બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / 327 new cases of corona have been reported in the state

કોવિડ અપડેટ / ગુજરાતમાં કોરોનાનો વેઇટ અને વોચ મોડ, આજે નવા 327 કેસ, અમદાવાદમાં એક દર્દીનું મોત, જુઓ ક્યાં કેટલા પોઝિટિવ

Dinesh

Last Updated: 07:29 PM, 6 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોરોના કેસમાં વઘઘટ જોવા મળી રહી છે, આજે રાજ્યમાં કોરોનાના 327 નવા કેસ નોંધાયા છે જ્યારે 360 દર્દી સ્વસ્થ થયા છે.

  • અમદાવાદમાં 98 કેસ નોંધાયા
  • મહેસાણામાં 24 અને વડોદરામાં 60 કેસ
  • રાજ્યમાં કોવિડથી સાજા થવાનો દર 98.97 ટકા

ગુજરાતમાં ફરી કોરોનાએ માથું ઉચકયો હોય તેવી સ્થિતિ જન્મી રહી છે.  કોરોના કેસમા વધઘટ જોવા મળી રહી છે. ગુજરાતમાં ફરી કોરોનાના રોજિંદા સંક્રમિત દર્દીઓનો સામાન્ય વધઘટ જોવા મળી રહ્યો છે. આજે આરોગ્ય તંત્ર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયેલી માહિતી મુજબ આજે રાજ્યમાં કોરોનાના 327 પોઝીટિવ કેસ નોંધાયા છે.

અમદાવાદમાં 114 કેસ નોંધાયા
રાજ્યમાં કોરોના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમા 327 કેસ નોંધાયા છે. અમદાવાદમા 98 કેસ તેમજ વડોદરામાં 60 કેસ નોંધાયા છે. સુરતમાં 37, મહેસાણામાં 24 મોરબીમાં 12 કેસ નોંધાયા છે. વલસાડમાં 12 તેમજ સુરતમાં  27 કેસ નોંધાયા છેય પાટણમાં 7 અને આણંદમાં 6 તેમજ સાબરકાંઠામાં 6 કેસ નોંધાયા છે.અમદાવાદમાં કોરાનાથી એકનું મોત થયું છે. એકટિવ કેસની સંખ્યા 2142 પર પહોંચી છે જ્યારે વેન્ટીલેટરમાં 11 દર્દીઓ છે.

263 દર્દીઓ કોરોનાથી સાજા થયા
ગુજરાતમાં આજે કોરોનાના 327કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.97 ટકા નોંધાયો છે. તેમજ આજે 260 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. હાલ રાજ્યમાં 2142 કોરોનાના એક્ટિવ કેસ છે. 

કોરોનાથી બચવાના ઉપાય
માથાનો દુખાવો, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ, શરદી, તાવ વગેરેની સમસ્યાને સામાન્ય ન ગણો. તે કોરોના પણ હોઈ શકે છે. તાત્કાલિક નિષ્ણાતનો સંપર્ક કરો. જો તમારી આસપાસ કોઈ સંક્રમિત વ્યક્તિ હોય તો તેનાથી સંપૂર્ણ અંતર રાખો. ભીડભાડવાળી જગ્યાએ માસ્ક પહેરીને જ જાઓ. છીંક આવે કે ખાંસી આવે ત્યારે હાથને સેનિટાઈઝ કરો. જાહેર સ્થળોની સપાટીને સ્પર્શ કરવાનું ટાળો અને જો તમે કરો છો તો તરત જ તમારા હાથને સેનિટાઈઝ કરો. સમયાંતરે તમારા હાથ ધોવાનું ચાલુ રાખો. જો તમને તમારી અંદર કોવિડ-19ના લક્ષણો દેખાઈ રહ્યા છે તો તમારી જાતને ક્વોરોન્ટાઈન કરો.

કોરોના અને ફ્લૂના ફેલાવાને નિયંત્રિત કરવા માટે  એડવાઇઝરી 
1. લોકોએ ભીડભાડવાળા વિસ્તારોમાં જવાનું ટાળવું જોઈએ. આ સમય દરમિયાન, વૃદ્ધ લોકો માટે તેમના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે.
2. તમામ પ્રકારની હોસ્પિટલોમાં ડોક્ટરો અને દર્દીઓ તેમજ કર્મચારીઓએ માસ્ક પહેરવું જરૂરી છે.
3. એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે બધાએ જાહેર સ્થળોએ માસ્ક પહેરવા જોઈએ.
4. ઉધરસ અથવા છીંક આવે તો તમારા મોઢાને સાફ રૂમાલ અથવા ટિશ્યુ પેપરથી ઢાંકી દો.
5. એડવાઇઝરી અનુસાર તમારા હાથને વારંવાર ધોવા અને સેનિટાઇઝ કરો.
૬. જાહેર સ્થળોએ થૂંકવાનું સંપૂર્ણપણે ટાળો.
7. એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે જો તમને કોરોના વાયરસ અથવા ફ્લૂના પ્રારંભિક લક્ષણો દેખાઈ રહ્યા છે, તો તરત જ પોતાનો ટેસ્ટ કરાવો.
8. જો તમે ફ્લૂથી પીડિત છો અથવા કોરોનાના કોઈ લક્ષણો છે, તો અન્ય લોકોને મળો નહીં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ