બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / 44 medicines related to depression, diabetes, heart are cheap, the list is out

આરોગ્ય સેવા / દર્દીઓને રાહત.! ડિપ્રેશન, ડાયાબિટીસ, હાર્ટને લગતી 44 દવાઓ સસ્તી, લિસ્ટ પડ્યું બહાર, GST ભરતી કંપની જ ગ્રાહકો પાસેથી જીએસટી વસૂલી શકશે

Priyakant

Last Updated: 10:20 AM, 10 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Medicine Price News: NPPAએ પોતાના આદેશમાં કહ્યું, કોઈપણ કંપની નિશ્ચિત કિંમત સિવાય માત્ર GST લઈ શકશે.  કંપનીઓ ગ્રાહક પાસેથી ત્યારે જ GST વસૂલ કરી શકશે જ્યારે તેમણે પોતે જ તેની ચૂકવણી કરી હશે

  • ડ્રગ પ્રાઇસ રેગ્યુલેટર નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટીની 115મી બેઠક 
  • બેઠકમાં 44 નવી દવાઓના ફોર્મ્યુલેશનની છૂટક કિંમતો નક્કી કરાઇ 
  • કંપનીઓ ગ્રાહક પાસેથી ત્યારે જ GST વસૂલ કરી શકશે જ્યારે તેમણે પોતે GST ભર્યો હશે

ડ્રગ પ્રાઇસ રેગ્યુલેટર નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટીની બુધવારે 115મી બેઠક મળી હતી. આ બેઠકમાં ડ્રગ પ્રાઇસ રેગ્યુલેટર નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટીએ 44 નવી દવાઓના ફોર્મ્યુલેશનની છૂટક કિંમતો નક્કી કરી છે. એક અહેવાલ મુજબ નિયમનકારે બલ્ક દવાઓ અને ફોર્મ્યુલેશનમાં ફેરફારની પણ સૂચના આપી બિન-શિડ્યુલ દવાઓ અને ફોર્મ્યુલેશનની કિંમતોનું નિરીક્ષણ કર્યું અને ડ્રગ્સ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર (DPCO)ની જોગવાઈઓના અમલીકરણ પર નજર રાખી.

ડ્રગ પ્રાઇસ રેગ્યુલેટર નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટીની બેઠકમાં મલ્ટીવિટામીન અને ડી3 સહિત સુગર, દુખાવા, તાવ, ઈન્ફેક્શન અને હૃદયરોગને લગતી દવાઓની મહત્તમ કિંમતો નક્કી કરવામાં આવી છે. Troika Pharmaceuticals' 250mg/ml 'Paracetamol Injection' ને હાલમાં મુક્તિ આપવામાં આવી છે.

File Photo

NPPAએ પોતાના આદેશમાં કહ્યું છે કે, કોઈપણ કંપની નિશ્ચિત કિંમત સિવાય માત્ર GST લઈ શકશે. આ સિવાય કંપનીઓ ગ્રાહક પાસેથી ત્યારે જ GST વસૂલ કરી શકશે જ્યારે તેમણે પોતે જ તેની ચૂકવણી કરી હશે. તમામ હિતધારકો, છૂટક વિક્રેતાઓ અને સ્ટોકિસ્ટોને 15 દિવસમાં ભાવમાં ફેરફાર વિશે જાણ કરવાની રહેશે.

File Photo

GST એક્ટ હેઠળ થશે કાર્યવાહી 
મહત્વનું છે કે, જો કોઈ કંપની આમ કરવામાં નિષ્ફળ જશે તો તેની સામે GST એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. NPPAના આ પગલાથી IPCA લેબોરેટરીઝ, મેનકાઇન્ડ ફાર્મા, અલ્કેમ લેબોરેટરીઝ, કેડિલા ફાર્માસ્યુટિકલ્સ, સિપ્લા, સનોફી અને એબોટ ઇન્ડિયા જેવી ફાર્મા કંપનીઓને અસર થવાની સંભાવના છે. 

File Photo

અનેક દવાઓ થશે સસ્તી 
આ સાથે તણાવ, વાઈ, ડાયાબિટીસ અને હળવા માઈગ્રેનની સારવારમાં વપરાતી દવાઓ સસ્તી થશે. NPPA ઓર્ડર મુજબ માથાનો દુખાવો, હળવો માઇગ્રેન, મસ્ક્યુલોસ્કેલેટલ પેઇન અથવા પીડાદાયક માસિક સ્રાવની સારવારમાં ઉપયોગમાં લેવાતી Aceclofenac, Paracetamol, Serratiopeptidase ની ટેબ્લેટ દીઠ મહત્તમ કિંમત 8.38 રૂપિયા નક્કી કરવામાં આવી છે.

File Photo

આ સાથે ટાઇપ 2 ડાયાબિટીસના પુખ્ત દર્દીઓને આપવામાં આવતી દવા સિટાગ્લિપ્ટિન ફોસ્ફેટ અને મેટફોર્મિન હાઇડ્રોક્લોરાઇડ, મહત્તમ રૂ. 9 પ્રતિ ટેબ્લેટમાં ઉપલબ્ધ થશે. લેવેટીરાસીટમ, સોડિયમ ક્લોરાઇડ ઇન્ફ્યુઝન અને પેરોક્સેટીન નિયંત્રિત પ્રકાશન અને એપીલેપ્સી માટે વપરાતી ક્લોનાઝેપામ કેપ્સ્યુલ અનુક્રમે રૂ. 0.89 અને રૂ. 14.53ની મર્યાદામાં રહેશે.

GST ચાર્જ અલગ-અલગ
નોંધનીય છે કે, હાલમાં આ દવાઓની કિંમત ઘણી વધારે છે. આ તમામ દવાઓની મહત્તમ છૂટક કિંમતમાં GST ચાર્જ અલગ-અલગ છે. આ તરફ હવે  NPPAએ પોતાના આદેશમાં કહ્યું છે કે, કોઈપણ કંપની નિશ્ચિત કિંમત સિવાય માત્ર GST લઈ શકશે. જેથી કંપનીઓ ગ્રાહક પાસેથી ત્યારે જ વસૂલ કરી શકશે જ્યારે તેમણે પોતે GST ભર્યો હશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ