બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / 400 kg lock made by hand for ayodhya ramlala temple artisan from aligarh made

રામ પર શ્રદ્ધા / અયોધ્યા રામ મંદિર માટે ભક્તે બનાવ્યું 400 કિલોનું તાળું, 4 ફૂટ તો લાંબી છે ચાવી, કિમંત સાંભળી રહી જશો દંગ

Manisha Jogi

Last Updated: 05:48 PM, 6 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અલીગઢના એક વૃદ્ધ વ્યક્તિએ અયોધ્યામાં રામ મંદિર માટે 400 કિલોગ્રામનું તાળુ તૈયાર કર્યું છે. જાન્યુઆરી 2024માં આ મંદિર ભક્તો માટે ખુલી શકે છે.

  • અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરના નિર્માણનું કાર્ય
  • રામ મંદિર માટે 400 કિલોગ્રામનું તાળુ તૈયાર કરવામાં આવ્યું
  • જાન્યુઆરી 2024માં આ મંદિર ભક્તો માટે ખુલી શકે છે રામ મંદિર

ઉત્તરપ્રદેશના અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરના નિર્માણનું કાર્ય ચાલી રહ્યું છે. પહેલા તળનું મોટાભાગનું મંદિર પરિસર લગભગ તૈયાર છે. તમને જણાવી દઈએ કે, અલીગઢના એક વૃદ્ધ વ્યક્તિએ અયોધ્યામાં રામ મંદિર માટે 400 કિલોગ્રામનું તાળુ તૈયાર કર્યું છે. જાન્યુઆરી 2024માં આ મંદિર ભક્તો માટે ખુલી શકે છે. 

ભગવાન રામના ભક્ત સત્ય પ્રકાશ શર્મા હસ્તનિર્મિત તાળા માટે ફેમસ છે. તેમણે વિશ્વનું સૌથી મોટુ હસ્તનિર્મિત તાળુ બનાવવા માટે અનેક મહિનાઓ સુધી સખત મહેનત કરી છે. આ તાળુ 10 ફૂટ લાંબુ, 4.5 ફૂટ પહોળુ અને 9.5 ફૂટ મોટુ છે અને 4 ફૂટ મોટી ચાવીથી ખુલે છે. સત્ય પ્રકાશ શર્માએ આ તાળુ બનાવવા માટે આખા જીવનભરની બચતનો ઉપયોગ કર્યો છે અને 2 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો છે. 

પતિ-પત્નીએ બનાવ્યું તાળુ
સત્ય પ્રકાશ શર્મા જણાવે છે કે, ‘હું દાયકાઓથી તાળા બનાવવાનો બિઝનેસ કરું છું. જેથી મેં મંદિર માટે તાળુ બનાવવાનું વિચાર્યું. અમારું શહેર તાળા માટે ફેમસ છે અને અત્યાર સુધી કોઈએ પણ આ પ્રકારનું તાળુ બનાવ્યું નથી. મેં ખૂબ જ પ્રેમથી આ તાળુ બનાવ્યું છે. મારી પત્ની રૂક્ષ્મણીએ પણ મને મદદ કરી છે.’ સત્ય પ્રકાશ શર્મા આ વર્ષના અંત સુધીમાં મંદિરના અધિકારીઓને આ તાળુ ઉપહાર તરીકે આપવાનું વિચારી રહ્યા છે. 

અલીગઢ પ્રદર્શનીમાં આ તાળુ રાખવામાં આવ્યું હતું
આ વર્ષની શરૂઆતમાં અલીગઢની વાર્ષિક પ્રદર્શનીમાં આ તાળુ પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. સત્ય પ્રકાશ શર્મા આ તાળાને આખરી ઓપ આપી રહ્યા છે. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધિકારીઓએ જણાવ્યું છે કે, આ તાળુ ક્યાં વાપરી શકાય તે અંગે વિચારવું પડશે. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અયોધ્યા રામ મંદિરમાં અભિષેક સમારોહમાં શામેલ થશે
સત્ય પ્રકાશ શર્માએ જણાવ્યું છે કે, તેમનો પરિવાર એક સદી કરતા વધુ સમયથી હસ્તનિર્મિત તાળા બનાવી રહ્યો છે અને તેઓ ખુદ 45 વર્ષ કરતા વધુ સમયથી આ બિઝનેસમાં શામેલ છે. રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું છે કે, 21થી23 જાન્યુઆરી 2024 દરમિયાન અયોધ્યામાં રામ મંદિરમાં અભિષેક સમારોહ યોજાશે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ મોકલવામાં આવશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ