બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / સુરત / વડોદરા / 5 more deaths in Gujarat today, heart attacks in Surat-Rajkot and Vadodara hit the family hard

ચિંતા / ગુજરાતમાં આજે વધુ 5નાં મોત, સુરત-રાજકોટ અને વડોદરામાં હાર્ટ એટેક પરિવાર પર કાળ બનીને ત્રાટક્યો

Priyakant

Last Updated: 01:35 PM, 8 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Heart Attack News : રાજ્યમાં હાર્ટએટેકના બનાવોમાં ચિંતાજનક રીતે વધારો, આજે ફરી સુરતમાં બે, વડોદરામાં બે તો રાજકોટમાં એકનું મોત

  • રાજ્યમાં હાર્ટએટેકથી 24 કલાકમાં 5 વ્યક્તિના મોત 
  • સુરતમાં એક મહિલા અને એક રત્નકલાકારનું મોત
  • વડોદરાના તરસાલી અને વાસણા પર રહેતા વ્યક્તિઓના મોત
  • રાજકોટના નાગેશ્વર વિસ્તારમાં રહેતા પ્રોફેસરનું  હૃદય બંધ પડી જતાં મોત

Gujarat Heart Attack News : રાજ્યમાં હાર્ટએટેકથી થતા મોતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રોજ બરોજ હાર્ટ એટેકના બનાવોની હારમાળો વધી રહી છે ત્યારે આજે ફરી રાજ્યમાં અલગ અલગ જિલ્લામાં એક જ દિવસમાં 5 લોકોના મોત થયા છે. હાર્ટ અટેકના વધતા જતા કિસ્સા અને તેનાથી થતા મોતના કારણે સ્થિતિ ચિંતાજનક બની રહી છે. આજે ફરી સુરતમાં બે, વડોદરામાં બે તો રાજકોટમાં એકનું હાર્ટ એટેકથી મોત થયું છે. 

સુરતમાં હાર્ટએટેકથી વધુ બે ના મોત
સુરતમાં હાર્ટ એટેકથી વધુ બે વ્યક્તિના મોત થયા છે. વિગતો મુજબ પુણા ગામની મહીલા ઘરકામ કરતી વખતે ઢળી પડ્યા હતા. જે બાદમાં તેમને સ્મિમેરમાં સારવાર અર્થે ખસેડાયા બાદ તેમનું મોત થયું છે. આ તરફ અન્ય એક ઘટનામાં રાંદેરમાં રહેતા રત્નકલાકારનું મૃત્યુ થયું છે. 39 વર્ષીય બાબુ પરમારને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જે બાદમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું છે. 

વડોદરામાં વધુ બે લોકોના હાર્ટએટેકથી મોત 
સંસ્કારી નગરી વડોદરામાં પણ દિવસેને દિવસે હાર્ટએટેકના બનાવો વધી રહ્યા છે. વિગતો મુજબ વડોદરામાં 17 દિવસમાં 14 લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે. આ તરફ છેલ્લા 24 કલાકમાં તરસાલીમાં 51 વર્ષીય ભરત પરમારનું હાર્ટએટેકથી મોત થયું તો વાસણા રોડ પર રહેતા સમીર કૌલનું પણ હાર્ટએટેકના કારણે મોત થયું છે. 

રાજકોટમાં સતત વધી રહ્યા છે હાર્ટએટેકના બનાવો 
રાજકોટમાં પણ દિવસેને દિવસે હાર્ટએટેકના બનાવો વધી રહ્યા છે. આંકડાઓ મુજબ રાજકોટમાં સંભવિત રીતે સપ્તાહમાં 2-3 વ્યક્તિના હાર્ટએટેકના કારણે મોત થાય છે. આ તરફ ફરી એકવાર રાજકોટમાં એક પ્રોફેસરનું હાર્ટએટેકથી મોત થયું છે. રાજકોટના નાગેશ્વર વિસ્તારમાં રહેતા 44 વર્ષીય પ્રોફેસર મિતેષ ભાઈ ચૌહાણનું હૃદય એકાએક બંધ પડી જતાં તેમનું મોત થયું છે. વિગતો મુજબ તેઓ કચ્છની નવોદય વિદ્યાલય ખાતે ફરજ બજાવતા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ