બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 40 years of Ancient Garbi held in Morbi's Shakti Chowk

પ્રાચીન સંસ્કૃતિ / મોરબીમાં 40 વર્ષથી પરંપરાગત ગરબીમાં યુવતીઓ રમે છે રાસ, મશાલ રાસ જોઇને થઈ જશો મંત્રમુગ્ધ, 9 દી'માં 42 રાસ કરશે રજૂ

Malay

Last Updated: 09:12 AM, 16 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Morbi News: મોરબીના શક્તિ ચોકમાં 40 વર્ષોથી પ્રાચીન ગરબીનું આયોજન, નવરાત્રીના પહેલા નોરતે બાળાઓએ રજૂ કર્યો મશાલ-અંગારા રાસ, જોઇને લોકો મંત્રમુગ્ધ થઇ ગયા લોકો.

  • શક્તિ ચોકમાં છેલ્લા 40 વર્ષોથી પ્રાચીન ગરબીનું આયોજન
  • પરંપરાગત ગરબીમાં યુવતીઓ રમે છે રાસ 
  • આ વખતે યુવતીઓ દ્વારા રજૂ કરાયો મશાલ રાસ  

Morbi Navratri 2023: મોરબીના શક્તિ ચોકમાં છેલ્લા 40 વર્ષોથી પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે. યુવતીઓ દ્વારા બન્દીશ રાસ, તલવાર રાસ સહિતના અવનવા રાસ ગરબા રજૂ કરવામાં આવે છે. રાસ જોવા મોરબી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો આવે છે. આ વખતે નવરાત્રીના પહેલા નોરતે પ્રથમ વખત યુવતીઓ દ્વારા મશાલ-અંગારા રાસ રજૂ કરવામાં આવ્યો હતો. અદભૂત રાસ જોવા મોરબી-માળીયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિ અમૃતિયા પણ પહોંચ્યા હતા.

બાળાઓ દ્વારા રજૂ કરાયો મશાલ-અંગારા રાસ
મોરબી શહેરના ખાટકીવાસ વિસ્તારની બાજુમાં જ ગેસ્ટ હાઉસ રોડના ખૂણે શક્તિ ચોક ગરબીનું છેલ્લા 40 વર્ષથી આયોજન કરવામાં આવે છે, જેમાં માત્ર હિન્દુ જ નહીં પરંતુ મુસ્લિમ બાળાઓ પણ માતાજીના ગરબા પર અવનવા રાસ રજૂ કરતી હોય છે, જેથી આ ગરબી મોરબીના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે, તેમાં શંકાને કોઈ સ્થાન નથી. અહીં માતાજીની આરાધના કરતી બાળાઓ દ્વારા નવરાત્રી દરમિયાન માડી તારા અધોર નગર, ટીપ્પણી રાસ, બન્દીસ રાસ, તલવાર રાસ સહિતના રાસ ગરબા લોકો સમક્ષ રજૂ કરવામાં આવે છે. જેમાં આ વખતે મોરબીમાં પ્રથમ વખત બાળાઓ દ્વારા મશાલ-અંગારા રાસ રજૂ કરવામાં આવ્યો હતો, જેને જોઇને લોકો મંત્રમુગ્ધ થઇ ગયા હતા. ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયા પણ તેમના પત્ની જ્યોત્સનાબેન સાથે અહીં હાજર રહ્યા હતા અને તેમણે દિકરીઓની મહેનતને બિરદાવી હતી.

બાળાઓ દ્વારા અવનવા રાસ કરાયા છે તૈયારઃ ક્રિપાલસસિંહ ઝાલા
શક્તિ ચોક ગરબીના આયોજક ક્રિપાલસિંહ ઝાલાએ જણાવ્યું કે, આ વર્ષે શક્તિ ચોક ગરબી મંડળની બાળાઓ દ્વારા પ્રાચીન ગરબામાં જ થોડી આધુનિકતા લાવીને અવનવા રાસ દોઢ મહિના સુધી પ્રેક્ટિસ કરીને તૈયાર કરવામાં આવ્યા છે અને હવે નવરાત્રીમાં “માઁ શક્તિના ચાચર ચોક”માં બાળાઓ દ્વારા તેને લોકોની સમક્ષ રજૂ કરવામાં આવી રહ્યા છે. અહીં નવરાત્રી દરમિયાન જે રાસ ગરબા રજૂ કરવામાં આવે છે, તેને જોઇને લોકો પણ મંત્રમુગ્ધ થઇ જાય છે. અહીં માત્ર હિન્દુ જ નહીં મુસ્લિમ પરિવારની બાળાઓ પણ ગરબા ગાવા માટે આવે છે. આ ગરબી જોવા માત્ર મોરબી જ નહીં પરંતુ બહારથી પણ લોકો આવે છે.

શક્તિ ચોક ગરબી જિલ્લાની નંબર વન ગરબી!
આપને જણાવી દઈએ કે, આધુનિકતા અને પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણની આંધળી દોટમાં દિવસેને દિવસે શેરી ગરબા, ગરબી વિગેરેનું મહત્વ ઘટતું જાય છે. ત્યારે ગરબી અને પ્રાચીન સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે ગરબી મંડળોના આયોજકો દ્વારા અને ખાસ કરીને ગરબીમાં રહેતી બાળાઓ દ્વારા ખૂબ જ મહેનત કરવામાં આવી રહી છે તે હકીકત છે. મોરબીમાં શક્તિ ચોક ગરબી સહિત આંગળીના ટેરવે ગણી શકાય તેટલી પ્રાચીન ગરબીઓનું આયોજન કરવામાં આવે છે અને મોરબીની શક્તિ ચોક ગરબી ન માત્ર મોરબી પણ જિલ્લાની નંબર વન ગરબી કહી શકાય તેમ છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ