બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / 5 people buried due to rock fall in Ahmedabad's Maninagar, rescue operation carried out by fire brigade

દુર્ઘટના / અમદાવાદના મણિનગરમાં ભેખડ ધસી પડતા એકનું મોત, 3 ગંભીર, અધિકારીઓ ઘટનાસ્થળે

Dinesh

Last Updated: 02:04 PM, 14 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના મણિનગર વિસ્તારમાં ભેખડ ધસી પડવાની ઘટના સામે આવી છે..સ્વામિનારાયણ કોલોની નજીક આવેલી આઇસીઆઇસીઆઇ બેંક પાસે ભેખડ ધસી પડતા અંદાજે 5 જેટલા લોકો દટાયા હતા..

  • મણિનગર વિસ્તારમાં ભેખડ ધસી પડવાની ઘટના
  • ફાયર બ્રિગેડની 4 જેટલી ગાડીઓ ઘટના સ્થળ પર
  • એકનું મોત અને ત્રણ લોકોનું રેસ્ક્યુ કરાયું, હાલત ગંભીર

અમદાવાદના મણિનગર વિસ્તારમાં ભેખડ ધસી પડવાની ઘટના સામે આવી છે..સ્વામિનારાયણ કોલોની નજીક આવેલી આઇસીઆઇસીઆઇ બેંક પાસે ભેખડ ધસી પડતા અંદાજે 4થી 5 લોકો દટાયા હતા. જે પૈકી બે મહિલા સહિત ત્રણ લોકોનું રેસ્કયૂ કરાયૂ હતું. હાલ આ ઘટનામાં એકનું મોત અને ત્રણની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટનાસ્થળે 

ઘટનાની જાણ થતાજ ફાયર બ્રિગેડની 4 જેટલી ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી અને રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી. દરમ્યાન ફાયર બ્રિગેડની ટીમને એક મહિલા અને એક પુરુષ સહિત ત્રણનું રેસ્કયૂ કરવામાં સફળતા હાથ લાગી હતી.

બેઝમેન્ટ ભરવાનું કામ ચાલી રહ્યુ હતું

આ ઘટના બેંક પાસે બેઝમેન્ટ ભરવાનું કામ ચાલી રહ્યું હતું તે દરમ્યાન ઘટી હતી. શ્રમિકો બેઝમેન્ટમાં માટી ભરવાની કામગીરી કરી રહ્યા હતા તે દરમ્યાન ભેખડ ધસી પડી, ફાયર બ્રિગેડની ટીમે તુરંત સ્થળ પર પહોંચી રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી. અત્યાર સુધી ત્રણ લોકોનું સફળતા પૂર્વક રેસ્ક્યૂ કરાયુ છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. મહત્વનું છે કે બેઝમેન્ટમાં માટી ભરવાની કામગીરી દરમિયાન ઘટના બની હતી. ફાયરબ્રિગેડ દ્વારા મહિલા અને પુરુષનું કર્યુ રેસ્ક્યૂ કરી સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ