બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / 5 hindu rituals like tilak on forehead tradition which have religious and scientific reason

જાણવા જેવુ / પૂજામાં હાથ જોડવા, માથા પર તિલક લગાવવું શા માટે જરૂરી? જાણો આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક કારણ

Bijal Vyas

Last Updated: 11:03 AM, 28 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિન્દુ ધર્મમાં ઘણી એવી પરંપરા છે જેનું નિયમિત રૂપથી પાલન કરવામાં આવે તો એમાં માથા પર તિલક લગાવવું, વ્રત અથવા ઉપવાસ કરવું અને ઘણી બીજી પરંપરા છે.

  • હાથ જોડીને નમસ્કાર કરવાની પરંપરા પ્રાચીન સમયથી સનાતન ધર્મમાં ચાલી આવે છે
  • માથા પર તિલક  શરીરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે
  • શિખા રાખવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર વધે છે.

Rituals Of Hinduism: સનાતન ધર્મમાં ઘણી એવી પરંપરા છે જેનું નિયમિત રૂપથી પાલન કરવામાં આવે તો એમાં માથા પર તિલક લગાવવું, વ્રત અથવા ઉપવાસ કરવું અને ઘણી બીજી પરંપરા છે. આ બધાનું માત્ર આધ્યાત્મિક મહત્વ જ નથી પરંતુ વૈજ્ઞાનિક રૂપથી પણ વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. આવો જ્યોતિષ પાસેથી આ વિશે...

1. હાથ જોડીને નમસ્કાર કરવો
હાથ જોડીને નમસ્કાર કરવાની પરંપરા પ્રાચીન સમયથી સનાતન ધર્મમાં ચાલી આવે છે. આ મુદ્રામાં માથું નમાવવાથી મનુષ્ય માત્ર તેની સામેની વ્યક્તિ પ્રત્યે આદર જ નહીં પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ તે મહત્વપૂર્ણ હોવાનું કહેવાય છે. વૈજ્ઞાનિકો અનુસાર, જ્યારે કોઈ વ્યક્તિ હાથ જોડીને અભિવાદન કરે છે, તો હથેળીના કેટલાક બિંદુઓ હોય છે જેના પર દબાણ હોય છે. આ બિંદુઓ કાન, નાક, હૃદય, આંખ જેવા વિવિધ માનવ અંગો સાથે સીધા સંબંધિત છે. જ્યારે આ બિંદુઓ પર દબાણ હોય છે, ત્યારે તે વ્યક્તિના શરીરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. વૈજ્ઞાનિક ભાષામાં તેને એક્યુપ્રેશર પણ કહેવાય છે.

Topic | VTV Gujarati


2. માથા પર તિલક 
સનાતન ધર્મમાં પૂજા કે અનુષ્ઠાન સમયે કપાળ પર તિલક લગાવવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. આ પરંપરા પાછળ માત્ર આધ્યાત્મિક જ નહીં પરંતુ વૈજ્ઞાનિક કારણ પણ છે. જો કોઈ વ્યક્તિના કપાળ પર તિલક લગાવવામાં આવે છે, તો તે કપાળની મધ્યમાં એક બિંદુ હોય છે જેનો સીધો સંબંધ નર્વસ સિસ્ટમ સાથે હોય છે. આ બિંદુ પર દબાણ આવતા જ તે સક્રિય થઈ જાય છે અને શરીરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. કપાળ પર તિલક લગાવવાથી ન માત્ર એનર્જી મળે છે, પરંતુ વ્યક્તિની ધ્યાન શક્તિ પણ વધે છે અને તેનાથી સ્નાયુઓમાં રક્ત પરિભ્રમણ બરાબર રહે છે.

3. શિખા રાખવી
સનાતન ધર્મમાં શિખા રાખવાની પ્રથા પણ પૌરાણિક કાળથી ચાલી આવે છે. ધાર્મિક દૃષ્ટિકોણથી શિખા રાખવું શુભ કહેવાય છે. આયુર્વેદમાં પણ આ વિષય પર વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. આયુર્વેદ અનુસાર, કોઈપણ વ્યક્તિ જે ચોટી કે શિખા ધારણ કરે છે તેનો સીધો સંપર્ક નર્વસ સિસ્ટમ સાથે થાય છે, જે વ્યક્તિની એકાગ્રતામાં વધારો કરે છે અને તે સિસ્ટમનું રક્ષણ પણ કરે છે. શિખા રાખવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર વધે છે.

4. શા માટે વગાડવામાં આવે છે ઘંટ 
ઘણીવાર તમે પૂજા દરમિયાન ઘંટ વાગતી જોઈ હશે. ધાર્મિક માન્યતા અનુસાર આ કરવાથી દેવી-દેવતાઓ પ્રસન્ન થાય છે. કહેવાય છે કે આ અવાજ દ્વારા આપણી પ્રાર્થના પણ ભગવાન સુધી પહોંચે છે. ઘંટડી વગાડવાથી પણ નકારાત્મકતા દૂર રહે છે. ઘંટડીનો અવાજ શરીરમાં હાજર 7 બિંદુઓને સક્રિય કરે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણની વાત કરીએ તો ઘંટ વગાડવાથી આસપાસના વાતાવરણમાં સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે, માણસની એકાગ્રતા વધે છે અને માનસિક શાંતિ મળે છે.

Topic | VTV Gujarati

5. શા માટે રાખવામાં આવે છે ઉપવાસ
ધાર્મિક માન્યતાઓ અનુસાર કોઈપણ દેવી-દેવતાને પ્રસન્ન કરવા માટે ઉપવાસ કે વ્રત રાખવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. આમ કરવાથી મનુષ્યની મનોકામનાઓ પૂર્ણ થાય છે. જો આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિશે વાત કરીએ, તો માનવ શરીર 80% દ્રવ્ય અને 20% નક્કર પદાર્થનું બનેલું છે. શારીરિક સંતુલન જાળવવા માટે, ઉપવાસની સલાહ આપવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ ઉપવાસ ન રાખે તો ચીડિયાપણું આવે છે. તેને રાખવાથી વ્યક્તિનું પાચન પણ બરાબર રહે છે. આ સમય દરમિયાન તેને હળવું ખાવાની સલાહ આપવામાં આવે છે.

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ