બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 4 people have been buried after a building collapsed in Kadiyawad of Junagadh

મોટી દુર્ઘટના / જૂનાગઢના કડિયાવાડમાં મકાન ધરાશાયી: 4 લોકો દટાયા, ઘટનાસ્થળે 108, JCB સહિત સ્થાનિકો પણ રેસ્ક્યુમાં જોડાયા

Malay

Last Updated: 02:40 PM, 24 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જૂનાગઢના કડિયાવાડમાં મકાન ધરાશાયી થતાં 4 લોકો દટાયા છે. NDRFની ટીમ અને સ્થનિકો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. મેયર સહિતના પદાધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા છે.

  • જૂનાગઢના કડિયાવાડમાં મકાન ધરાશાયી
  • મકાન ધરાશાઈ થતા 4 લોકો દટાયા
  • મકાન ધરાશાઈ થતા લોકોના ટોળે ટોળા ઉમટ્યા

સમગ્ર રાજ્યમાં વરસાદના ત્રીજા રાઉન્ડે હાહાકાર મચાવ્યો છે. તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તો મેઘતાંડવ થતાં તારાજીના ભારે કરપીણ દ્રશ્યો સર્જાયા છે. લોકો મેઘરાજાને હવે ખમૈયા કરવાની પ્રાર્થના કરી રહ્યા છે. વરસાદી માહોલ વચ્ચે જૂનાગઢથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. જૂનાગઢના કડિયાવાડમાં દુર્ઘટના સર્જાઈ છે. કડિયાવાડમાં મકાન ધરાશાયી થતાં 4 લોકો કાટમાળ નીચે દટાયા છે. મકાન ધરાશાયી થતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા છે. મેયર સહિતના પદાધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા છે. 

મકાન ધરાશાઈ થતા 4 લોકો દટાયા
મકાન ધરાશાયી થતાં  રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે. NDRFની ટીમ દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે. JCB સહિત સ્થાનિકો પણ રેસ્ક્યુની કામગીરીમાં જોડાયા છે. 108 એમ્બુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી છે. 


કોર્પોરેશનની ટીમો પહોંચી ચૂકી છે ઘટના સ્થળેઃ લલિત પરસાણા 
કોર્પોરેટર લલિત પરસાણાએ VTV ન્યૂઝને જણાવ્યું છે કે, હાલ કોર્પોરેશનની ટીમો ઘટના સ્થળે પહોંચી ચૂકી છે. લગભગ અડધી કલાકમાં રેસ્ક્યુની કામગીરી પૂર્ણ થઈ જશે. 

જૂનાગઢ કમિશનરે VTV ન્યૂઝ સાથે કરી વાતચીત
તો જૂનાગઢ મનપા કમિશનર રાજેશ તન્નાએ જણાવ્યું કે,  NDRF, પોલીસ અને ફાયરની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.  JCPની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તમામ સિનિયર અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. કાટમાળ નીચે દટાયેલા લોકોને બચાવવાની પ્રાથમિકતા છે. 

જૂનાગઢમાં જોવા મળ્યું હતું મેઘતાંડવ
અત્રે ઉલ્લેખનીય છે કે, શનિવારે જૂનાગઢમાં મેઘતાંડવ જોવા મળ્યું હતું. જૂનાગઢમાં મેઘરાજાએ રોદ્ર સ્વરૂપ ધારણ કરી કહેર વરસાવતા શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જૂનાગઢમાં મેઘરાજાએ એવો કહેર વર્તાવ્યો કે સમગ્ર જૂનાગઢ શહેર દરિયામાં ફેરવાયું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. દરિયા અને નદીમાં જે રીતે બોટ તરતી હોય તે રીતે રસ્તાઓ પર મોટરકાર, વાહનો અને પશુઓ તણાયા હતા. ભારે વરસાદના કારણે જૂનાગઢવાસીઓ હચમચી ગયા હતા. શહેરના રસ્તા પર જાણને નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. 

ઘરોમાં અને દુકાનોમાં પણ ઘૂસી ગયા હતા પાણી 
તો કેટલાક વિસ્તારોમાં લોકોના ઘરોમાં અને દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા હતા. ભારે વરસાદ વચ્ચે પણ પોલીસ સ્ટાફે સતત સ્ટેન્ડ ટુ રહી ફરજ બજાવી હતી. કેટલાક સ્થળે પાણીમાં ફસાયેલાઓને રેસ્ક્યૂ કરી પોલીસ દ્વારા સમયસર મદદ કરવામાં આવી હતી. ગઇકાલે જૂનાગઢ જિલ્લાભરની પોલીસ સતત દોડતી રહી હતી. તો પાણીમાં તણાયેલા વૃદ્ધને પણ પોલીસે જીવના જોખમે બચાવી લીધા હતા. પોલીસની સમયસરની સરાહનીય કામગીરીની સમગ્ર જિલ્લામાં પ્રશંસા થઇ હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ