બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ભારત / 42 year old female principal kissed student suspended after video went viral

કર્ણાટક / સ્કૂલના પ્રવાસમાં પ્રિન્સિપાલ મેડમ થયા કાબૂ બહાર, વિદ્યાર્થીને એક બાદ એક અનેક કિસ કરી અને... વીડિયો વાયરલ થતાં વાલીઓ થયા લાલચોળ

Kishor

Last Updated: 04:20 PM, 29 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્ણાટકના ચિક્કાબલ્લાપુર જિલ્લામાં એક સરકારી શાળાની મહિલા પ્રિન્સિપાલનો વીડિયો સામે આવ્યા બાદ તેઓને તાત્કાલીક ઘરભેગા કરી દેવામાં આવ્યા છે.

  • શાળા પ્રવાસ દરમિયાન મહિલા પ્રિન્સિપાલે વિદ્યાર્થીને ચુંબન કર્યું
  • કર્ણાટકના ચિક્કાબલ્લાપુરની સરકારી સ્કૂલની મહિલા પ્રિન્સિપાલનો વીડિયો વાયરલ
  • વીડિયો અને ફોટો વાયરલ થાયા બાદ તાત્કાલિક પગલા લેવાયા

કર્ણાટકના ચિક્કાબલ્લાપુર જિલ્લાના એક સરકારી સ્કૂલની મહિલા પ્રિન્સિપાલનો વીડિયો વાયરલ થયા બાદ તેને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. 42 વર્ષીય મહિલા પ્રિન્સિપલ પર આરોપ છે કે સ્કૂલ ટ્રીપ દરમિયાન વિદ્યાર્થીને અનેક વખત કિસ કરી અને તેની સાથે ખરાબ હરકત કરી. સ્કૂલના જ એક અન્ય વિદ્યાર્થીએ સમગ્ર ઘટનાનો વીડિયો અને ફોટો કેમેરામાં કેદ કરી લીધો. વીડિયો અને ફોટો વાયરલ થયા બાદ મહિલા પ્રિન્સિપાલને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. 

ચિક્કાબલ્લાપુરના શિક્ષણાધિકારીએ જણાવ્યું કે...

ઉલ્લેખનીય છે કે મહિલા પ્રિન્સિપાલ દ્વારા વિદ્યાર્થી સાથે અભદ્ર હરકતની તસવીરો બુધવારે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી. ત્યારબાદ વિદ્યાર્થીના માતા-પિતા સ્કૂલ પહોંચ્યા અને મહિલા પ્રિન્સિપાલ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. ચિક્કાબલ્લાપુરના શિક્ષણાધિકારીએ  જણાવ્યું કે ચિંતામણી બીઇઓ ઉમાદેવીએ સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરી છે. તપાસમાં બહાર આવ્યું છે કે મહિલા પ્રિન્સિપલે સ્કૂલની ટૂર દરમિયાન લીધેલી કેટલીક તસવીરો અને વીડિયો હટાવી દીધી હતી. 

રિસ્ટોર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે

તેઓએ જણાવ્યું કે આ તસવીરો અને વીડિયોને રિસ્ટોર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ જણાવતા તેઓએ જણાવ્યું કે બીઇઓએ ઘટના પર પોતાની રિપોર્ટ સોંપી દીધી છે જેના આધારે મહિલા પ્રિન્સિપાલને સસ્પેન્ડ કરવામાં આવી છે. આ મામલે જાણકારી આપતાં ઉમાદેવીએ જણાવ્યું કે સ્કૂલના વિદ્યાર્થી અને કર્મચારી 22થી 25 ડિસેમ્બર સુધી હોરાનાડુ, ધર્મસ્થલ, યાના અને અન્ય સ્થળોએ શૈક્ષણિક પ્રવાસ પર ગયા હતા. આ દરમિયાન પ્રિન્સિપાલે તમામ હરકત કરી હતી. તેઓએ જણાવ્યું કે વિદ્યાર્થીઓ અને મહિલા પ્રિન્સિપાલ સિવાય અન્ય કોઇ કર્મચારી કે વિદ્યાર્થીને આ વાતની જાણ ન હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ