બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / 4 more youths died of heart attack in the state including Vadodara Surat

ચિંતા / વડોદરામાં 29 વર્ષના યુવાનનું હાર્ટ ખોટકાયું, બેચની લાગતાં યુવક તાત્કાલિક હોસ્પિટલ ગયો, ડૉક્ટર સામે જ અચાનક જ દમ તોડ્યો

Kishor

Last Updated: 12:13 AM, 30 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરા, સુરત સહિત રાજ્યમાં વધુ 4 યુવાનનું હાર્ટ એટેકથી મોત નીપજતા પરીજનોમાં અરેરાટી અને યુવાઓમાં ડર બેવડાયો છે.

  • વડોદરાના 29 વર્ષીય કરન પવારનું હાર્ટ એટેકથી મોત 
  • સુરતમાં હાર્ટએટેકથી એક દિવસમાં 3 લોકોના મોત
  • અમરોલીમાં 33 વર્ષીય સાહિલ રાઠોડને આવ્યો હાર્ટએટેક

યુવાઓમાં હાર્ટ એટેકને લઈને પરિસ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે. વધતા જતા હાર્ટ એટેકના કેસને લઈને લોકોમાં કોરોના જેવો હાઉ ઉભો થઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં વધુ ૪ યુવાનનું હાર્ટ એટેકથી મોત થયું છે. વડોદરાના VIP રોડ પરની અશોક વાટિકામાં રહેતા 29 વર્ષીય કરન પવારનું હાર્ટ એટેકથી મોત નિપજતા પરિજનોમાં અરેરાટી મચી છે. યુવાનને બેચેની જેવું લાગતા એકાએક તબિયત બગડી હતી. જેને લઈને યુવાન ડોક્ટર પાસે ચેકઅપ કરાવવા ગયો હતો. આ વેળાએ ડોક્ટરની ચાલુ તપાસમાં કરન પવાર અચાનક ઢળી પડ્યો હતો અને તેનું કમકમાટીભર્યું મોત નિપજતા અરેરાટી મચી હતી.

સુરતમાં હાર્ટએટેકથી એક દિવસમાં 3 લોકોના મોત
બીજી તરફ સુરતમાં હાર્ટએટેકથી એક દિવસમાં 3 લોકોના મોત થયાનું બહાર આવતા ડર બેવડાયો છે. અમરોલીમાં 33 વર્ષીય સાહિલ રાઠોડને હાર્ટ એટેક આવ્યો હતો. ઉંઘમાં સાહિલ રાઠોડને હાર્ટ એટેક આવ્યાની શંકા વ્યક્ત કરાઈ છે.વધુમાં પાંડેસરામાં 38 વર્ષીય વ્યક્તિનું હાર્ટએટેકથી મોત થયાનું બહાર આવ્યું છે. સંજય સહાનીને પણ ઊંઘમાં જ હાર્ટ એટેક આવ્યો હોવાનું જણાય રહ્યું છે. વધુમાં સંજયને કોઈ પણ પ્રકારની બીમારી ન હોવાનું પણ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. બીજી બાજુ વરાછા વિસ્તારમાં 43 વર્ષીય મહેશ બામ્બરનું પણ હાર્ટ એટેકને લઈ મોત થાયનું જાણવા મળી રહ્યું છે.

મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે

રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. નાની ઉંમરે હાર્ટ અટેકના કિસ્સા કોરોના બાદ સતત વધ્યા છે. રાજ્યમાં દરરોજ સરેરાશ એકથી ત્રણ વ્યક્તિઓ હાર્ટ અટેકનો ભોગ બની રહ્યા છે. ગરબા રમતી વખતે, લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે. ત્યારે રાજ્યમાં હાર્ટ એટેકના વધતા કેસ મુદ્દે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, જેઓને કોવિડની ગંભીર અસર થઇ હતી તેમણે સખત મહેનતથી દૂર રહેવું જોઇએ.

 

કેન્દ્રીય આરોગ્ય મંત્રીનું હાર્ટ એટેકને લઈ નિવેદન
ભાવનગરમાં એક કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, ICMR હમણા એક ડિટેલ્સ સ્ટડી કર્યો છે, એ ડિટેલ્સ સ્ટડી એવું કહી રહ્યો છે કે જેમને CVR કોવિડ થયો હોય અને વધારે સમય ન થયો હોય, આવી સ્થિતિની અંદર આવા લોકોએ વધારે પરિશ્રમ ન કરવો જોઈએ. તેઓએ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ.

નાની ઉંમરમાં હાર્ટ એટેકના કારણો શું છે  
1. કામનું પ્રેશર  

આજના સમયમાં યુવાનો કામનું એટલું દબાણ લે છે કે આ પણ નાની ઉંમરમાં હાર્ટ એટેકનું કારણ બની શકે છે. આખો સમય કોમ્પ્યુટર કે ફોન પર કામમાં વ્યસ્ત રહેવું અને આહાર અને કસરતને અવગણવાથી હૃદયરોગનું જોખમ વધી શકે છે. 

2. ધૂમ્રપાન અથવા આલ્કોહોલ
કામના દબાણ અને તણાવને ઘટાડવા માટે આજના યુવાનો ઘણીવાર ધૂમ્રપાન અથવા દારૂ પીવા તરફ આકર્ષાય છે. આ બંને વસ્તુઓ સ્વાસ્થ્ય માટે હાનિકારક તો છે જ પરંતુ હાર્ટ એટેકનું મોટું કારણ પણ બની શકે છે.

3. સ્થૂળતા
વધુ પડતી સ્થૂળતા શરીર માટે ઘાતક સાબિત થઈ શકે છે. આજના સમયમાં યુવાનોમાં જંક ફૂડ ખાવાની આદત છે. કસરતનો અભાવ, સ્ટ્રેસ, આ બધી બાબતો તેમને સ્થૂળતા તરફ લઈ જઈ શકે છે અને વધુ પડતી સ્થૂળતા હાર્ટ એટેકનું કારણ બની શકે છે. 

4. જંક અને ફાસ્ટ ફૂડ
આપણી ખરાબ જીવનશૈલી અને બિનઆરોગ્યપ્રદ આહારની આદતો આપણા આખા શરીર પર નકારાત્મક અસર કરે છે. યુવાનોમાં એવું જોવા મળે છે કે ફળો, શાકભાજી અને અનાજને બદલે તેઓ જંક ફૂડ, પેક્ડ ફૂડ અથવા રેડી ટુ ઈટ ફૂડ (ફાસ્ટ ફૂડ) પર વધુ આધાર રાખે છે. આ ખોરાક આપણા શરીરને ઘણી રીતે નુકસાન પહોંચાડી શકે છે અને તેની સીધી અસર આપણા હૃદય પર પડી શકે છે.

5. તણાવ 
યુવાનોમાં હાર્ટ એટેકનું સૌથી સામાન્ય કારણ તણાવ છે. તણાવ શરીરને ઘણી રીતે અસર કરી શકે છે. તે હૃદયના ધબકારા પર અસર કરી શકે છે અને હાર્ટ એટેકનું કારણ બની શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ