બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / 33-year-old bodybuilder dies of heart attack in Brazil, used to give fitness tips to the world

શોકિંગ / પોતે ડૉક્ટર, બોડીબિલ્ડિંગનો એવો શોખ કે દુનિયાભરના લોકો બની ગયા ફેન, 33 વર્ષની ઉંમરે હાર્ટઍટેકથી નિધન

Megha

Last Updated: 09:05 AM, 25 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બ્રાઝિલના રહેવાસી રોડોલ્ફો સેન્ટોસ વ્યવસાયે ડૉક્ટર હતા. તેને બોડી બિલ્ડીંગનો શોખ હતો. અહેવાલ મુજબ, સેન્ટોસને લીવરમાં લોહી વહેવાને કારણે કાર્ડિયાક અરેસ્ટ થયો હતો જેને કારણે એમનું મૃત્યુ થયું

  • વ્યવસાયે ડૉક્ટર અને શોખથી બોડી બિલ્ડર હતા બ્રાઝીલના રોડોલ્ફો
  • 33 વર્ષની ઉંમરે કાર્ડિયાક અરેસ્ટને કારણે મૃત્યુ પામ્યા  
  • તેના લિવરમાં ગાંઠ હતી જેને કારણે કારણે કાર્ડિયાક અરેસ્ટ થયો

વ્યવસાયે ડૉક્ટર અને શોખથી બોડી બિલ્ડર એવા બ્રાઝીલના 33 વર્ષના એક વ્યક્તિનું હાર્ટ એટેકના કારણે મોત થયું હતું. જે લોકોએ બ્રાઝિલના રોડોલ્ફો દુઆર્ટે સેન્ટોસને જોયો હતો તેઓએ વિચાર્યું ન હતું કે તે 33 વર્ષની ઉંમરે મૃત્યુ પામશે. અહેવાલ અનુસાર રોડોલ્ફોનું 19 નવેમ્બરના રોજ કાર્ડિયાક અરેસ્ટથી મૃત્યુ થયું હતું.

લીવરમાં ગાંઠ હતી, કાર્ડિયાક અરેસ્ટથી મોત
બ્રાઝિલના રહેવાસી રોડોલ્ફો સેન્ટોસ વ્યવસાયે ડૉક્ટર હતા. તેને બોડી બિલ્ડીંગનો શોખ હતો. અહેવાલ મુજબ, ડૉક્ટર સેન્ટોસની તબિયત અચાનક બગડતાં તેમને સાઓ પાઉલોની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં મૃત્યુ સામે જીવનની લડાઈ લડતા 19મી નવેમ્બરે તેમનું અવસાન થયું. તેમના મેડિકલ રિપોર્ટ અનુસાર, ડોક્ટર સેન્ટોસના લિવરમાં ગાંઠ હતી. આ સ્થિતિને લીવર એડેનોમા કહેવામાં આવે છે. ડોકટરોના જણાવ્યા અનુસાર, સેન્ટોસને લીવરમાં લોહી વહેવાને કારણે કાર્ડિયાક અરેસ્ટ થયો હતો જેણે તેનો જીવ લીધો હતો.

જો કે તેનો અર્થ એ પણ છે કે કે સેન્ટોસના મૃત્યુને તેના ફિટનેસ પ્રત્યેના જુસ્સા સાથે કોઈ લેવાદેવા નથી. તે કોઈ સ્ટીરોઈડ કે ઓવરડોઝથી મૃત્યુ પામ્યો નથી. તે એક સ્થિતિથી પીડાતો હતો. અદ્ભુત ફિટનેસ ધરાવતા ડોક્ટર સેન્ટોસ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ફિટનેસ, ફેશન અને ટ્રાવેલિંગ સંબંધિત વીડિયો પોસ્ટ કરતા હતા. લોકોને ફિટ રહેવા માટે ટિપ્સ આપતા હતા. ઈન્સ્ટાગ્રામ પર તેના 10 હજારથી વધુ ફોલોઅર્સ છે. અહેવાલ મુજબ, સેન્ટોસે થોડા મહિના પહેલા જ સગાઈ કરી હતી.

તેમના આકસ્મિક મૃત્યુના સમાચાર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. ઘણા યુઝર્સ તેમના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે. કેટલાક યુઝર્સે દાવો કર્યો હતો કે તેનું મૃત્યુ એનાબોલિક સ્ટેરોઇડ્સ લેવાથી થયું હતું. પરંતુ ક્લિનિક અને એથ્લેટના પરિવારે આ દાવાઓને ગેરમાર્ગે દોરતા ગણાવીને તેને સંપૂર્ણ રીતે નકારી કાઢ્યા હતા.

આ જ વર્ષે, અન્ય બ્રાઝિલિયન ફિટનેસ ઇન્ફ્લુએન્સર લારિસા બોર્જેસના આકસ્મિક મૃત્યુથી લોકોને આઘાત લાગ્યો હતો. તે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વીડિયો પોસ્ટ કરીને લોકોને ફિટનેસ મંત્ર આપતી હતી. પરંતુ ઓગસ્ટ 2023 માં, 33 વર્ષની ઉંમરે હાર્ટ એટેકથી લારિસાનું અવસાન થયું. રિપોર્ટ અનુસાર, તેણી એક અઠવાડિયા સુધી હોસ્પિટલમાં દાખલ રહી. આ દરમિયાન તે કોમામાં પણ ગઈ હતી. લારિસાનું મૃત્યુ ડબલ કાર્ડિયાક એટેકથી થયું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ