બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરત / 5 Corporators from Surat join BJP and get involved in politics! Find out what Gopal Italia said

ઉંબાડિયું / સુરતના 5 કોર્પોરેટર ભાજપમાં જોડાતા રાજકારણમાં ગરમાવો ! જાણો ગોપાલ ઈટાલિયાએ શું આપ્યું નિવેદન

Mehul

Last Updated: 08:24 PM, 4 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત આમઆદમી પાર્ટીમાં ભંગાણ. આમઆદમી પાર્ટીના 5 કોર્પોરેટરો ભાજપમાં. ગોપાલ ઇટાલિયા એ પત્રકાર પરીષદમાં કહ્યું કે. સમગ્ર પ્રકરણમાં વોર્ડ ન 16 ના કોર્પોરેટર મુખ્ય સૂત્રધાર.

  • સુરતમાં AAP પાર્ટીની પત્રકાર પરિષદ 
  • ઈટાલીયા એ કહ્યું,'જે રહ્યા તેમનો આભાર'
  • 'અમે ભ્રષ્ટાચાર કરવા માંગતા ન હતા' ઈટાલીયા 

સુરત આમઆદમી પાર્ટીમાં ભંગાણનો દિવસ સાબિત થયો છે. મહાનગર પાલિકા ચૂંટણીમાં સારી એવી બેઠકો મેળવીને સુરત મહાનગરપાલિકામાં મુખ્ય વિરોધ પક્ષ બની બેઠેલ આમઆદમી પાર્ટીના વળતા પાણી શરૂ થઇ ગયા છે. આજે એક સાથે આમઆદમી પાર્ટીના 5 કોર્પોરેટરો ભાજપમાં જોડાયા છે. ગાંધીનગર ખાતે ભાજપના મુખ્યાલય કમલમ ખાતે બંને આપ કોર્પોરેટર વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે. આ સાથે જ સુરતમાં AAPની પત્રકાર પરિષદ યોજાઈ હતી. ગોપાલ ઇટાલિયા એ પત્રકાર પરીષદમાં કહ્યું કે, AAPમાં રહી જે ગયા છે એમનો આભાર. સમગ્ર પ્રકરણમાં વોર્ડ ન 16 ના કોર્પોરેટર મુખ્ય સૂત્રધાર છે.અમે ભ્રષ્ટાચાર કરવા માંગતા ન હતા. વિપુલ ભાઈ કોન્ટ્રાક્ટરો પાસેથી લેવાનું કહેતા હતા. અમે જ્યારે કમલમમાં  વિરોધ પ્રદર્શન કર્યુ પછી પૈસાની માંગ વધારી હતી . અમે  માંગ સ્વીકારી નહિ તો બીજા કોર્પોરેટરને ઉશ્કેરવાનું શરૂ કર્યું હતું. ભાજપ ગુજરાતમાં AAPને પોતાનું મુખ્ય હરીફ સમજી રહ્યા છે. 

 

 

નગરસેવકોનો આરોપ 

સુરત આમ આદમી પાર્ટીને તિલાંજલિ આપનાર કોર્પોરેટરોનો આક્ષેપ છે કે તેમની પક્ષ સામે નારાજગી આજકાલની નથી. ઘણા લાંબા સમયથી એક પ્રકારે હેરાનગતિ થઇ રહી હતી. તો, આપ છોડનાર કોર્પોરેટર ઋતા કાકડિયાએ સ્પષ્ટ રીતે તેમના પર માનસિક ત્રાસ અપાતો હોવાનો આક્ષેપ લગાવ્યો છે. સાથે જ તેમણે આમ આદમી પાર્ટીના તમામ પ્રદેશ નેતાઓ સામે માનસિક ત્રાસની ફરિયાદ કરવામાં આવશે તેવો દાવો કર્યો છે. મહત્વનું છે કે ગાંધીનગર કમલમ ખાતે આજે તમામ આપ નેતાઓને વિધિવત પક્ષમાં સામેલ કરવામાં આવ્યા હતા. પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપ યુવા મોર્ચા પ્રમુખ ઋત્વિજ પટેલ પણ સામેલ થયા હતા. તેમણે આપના કોર્પોરેટરને ભાજપનો ખેસ પહેરાવી પક્ષમાં સ્વાગત કર્યું હતું. નોંધનીય છે કે, સુરત કોર્પોરેશનમાં આમ આદમી પાર્ટીના કુલ 27 કોર્પોરેટરો છે. જેમાંથી પાંચ કોર્પોરેટરો ભાજપમાં જોડાઇ ગયા છે. આ કોર્પોરેટરો સંપર્ક વિહોણા હોવાની કબૂલાત આજે બપોરે જ આમ આદમી પાર્ટીએ કરી દીધી હતી. સુરત શહેર પ્રમુખ મહેન્દ્રભાઈ  નાવડીયાએ જણાવ્યું હતું કે, આ કાઉન્સિલરો સંપર્ક વિહોણા છે. અમે તેમના ઘરે જઈને તપાસ કરી છે. પક્ષ વિરોધી કામગીરી કરનારા કાઉંસિલરો વિરુધ્ધ કાર્યવાહી કરાશે. પક્ષ વિરોધી કામગીરી કરાનારાઓને નહીં ચલાવી લેવાય.

ચાર નગરસેવિકાએ ભાજપ પ્રવેશમાં શું કહ્યું ?

  નગરસેવિકા ઋતા કાકડીયાએ કહ્યું કે, AAPમાંથી જીતી ત્યારે મને હતું કે કામ કરીશ પણ, AAPમાંથી જીતી પછી મારે ડિવોર્સ લેવા પડ્યા. મેં પત્રકાર પરિષદ  કરવાની ના પાડી તો મારા પર ત્રાસ ગુજારવાનો પ્રયત્ન કરાયો હતો. મારી પાસે તમામ પુરાવા છે, હું પુરાવા સામે લાવીશ.અમે જનતાના કાર્ય કરવા આવ્યા હતા . તો બાવાના બહેને પણ કહ્યું કે, પહેલા AAP વિશે અમે સારું સારું સાંભળ્યું હતુ. ચૂંટણી જીતી આવ્યા પછી મને કામ કરતા અટકાવી હતી. ભાજપ કરે છે તે સારું છે. દિલ્હીમાં જે કામો અમને બતાવ્યા તે ખોટું હતુ. અમને તો  ત્યારે જ ખબર પડી ગઈ કે આ ખોટા છે. હું SC સમાજમાંથી આવું છું એટલે AAPના નેતાઓ મારા હાથનું પાણી પણ પિતા ન હતા. ભાવના સોલંકીના ગોપાલ ઈટાલીયા પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, જન્મ દિવસ ઉજવણી કરવા કોર્પોરેટર્સ પાસેથી પૈસા ઉઘરાવ્યા હતા. 

તો આપના નગર સેવિકા રહેલા મનીષા બહેનેને કહ્યું કે, નેતા વિપક્ષ પાસે કોઈ કામ લઇ જઈએ  તો ના પાડે છે. લોકોને હકનું અનાજ નથી આપવા દેતા. અમને મેયરને પણ મળવા દેતા નથી. તો જયોતિકા બહેને પણ વ્યથા રજૂ કરતા કહ્યું કે,નેતા વિપક્ષ ધર્મેશ ભંડેરી અમારા વિસ્તારમાં આવ્યા નથી.અને કદી વાત પણ સાંભળી નથી.  અમે કામ કરવા સારી આશાએ આવ્યા હતા. 'આપ' ને અલવિદા કરી ભાજપમાં આવનારા એક માત્ર નગર સેવક વિપુલ ભાઈએ કહ્યુ કે, કાલે મને મહેન્દ્ર નવાડીયાએ નોટિસ આપી હતી. તેમાં વિપુલ મોવલિયા કામ નથી કરતા તેવો આક્ષેપ કર્યો હતો. આમ મારા પર ખોટા આક્ષેપ કરાયા છે.  અમારી પાર્ટીના નેતાઓ ધર્મ મામલે વાણી વિલાસ કરતા હતા. અમે એક પણ રૂપિયો લીધા વગર ભાજપમાં જોડાયા છીએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ