બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 12:56 PM, 19 September 2023
ADVERTISEMENT
સાઉથ ઈન્ડિયન બ્યૂટી તૃષા કૃષ્ણનને લઈને ગુડન્યૂઝ સામે આવી રહી છે. 40 વર્ષની એક્ટ્રેસ હવે લગ્ન કરવા જઈ રહી છે. એક રિપોર્ટ અનુસાર તૃષા ટૂંક સમયમાં જ પોતાના સપનાના રાજકુમાર સાથે લગ્નના બંધનમાં બંધાઈ જશે. ચર્ચા છે કે એક્ટ્રેસ એક મલયાલમ પ્રોડ્યુસરના પ્રેમમાં છે.
ADVERTISEMENT
રિપોર્ટ્સ અનુસાર ટૂંક સમયમાં જ તૃષા પોતાના લગ્નની અનાઉન્સમેન્ટ કરી શકે છે. જોકે હજુ સુધી એક્ટ્રેસની તરફથી લગ્નની ન્યૂઝ કન્ફર્મ નથી કરવામાં આવી. ફિલ્મ પોન્નિયન સેલ્વન 2ના પ્રમોશન વખતે લગ્ન પર તૃષાએ કહ્યું હતું કે જેની સાથે તે લગ્ન કરશે તેની સાથે આખુ જીવન પસાર કરવા માંગશે. તે એવા લગ્ન નથી ઈચ્છતી જેમાં બાદમાં તેને ડિવોર્સ લેવા પડે.
હંમેશા ચર્ચામાં રહી છે એક્ટ્રેસની લવલાઈફ
એક્ટ્રેસની લવ લાઈફ હંમેશાથી લાઈમલાઈટમાં રહી છે. જાન્યુઆરી 2015માં તેમની ચેન્નાઈના બિઝનેસમેન વરૂણ સાથે સગાઈ થઈ હતી. જે થોડા મહિનાઓ બાદ તૂટી ગઈ હતી.
જાણકારી અનુસાર તૃષાના એક્સ ફિયાન્સને તેમનું ફિલ્મોમાં કામ કરવું પસંદ ન હતું. ઘણા રિપોર્ટ્સમાં સામે આવ્યું છે કે વરૂણને તૃષા અને ધનુષની બોન્ડિંગ પસંદ ન હતી.
આ એક્ટર્સ સાથે જોડાયેલું હતું નામ
એક્ટ્રેસનું એક સમયે રાણા દગ્ગુબાતી સાથે રિલેશન હતું. બન્નેના કિસિંગ ફોટો લીક થયા હતા. તે ફોટોએ તેમના રિલેશનને કન્ફર્મ કર્યું હતું.
એક્ટ્રેસનું નામ થલપતિ વિજય સાથે પણ જોડાયું હતું. તે સમયે વિજય પરણીત હતા. અફેર્સની આ ખબરો પર તૃષાએ ક્યારેય ચુપ્પી નથી તોડી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Bhul Bhulaiyaa 3 Trailer / મંજુલિકાનું ડરામણું રૂપ! ભૂલ ભુલૈયા 3નું ટ્રેલર રીલીઝ, હોરર કોમેડી જોવા જેવી
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.