બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / 4 home remedies for itching due to sweat get rid of heat rash naturally apply

skin care tips / આકરો તડકો અને પરસેવાથી આવે છે ખંજવાળ? આ 4 ઘરેલુ નુસખા કરો ટ્રાય, તરત જ મળશે આરામ

Bijal Vyas

Last Updated: 09:44 PM, 27 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમને પણ ઉનાળાની ઋતુમાં ત્વચા પર ફોલ્લીઓ પણ થાય છે. તો આવો જાણીએ આવો જાણીએ કે, કેવી રીતે તમે ઘરેલુ ઉપચારની મદદથી પરસેવાના ફોલ્લીઓ એટલે કે પરસેવાના કારણે થતી ખંજવાળથી રાહત મેળવી શકાય.

  • આઈસ ક્યુબને કપડામાં લપેટીને સ્કિન પર કોંપ્રેસ કરો
  • એલોવેરા જેલ પણ છે કારગર 
  • ચંદન પાઉડરમાં ગુલાબજળ મિક્સ કરીને લગાવવાથી મળશે રાહત 

How To Get Rid Of Sweat Rash Naturally:ઉનાળાની સિઝનમાં જો ભેજવાળું વાતાવરણ હોય તો તે પરસેવો થવાનું કારણ બની શકે છે. એટલુ જ નહીં, જો તમે ઉનાળાની ઋતુમાં હવાવાળા કપડાં ન પહેરો તો તેનાથી ત્વચા પર ફોલ્લીઓ પણ થઈ શકે છે. આનાથી બચવા માટે ઘણા લોકો સ્કિન પર પાઉડર લગાવે છે, પરંતુ તમને જણાવી દઈએ કે, તે રોમ છિદ્રાને બ્લોક કરી દે છે, જેના કારણે આ સમસ્યા વધુ ખતરનાક બની શકે છે. આવી સ્થિતિમાં, આવો જાણીએ કે, કેવી રીતે તમે ઘરેલુ ઉપચારની મદદથી પરસેવાના ફોલ્લીઓ એટલે કે પરસેવાના કારણે થતી ખંજવાળથી રાહત મેળવી શકો છો.

ઘરેલુ ઉપાયોથી કરો પરસેવો અને ખંજવાળને દૂર
1. કોલ્ડ કોંપ્રેસ

એક મેડિકલ રિપોર્ટ મુજબ, ફ્રીજમાં આઈસ પેક રાખો અને જ્યાં પણ ખંજવાળ આવતી હોય ત્યાં આઈસ પેકની મદદથી કોલ્ડ કોંપ્રેસ આપો. જો તમારી પાસે આઈસ પેક નથી, તો આઈસ ક્યુબને કપડામાં લપેટીને સ્કિન પર કોંપ્રેસ કરો. આવું 5 થી 10 મિનિટ સુધી કરો. રાહત મળશે.

get-glowing-skin-using-the-ice-in-summer

2. ઓટમીલ 
ઓટમીલમાં એવા ઘણા એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે ત્વચાની ઘણી સમસ્યાઓ દૂર કરે છે. તેમાં બળતરા વિરોધી અને ખંજવાળ વિરોધી ગુણધર્મો પણ છે. તમે ગરમ પાણીમાં થોડા ચમચી ઓટમીલ નાખો અને જ્યારે તે ફૂલી જાય, ત્યારે તેને સંપૂર્ણપણે ઠંડુ કરો અને તેને સ્કિન પર છોડી દો. 10 મિનિટ પછી ધોઈ લો.

3. એલોવેરા જેલ 
એલોવેરા જેલમાં પણ એન્ટીઇંફ્લામેટરી ગુણ હોય છે, જે ખંજવાળ, બળતરા વગેરેની સમસ્યાને દૂર કરવાનું કામ કરે છે. આ માટે સ્કિનને પાણીથી ધોઈ લો અને લૂછ્યા બાદ એલોવેરા જેલ લગાવો.

ઉનાળામાં ભયંકર હેરાન કરે છે ફોડલી અને રેશિઝની સમસ્યા, તમને થાય તો તરત જ આ  ઘરેલૂ ઉપાય કરી લો | skin rashes and itching problem in summer

4. ચંદનનો લેપ 
સંશોધનમાં જાણવા મળ્યું છે કે, ચંદનની પેસ્ટ સ્કિન પર ગરમીના ફોલ્લીઓ અને કોઈપણ પ્રકારની ખંજવાળ વગેરેને શાંત કરવામાં મદદ કરે છે. તમે ચંદન પાવડર લો અને તેમાં ગુલાબજળ મિક્સ કરીને ત્વચા પર લગાવો. તેનાથી ઠંડક લાગશે અને આરામ મળશે.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ