીનો માહોલ ક્યારે ગમગીન બની જાય તે કહી ન શકાય. ત્યારે સુરતમાં પણ આવુ જ બન્યું.

સુરતના સુંવાલી દરિયામાં ડૂબવાથી 2ના મોત, 2 લાપતા

રવિવારનો દિવસ હોવાથી સહેલાણીએ દરિયે ફરવા નીકળી પડ્યા હતા. સુરતના સુંવાલીના દરિયા કિનારે મોટી સંખ્યામાં લોકો મોજ મસ્તી કરવા ઉમટી પડ્યા હતા. ત્યારે ભટારનગર, આઝાદનગર અને ઇચ્છાપોર વિસ્તારના પાંચ યુવાનો દરિયામાં ડૂબ્યા હોવાનું સામે આવતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.  ઘટનાને પગલે ફાયરવિભાગનના જવાનો તાત્કાલિક રેસક્યુ ઓપરેશનમાં જોડાયા હતા. જેમાં વિકાસ સાલ્વે નામના યુવકનો જીવ બચાવી લેવાયો હતો જ્યારે ઇચ્છાપોર ખાતે રહેતા સચિનકુમાર જાદવ અને અન્ય એકનો  મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે અન્ય 2 લોકોની શોધખોળ ચાલી રહી છે.. ઘટનાને પગલે પરિવારમાં ભાર દુઃખની લાગણી ફરી વળી છે. 

તંત્રએ દરિયામાં ન્હાવા પર મૂક્યો છે પ્રતિબંધ 

મહત્વનું છે કે સુરતના સુંવાલીના દરિયામાં ન્હાવાની મનાઇ છે. કારણ કે  સુરતના છેવાડે આવેલા હજીરા વિસ્તારમાં આમ તો ઔદ્યોગિક એકમો સૌથી વધુ છે. દેશની જાણીતી ઉદ્યોગપતિની ફેક્ટરીઓ માલ સામાન લાવવા માટે દરિયાનો ઉપયોગ કરવામાં આવે છે. આ દરિયા કિનારે સુવાલી નામનો બીચ પણ આવેલ છે.

 

આ બીચ પર વારંવાર ડૂબવાની ઘટના બનતી રહે છે પરિણામે અહીં તંત્ર દ્વારા ન્હાવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારે આ ઘટમનાને પગલે હજીરા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ